• search

ચૂંટણી ઢંઢેરો 2014 : સરખામણી અને તફાવત : કોંગ્રેસ V/S ભાજપ

ગાંધીનગર, 7 એપ્રિલ : કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ ભાજપે લાંબી રાહ જોવડાવ્યા બાદ ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના દિવસે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસની જેમ ભાજપે પણ મતદારોને આકર્ષવા માટે પોતાના ઢંઢેરામાં અનેક મોટી વાતો અને મહત્વકાંક્ષી યોજનાઓના વાયદા કર્યા છે.

કોંગ્રેસ અને ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરા 2014ના મુખ્ય અંશો અહીં આપવામાં આવ્યા છે. તેના આધારે જાણી શકાશે કે મહત્વના મુદ્દાઓ પર બંને પક્ષોએ શું શું જાહેરાત કરી છે અને કોની જાહેરાત વધારે આકર્ષક અને લોભામણી છે...

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

કોંગ્રેસ - દેશના બધા જ નાગરિકોને સ્વાસ્થ્યનો અધિકાર, આ અધિકાર અંતર્ગત સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે તમામને માટે હેલ્થ વીમાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરવામાં આવશે.

ભાજપ - દરેક રાજ્યમાં AIIMSની સ્થાપના કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ગેરંટી મિશન, આયુર્વેદ અને યોગને પ્રમોટ કરવા માટે રોકાણ કરવામાં આવશે, નેશનલ ઇ-હેલ્થ ઓથોરિટી બનશે, ઇમર્જન્સી મેડિકલ સર્વિસ 108નો વ્યાપ વધારાશે, શહેર અને ગામડાંમાં સ્વચ્છતાનો આગ્રહ રાખવા માટે પ્રોત્સાહન કાર્યક્રમો લવાશે.

2 ઘર / આવાસ

2 ઘર / આવાસ

કોંગ્રેસ - દેશના તમામ આશ્રયહીન કે આવાસહીન લોકોને આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. આ માટે હાલની ઇન્દિરા આવાસ યોજના અને રાજીવ આવાસ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે. વીસ વર્ષ સુધી એક જ મકાનમાં ભાડુઆત રહેશે તો તેને માલિકી હક્ક આપવાની વાત કહેવામાં આવી છે. 20 વર્ષ સુધી જમીન પર કબ્જો ધરાવનારને માલિકી હક આપવામાં આવશે. શહેરોમાં ઝુંપડાની જગ્યાએ 2017 સુધીમાં પાકા મકાનો આપવામાં આવશે.

ભાજપ - લૉ કોસ્ટ હાઉસિંગ પ્રોગ્રામ મારફતે2022 સુધીમાં દરેક પરિવારને પાક્કા મકાન ઉપલબ્ધ કરાવવાનો વાયદો કરવામાં આવ્યો છે. આ માટે 100 નવા શહેર બનાવવામાં આવશે.

શિક્ષણ અને રોજગાર

શિક્ષણ અને રોજગાર

કોંગ્રેસ - સ્વાસ્થ્ય સેવા અને રોજગારને કાયદાના અધિકાર ક્ષેત્રમાં લાવવાનો મુખ્ય મુદ્દો ઢંઢેરામાં છે. દેશના 10 કરોડ યુવાનો માટે આવનારા પાંચ વર્ષોમાં સ્કિલ ડેવલપમેન્ટના અવસર પ્રદાન કરી રોજગાર ઉપલબ્ધ કરાવાશે. 2020 સુધીમાં હેલ્થ સેક્ટરમાં 60 લાખ નવી નોકરીઓ. દેશમાં મિડલ અને હાયર એજ્યુકેશન પર જોર આપવામાં આવશે. આ ક્ષેત્રમાં જીઇઆર વધારવામાં આશે. વિદ્યાર્થીઓના હિતોના રક્ષણ માટે નેશનલ સ્ટુડન્ટ કમિશનની રચના કરાશે.

ભાજપ - વિદ્યાર્થીઓને શૈક્ષણિક શિષ્યવૃત્તિ અને અન્ય સુવિધાઓ. શિક્ષણ પાછળ જીડીપીના 6 ટકા ખર્ચ કરવામાં આવશે. નેશનલ ઇ- લાયબ્રેરી બનાવવામાં આવશે. યુજીસીને હાયર એજ્યુકેશન કમિશનના રૂપમાં પુનર્ગઠિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે નેશનલ મલ્ટી સ્કીલ મિશનની રચના કરવામાં આવશે.

ગરીબો માટે

ગરીબો માટે

કોંગ્રેસ - દેશમાં બીપીએલથી વધારે ઉપરના 80 કરોડ વસતીની આવનારા પાંચ વર્ષોમાં મધ્યમ વર્ગમાં લાવવાનો પ્રયાસ કર્યો. દેશમાં નબળા અને જરૂરિયાતમંદોને સામાજિક સુરક્ષા આપવા માટે વૃદ્ધો, વિધવાઓ અને વિકલાંગોને પેન્શન આપવામાં આવશે.

ભાજપ - દેશના 100 સૌથી વધારે પછાત જિલ્લાઓને અન્ય જિલ્લાઓની બરાબર લાવવા પ્રયાસ કરાશે. ગ્રામીણ ગરીબોને કૃષિ ક્ષેત્રમાં રોજગાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. એસસી, એસટી અને પછાત વર્ગોમાં શિક્ષણ અને વ્યાવસાયિકતા વધારવાને મહત્વ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આભડછેટ અને માથે મેલુ ઉપાડવાની પ્રથાને સંપૂર્ણ બંધ કરવામાં આવશે.

આર્થિક

આર્થિક

કોંગ્રેસ - કોંગ્રેસનું લક્ષ્ય સરકારમાં આવવાના 100 દિવસની અંદર જીડીપીને 8 ટકા પર લાવવાનું રહેશે.

ભાજપ - કિંમતો સ્થિર કરવા માટે વિશેષ ફંડ. ટેક્સ સિસ્ટમમાં સુધારો કરવામાં આવશે.

6 FDI અને GST

6 FDI અને GST

કોંગ્રેસ - એફડીઆઇ પર કોઇ વાંધો નથી. સરકારમાં આવ્યાના એક વર્ષની અંદર જીએસટી બિલને પાસ કરાવવામાં આવશે. આ સાથે એક વર્ષની અંદર નવી ડીટીસી (ડાયરેક્ટ ટેક્સ સંહિતા) અમલી બનાવવાની યોજના.

ભાજપ - જીએસટીને રાજ્યો સાથે વાત કરીને અમલી બનાવાશે. એફડીઆઇનું સ્વાગત કરશે, પરંતુ રીટેલમાં એફડીઆઇનો ઉલ્લેખ નથી.

7 મહિલાઓ

7 મહિલાઓ

કોંગ્રેસ - મહિલાઓના સશક્તિકરણ પર ફોકસ રહેશે. મહિલાઓની સુરક્ષા, સન્માન અને સમાનતા માટે કામ કરાશે. મહિલા આરક્ષણ બિલ પાસ કરાશે. મહિલા સુરક્ષા માટે સિટીઝન ચાર્ટર લવાશે. મહિલાઓને સશક્ત બનાવવા સેલ્ફ હેલ્પ ગ્રુપને એક લાખ સુધીની લોન અપાશે. દરેક જિલ્લામાં મહિલાઓની સહાય માટે એસએમઇ ક્લસ્ટર ખોલાશે.

ભાજપ - સંસદ અને વિધાનસભાઓમાં 33 ટકા મહિલા અનામતનો કાયદો લવાશે. બેટી બચાઓ - બેટી પઢાઓ અભિયાન દેશભરમાં ચલાવાશે. મહિલાઓ માટે આઇટીઆઇ અને મોબાઇલ બેંક ખોલાશે. દરેક જિલ્લામાં મહિલાઓની સહાય માટે એસએમઇ ક્લસ્ટર ખોલાશે.

8 લઘુમતીઓ માટે

8 લઘુમતીઓ માટે

કોંગ્રેસ - લઘુમતીઓના હિતોની સુરક્ષા માટે સાંપ્રદાયિક હિંસા બિલને પ્રાથમિકતાથી પાસ કરાવવું. લઘુમતીઓ માટે સ્કીલ ડેવલપમેન્ટ ફંડ બનાવવું. શિક્ષણ અને સરકારી નોકરીઓમાં લઘુમતી આરક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરવું. પછાત અલ્પસંખ્યકોને અનામત અપાશે. સચ્ચર સમિતીની ભલામણો અમલી બનાવાશે.

ભાજપ - ભાજપે પોતાના ઢંઢેરામાં જણાવ્યું છે કે લઘુમતી તરીકે મુસ્લિમોનો એક મોટો વર્ગ આજે પણ ગરીબીમાં જીવન પસાર કરે છે. લઘુમતી કોમની છોકરીઓને કોઇ ભેદભાવ વિના શિક્ષણ અને રોજગારના અવસર ઉપલબ્ધ કરાવવામાં આવશે. મદરેસાઓના આધુનિકીકરણ માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમ ચલાવવામાં આવશે. ઉર્દૂ ભાષાને પ્રોત્સાહન અપાશે.

9 ભ્રષ્ટાચાર

9 ભ્રષ્ટાચાર

કોંગ્રેસ - ભ્રષ્ટાચાર નિરોધક કાયદો, કાયદાકીય સુધાર અને ચૂંટણી પ્રક્રિયા સંબંધિત તમામ બિલેને શક્ય તેટલા ઝડપથી પાસ કરાવવા. બ્લેક મની પાછા લાવવા માટે વિશેષ દૂતની નિયુક્તિ કરવી.

ભાજપ - બ્લેક માર્કેટિંગ રોકવા માટે સ્પેશ્યલ કોર્ટની રચના, કાળુ નાણુ પાછું લાવવા માટે ખાસ ટાસ્ક ફોર્સની રચના, ભ્રષ્ટાચાર રોકવા માટે ઇ-ગવર્નન્સ પર ભાર.

10 રેલવે

10 રેલવે

કોંગ્રેસ - 10 લાખથી વધારે વસતીવાળા શહેરોમાં હાઇ સ્પીડ ટ્રેન્સ, વેસ્ટર્ન ઇસ્ટર્ન ફ્રાઇટ કોરિડોર પૂરો કરાશે. જળ માર્ગનો વિસ્તાર વધારીને 14,500 કરવામાં આવશે.

ભાજપ - સ્વર્ણિમ ચતુર્ભૂજ બુલેટ ટ્રેન લાવવામાં આવશે.

11 ખેતી

11 ખેતી

કોંગ્રેસ - મલ્ટીબ્રાન્ડ રિટેલમાં એફડીઆઇ જેથી ખેડૂતોને મહત્તમ મૂલ્ય મળે, 1 કરોડ હેક્ટર ખેતીવાળા વિસ્તારનો વિકાસ, માછલીપાલન માટે અલગ મંત્રાલય, ખેડૂતો માટે ઓછા વ્યાજ પર લોન

ભાજપ - મનરેગાને ખેતી સાથે જોડવામાં આવશે. ખેડૂતો માટે કૃષિ રેલ માર્ગ બનાવવામાં આવશે. પાકના ઉત્પાદન માટે રિયલ ટાઇમ ડેટા, દરેક ખેતીને સિંચાઇ ઉપલબ્ધ બને તે માટે પ્રધાનમંત્રી ગ્રામ સિંચાઇ યોજના શરૂ કરાશે. નદીઓને પરસ્પર સાંકળવાની સંભાવનાની ચકાસણી કરવામાં આવશે.

English summary
Here is hightlights comparision of manifesto 2014 release by Congress and BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more