ઘરની બહાર પેશાબ કરવાનો વિરોધ કરવા બદલ હત્યા કરી નાખી

રાજધાની દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાં ઘરની બહાર પેશાબ કરવાના વિરોધમાં થપ્પડ માર્યા પછી વિવાદ એટલો બધો વધી ગયો કે ઘરના માલિકને ઢોર માર મારીને તેની હત્યા કરી દીધી.

રાજધાની દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાં ઘરની બહાર પેશાબ કરવાના વિરોધમાં થપ્પડ માર્યા પછી વિવાદ એટલો બધો વધી ગયો કે ઘરના માલિકને ઢોર માર મારીને તેની હત્યા કરી દીધી. મૃતકની ઓળખ લીલું તરીકે થઇ અને તે નહેરુ કેમ્પ ઝુગ્ગીનો રહેવાસી જણાવવામાં આવી રહ્યો છે. આ મામલે દિલ્હી પોલીસે આઇપીસી ધારાઓ હેઠળ કેસ નોંધી લીધો છે.

આ પણ વાંચો: અમેઠી: સ્મૃતિ ઈરાનીના નજીકના પૂર્વ પ્રધાનની ગોળી મારીને હત્યા

ઘરની બહાર પેશાબ કરવાનો વિરોધ કરતા થપ્પડ મારી હતી

ઘરની બહાર પેશાબ કરવાનો વિરોધ કરતા થપ્પડ મારી હતી

આ અંગે પોલીસે જણાવ્યું કે માન સિંહ નામનો વ્યકતિ લીલુંનાં ઘરની બહાર પેશાબ કરી રહ્યો હતો. લીલુંએ તેનો વિરોધ કરતા માન સિંહને થપ્પડ મારી દીધી. ત્યારપછી માન સિંહનો દીકરા રવિ અને નીલકમલ ત્યાં પહોંચી ગયા અને તેમને લીલું પર સિમેન્ટ સ્લેબથી હુમલો કર્યો. ત્યારપછી લીલુંને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરો ઘ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

માન સિંહ અને તેના દીકરાઓએ લીલુંને ઢોર માર માર્યો

એમ્સમાં એક વ્યક્તિના દાખલ થવાની સૂચના પોલીસને મળી લીલુંનાં ભાઈ સંજયે પોલીસને જણાવ્યું કે સોમવારે રાત્રે લગભગ 12 વાગ્યે નહેરુ કેમ્પ પાસે સ્નાન કરીને તેઓ પાછા આવી રહ્યા હતા ત્યારે તેમને જોયું કે રવિ, નીલ કમલ, તેના પિતા માન સિંહ અને માતા મીરા, લીલુંને મારી રહ્યા હતા. લીલું ખુબ જ ખરાબ રીતે ઘાયલ થયા હતા.

પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી

પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી

શરૂઆતી તપાસમાં બહાર આવ્યું કે આખો વિવાદ ઘરની બહાર પેશાબ કરવા સાથે જોડાયેલો હતો. આરોપીઓએ લીલું પર લાઠી, ડંડા અને પથ્થરથી હુમલા કર્યા. આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને બીજા લોકોની શોધ કરવામાં આવી રહી છે. પોલીસે લાશની પોસ્ટમોર્ટમ કરીને પરિજનોને બોડી સોંપી દીધી છે. ડીએસપી ચિન્મય વિશાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે લીલું વિરુદ્ધ લૂંટ, ચોરી અને અવેધ હથિયાર રાખવાના કુલ 17 કેસ નોંધાયેલા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X