For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાલઘર કેસમાં મોટી કાર્યવાહી, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ, 35 ની બદલી

પાલઘર મોબ લિંચિંગ કેસમાં ઉદ્ધવ સરકારે બુધવારે મોટી કાર્યવાહી કરતાં વધુ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. તે જ સમયે, કાસા પોલીસ સ્ટેશનના 35 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

પાલઘર મોબ લિંચિંગ કેસમાં ઉદ્ધવ સરકારે બુધવારે મોટી કાર્યવાહી કરતાં વધુ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. તે જ સમયે, કાસા પોલીસ સ્ટેશનના 35 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. આ કેસમાં પહેલાથી બે પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગડચિંચલે ગામમાં 16 એપ્રિલની રાત્રે ટોળાએ 2 સાધુઓ સહિત 3 લોકોને માર માર્યો હતો.

Mob lynching

સાધુઓને માર મારવાના કેસમાં કડક કાર્યવાહી કરતાં પોલીસે મદદનીશ સબ ઈન્સ્પેક્ટર સહિતના બે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. આ કેસમાં પહેલાથી જ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કાસા પોલીસ સ્ટેશનના 35 પોલીસકર્મીઓની બદલી કરાઈ છે. આ માહિતી પાલઘર પોલીસના જનસંપર્ક અધિકારીએ આપી હતી. આ સમગ્ર મામલાની તપાસ સ્પેશિયલ ઈન્સ્પેક્ટર જનરલ દ્વારા કરવામાં આવી રહી છે અને તપાસનું કામ સીઆઈડીને સોંપવામાં આવ્યું છે.

પાલઘરના એસપી ગૌરવસિંહે જણાવ્યું હતું કે, પાલઘર ઘટના સંદર્ભે કાસા પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરતાં ગ્રામજનો અને 110 લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે. જેમાંથી 101 ને 30 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે અને નવ સગીરને કિશોર આશ્રયસ્થાનમાં મોકલવામાં આવ્યા છે. રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (એનએચઆરસી) એ 21 એપ્રિલે પાલઘર ટોળાની હિંસાની ઘટના અંગે મહારાષ્ટ્ર પોલીસના ડીજીપીને નોટિસ મોકલી છે.

આ પણ વાંચો: ઈરફાન ખાનના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ કહ્યુ - સિનેમાની દુનિયા માટે મોટી ખોટ

English summary
Major action in Palghar case, three policemen suspended, 35 replaced
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X