પ્રેમી સાથે લગ્ન કરવા યુવતી ટાંકા પર ચઢી ગઈ, કરવા લાગી વીરુ જેવી હરતો

પ્રેમી સાથે લગ્ન કરવા યુવતી વીરુની જેમ ટાંકા પર ચઢી ગઈ

ઝુંઝુનૂંઃ ફિલ્મ શોલેનો ઐતિહાસિક સીન તો યાદ હશે જ જેમાં વીરુ ટાંકા ચઢી જાય છે અને પ્રેમિકા બસંતી સાથે લગ્ન કરવા માટે તેની મૌસીને મનાવે છે. ઠીક એવી જ ઘટના રાજસ્થાનના ઝુંઝુનૂં જિલ્લાના મંડાવા કસ્બામાં બની. ફરક બસ એટલો જ છે કે અહીં વીરુને બદલે બસંતી ટાંકા પર ચઢી અને તે પણ બે બાળકોની મા. શોલેમાં વીરૂ બસંતીની મોસીએ સમજાવવા પર નીચે ઉતર્યો, જ્યારે મંડાવામાં ટાંકા પર ચઢેલ મહિલાને સ્થાનિકોની મદદથી એક કલાકની જહેમત બાદ નીચે ઉતારી.

women on water tank

મામલો કંઈક આવો હો કે મંડાવાના વોર્ડ ચાર નિવાસી આ 25 વર્ષીય મહિલાના ચૂરુમાં લગ્ન થયાં હતાં. તેને બે બાળકો પણ છે. પતિથી અણબનને પગલે પાછલા બે વર્ષથી પોતાના પિયર મંડાવામાં જ રહે છે. સાસરીયે નથી જઈ રહી. શુક્રવારે બપોરે મંડાવાના લોકોએ જોયું તો કોઈ ગામના પાણીના ટાંકા પર ચઢતું જોયું. જોતજોતામાં ભીડ એકઠી થવા લાગી. સૂચના મળતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. ટાંકા પર ચઢેલી મહિલા ચીસો પાડવા લાગી અને તેના લગ્ન કહેવા લાગી કે જ્યાં સુધી પોતાના પ્રેમી સાથે લગ્ન નહિ કી દે ત્યાં સુધી ટાંકાની નીચે નહિ ઉતરે.

તેની ઓળખાણ થતાં કસ્બાના લોકોએ તેના પરિજનોને સૂચના આપી. બાદમાં તે નીચે ઉતરી ગઈ. આ મામલામાં મંડાવા પોલીસ સ્ટેશન અધિકારી રાકેશ કુમાર મીણાનું કહેવું છે કે મહિલાને ટાંકાથી નીચે ઉતાર્યા બાદ શાંતિભંગના આરોપસર પકડી લેવામાં આવી છે. તે પોતાના સાસરીયે ચૂરુ જવા નહોતી માગતી. પ્રેમી સાથે લગ્ન કરાવી દેવાની વાત કહી રહી છે. તેનું માનસિક સંતુલન પણ ઠીક નથી જણાવાઈ રહ્યું. કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જામીન પર છોડી દેવામાં આવી છે.

આ પણ વાંચો- Budget 2019: 10.5 લાખની વાર્ષિક આવક પણ થશે ટેક્સ ફ્રી, આ છે કેલ્ક્યુલેશન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X