એ 3 મોટા મુદ્દા જેના પર સંમતિ બાદ મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે આ પક્ષો
ભલે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ગયુ છે તેમ છતાં રાજ્યમાં સરકારની રચના અંગે રાજકીય ઘમાસાણ થમતુ નથી દેખાઈ રહ્યુ. બધા મુખ્ય રાજકીય દળો પોત પોતાની રીતે પ્રયત્નોમાં લાગેલા છે. શિવસેના-એનસીપી અને કોંગ્રેસના એક સાથે ગઠબંધનમાં આવવાની વાત કરીએ તો ધીમે ધીમે સંમતિના અણસાર દેખાઈ રહ્યા છે. આવુ એટલા માટે કારણકે ત્રણે પાર્ટીઓના દિગ્ગજ નેતાઓની ગુરુવારે મહત્વની બેઠક થઈ. માહિતી મુજબ આ બેઠકમાં કૉમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરી લેવામાં આવ્યો. એટલુ જ નહિ આ કૉમન મિનિમમ પ્રોગ્રામને પાર્ટીઓએ કેન્દ્રીય નેતૃત્વ પાસે મોકલી દેવામાં આવ્યો છે. જો હાઈકમાન્ડ તરફથી આ પર મંજૂરી મળી જાય તો મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં નવી સરકારની રચના નક્કી માનવામાં આવી રહી છે. આવો જાણીએ શિવસેના-એનસીપી અને કોંગ્રેસના કૉમન મિનિમમ પ્રોગ્રામની મોટી વાતો, જેના આધાર પર નક્કી થશે સરકારની રચનાની ફોર્મ્યુલા...

કૉમન મિનિમમ પ્રોગ્રામનો ડ્રાફ્ટ તૈયાર
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના અલગ થયા બાદ હવે રાજ્યની રાજનીતિ નવો વળાંક લઈ રહી છે. સંયુક્ત સરકાર બનવા પર શિવસેના-એનસીપીઅને કોંગ્રેસ વચ્ચે સામાન્ય સંમતિ બનતી જોવા મળી રહી છે. આવુ પહેલી વાર થયુ જ્યારે ત્રણે પાર્ટીઓના નેતાઓની એક સંયુક્ત બેઠક થઈ. માહિતી મુજબ આ મહામંથમમાં કૉમન મિનિમમ પ્રોગ્રામનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો. એટલુ જ નહિ સરકારની ફોર્મ્યુલામાં કઈ પાર્ટીને કેટલા મંત્રાલય મળી શકે છે આના પર પણ ચર્ચા થઈ.

શિવસેના-એનસીપી-કોંગ્રેસ સરકાર રચનાની આ હશે ફોર્મ્યુલા
સૂત્રો મુજબ મહારાષ્ટ્રમાં ત્રણે પક્ષોની નવી સરકારની રચના થાય તો આમાં શિવસેનાના કોટામાંથી 16 મંત્રી હશે, વળી, એનસીપીમાંથી 14 અને કોંગ્રેસ પાર્ટીમાંથી 12ને મંત્રી પદ આપવામાં આવી શકે છે. ચર્ચા એ પણ છે કે મુખ્યમંત્રીનુ પદ શિવસેનાને મળશે. વળી, એનસીપી અને કોંગ્રેસ તરફથી એક એક ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. વિધાનસભા અધ્યક્ષના પદ પર શરૂઆતથી જ કોંગ્રેસ દાવેદારી કરી રહી છે. એવામાં એ તેમને આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ડેપ્યુટી સ્પીકર પદ શિવસેનાના ભાગમાં જઈ શકે છે. વળી, જો કૉમન મિનિમમ પ્રોગ્રામની વાત કરીએ તો આમાં ત્રણ મુદ્દા ખૂબ મહત્વના છે.
આ પણ વાંચોઃ બાલાજીના દર્શન બાદ ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા દીપિકા-રણવીર, ફોટા વાયરલ

ડ્રાફ્ટમાં ખેડૂતોના મુદ્દે ખાસ ફોકસ
ત્રણ પાર્ટીઓ તરફથી જે કૉમન મિનિમમ પ્રોગ્રામનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં ખેડૂતોનો મુદ્દો મુખ્યત્વે ઉઠાવવામાં આવ્યો છે. ખાસ રીતે ખેડૂતોની દેવામાફી, પાક વીમાનો મુદ્દો ખૂબ મહત્વનો છે. માહિતી મુજબ આ મુદ્દે શનિવારે ત્રણ પાર્ટીઓના નેતા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત માટે જવાના છે. જણાવવામાં આવી રહ્યુ છે કે શનિવારે 3 વાગે આ નેતા રાજ્યપાલથી મુલાકાત કરશે.

મહારાષ્ટ્રમાં શિવસેનાના સીએમ, કોંગ્રેસ-એનસીપીના ડેપ્યુટી સીએમ
આ ઉપરાંત કૉમન મિનિમમ પ્રોગ્રામમાં બીજા મહત્વના મુદ્દા બેરોજગારીના છે. માનવામાં આવી રહ્યુ છે કે સીએમપીમાં રોજગારનો મુદ્દા પર ખાસ રીતે ફોકસ કરવાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત લઘુમતી કલ્યાણ વિશે ચર્ચા તૈયાર ડ્રાફ્ટમાં છે. માહિતી મુજબ શિવસેનાને કટ્ટર હિંદુત્વની સમર્થક પાર્ટી માનવામાં આવે છે. એવામાં કૉમન મિનિમમ પ્રોગ્રામની ભૂમિકા ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. આ ઉપરાંત ડ્રાફ્ટમાં છત્રપતિ શિવાજી મહારાજ અને બીઆર આંબેડકર મેમોરિયલ સહિત ઘણા મુદ્દાને પણ જગ્યા આપવામાં આવી છે. હાલમાં આ તૈયાર ડ્રાફ્ટને ત્રણે પાર્ટીઓ હાઈકમાન્ડને મોકલશે, તેમની મહોર લાગ્યા બાદ સરકારની રચના નક્કી થશે.