For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધરણા પર બેઠેલી મમતા બેનર્જીને અખિલેશ અને કેજરીવાલનો સાથ મળ્યો

કોલકાતામાં પશ્ચિમ બંગાળ પોલીસ અને સીબીઆઈ વચ્ચે આરપારની લડાઈથી રાજકીય ગરમાવો વધી ગયો છે.

|
Google Oneindia Gujarati News

કોલકાતામાં પશ્ચિમ બંગાળ પોલીસ અને સીબીઆઈ વચ્ચે આરપારની લડાઈથી રાજકીય ગરમાવો વધી ગયો છે. પશ્ચિમ બંગાળમાં પોલીસ અને કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની સુરક્ષા કવચ બનીને મમતા બેનર્જી કેન્દ્ર સરકારે વિરુદ્ધ ધરણા પર બેસી છે. શારદ ચિટફંડ મામલા માટે સીબીઆઈ અને કોલકત્તા પોલિસ સામસામે ભિડાઈ ગયા અને સીબીઆઈના પાંચ અધિકારીઓની ધરપકડ કરી લેવામાં આવી. મમતા બેનર્જીને ઘણા દળો ઘ્વારા સમર્થન પણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: જાણો શું છે શારદા ચિટફંડ ગોટાળો જેના કારણે સીબીઆઈ સામે ભિડાયા મમતા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેના પર સખત પ્રતિક્રિયા આપી છે. તેમને ટવિટ કરીને જણાવ્યું છે કે પીએમ મોદીએ લોકતાંત્રિક ઢાંચાની મજાક બનાવી છે. તેમને જણાવ્યું કે પહેલા મોદીજીએ પેરામિલીટ્રી ફોર્સ મોકલીને દિલ્હીના એન્ટી કરપશન બ્યુરો ઓફિસ પર કબ્જો કરી લીધો. તેમને મોદી અને શાહની જોડીની આલોચના કરતા જણાવ્યું છે કે આ બંને ભારત અને લોકતંત્ર માટે ખતરો છે. સૂત્રો ઘ્વારા મળતી જાણકારી અનુસાર કાલે અરવિંદ કેજરીવાલ મમતા બેનર્જીને મળવા માટે કોલકાતા જઈ શકે છે.

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ

જયારે બીજી બાજુ ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે જણાવ્યું કે ભાજપા સરકારની ઉત્પીડનકારી નીતિઓ અને સીબીઆઈનો ખુલ્લેઆમ રાજનૈતિક દુરુપયોગ કરવાને કારણે સંવિધાન અને દેશની જનતાની આઝાદી ખતરામાં છે. તેમને કહ્યું કે અમે ભાજપા વિરુદ્ધ મમતા બેનર્જીના ધરણાંનું પૂર્ણ સમર્થન કરીયે છે.

લાલુ પ્રસાદ યાદવ

લાલુ પ્રસાદ યાદવે પણ ટવિટ કરીને જણાવ્યું કે દેશમાં તાનાશાહી ચાલી રહી છે. દેશનું સંવિધાન અને સંવિધાનિક સંસ્થાઓ સંકટમાં છે. ભાજપ ચૂંટણી જીતવા માટે દેશને ગ્રહયુદ્ધમાં ધકેલી રહ્યા છે. અમે મમતાજી સાથે છે.

English summary
Mamta Banerjee get support from Akhilesh yadav, arvind kejriwal and other for CBI Row
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X