For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માન સરકારે કહ્યું - ક્યારેય કાપ્યું જ નથી શહિદ ભગત સિંહના ઘરનું વીજ કનેક્શન

પંજાબમાં એક દિવસ પહેલા એવા સમાચાર સમે આવ્યો હતો કે, પંજાબ સરકારે વીજ બીલ ન ભરવાના કારણે ખટકર કલાં સ્થિત શહિદ ભગત સિંહના ઐતિહાસિક ઘરનું વીજ કનેક્શન કાપી નાંખ્યું હતું. આ સમાચારે ચર્ચા જગાવી હતી.

|
Google Oneindia Gujarati News

ખટકર કલાં : પંજાબમાં એક દિવસ પહેલા એવા સમાચાર સમે આવ્યો હતો કે, પંજાબ સરકારે વીજ બીલ ન ભરવાના કારણે ખટકર કલાં સ્થિત શહિદ ભગત સિંહના ઐતિહાસિક ઘરનું વીજ કનેક્શન કાપી નાંખ્યું હતું. આ સમાચારે ચર્ચા જગાવી હતી. જે બાદ પંજાબ સરકારે આ સમાચાર અંગે પ્રતિક્રિયા આપી હતી.

પંજાબ સરકારે આપ્યો રદિયો

પંજાબ સરકારે આપ્યો રદિયો

પંજાબના માહિતી અને જનસંપર્ક વિભાગ વતી આજે સાંજે જણાવવામાં આવ્યું હતું કે, ખટકર કલાં ખાતે શહીદ ભગત સિંહના પૈતૃક ઘરનાવીજ કનેક્શનને લઈને મીડિયાના અહેવાલોમાં કોઈ સત્ય નથી. શહીદ ભગત સિંહ સંબંધિત અહેવાલો પર, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમનેનકારી કાઢ્યા અને સ્પષ્ટ કર્યું કે, કોઈ બિલ બાકી નથી.

માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યના ઉર્જામંત્રીએ સ્પષ્ટતા કરી છે કે, ખટકર કલાંમાં શહીદ ભગત સિંહના પૈતૃક ઘરનું વીજળી કનેક્શન ક્યારેય કાપવામાં આવ્યું જ નથી.

કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, કહ્યું - બિલ અમે ભરીશું

કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, કહ્યું - બિલ અમે ભરીશું

આ અગાઉ કોંગ્રેસના નેતાઓ તરફથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, પંજાબમાં AAP સરકારે ભગત સિંહ પાર્કનું વીજળી કનેક્શન કાપીનાખ્યું છે અને ત્યાં 1.80 લાખનું વીજળીનું બિલ બાકી છે.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમરેન્દ્ર રાજા વાડિંગે AAP નેતાઓને નકલી ક્રાંતિકારીગણાવ્યા હતા. અમરેન્દ્ર રાજા વાડિંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ખટકર કલાંમાં બનેલા પાર્કમાં પ્રતિમા સ્થાપિત કરવાની વાત કરતા હતા.

જેમાં 1 લાખ 60 હજાર કર્મચારીઓના પગાર અને બીલ આપવામાં આવ્યા ન હતા. જેના કારણે પાર્કનું વીજ કનેક્શન કપાઈ ગયું હતું.કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, કનેક્શન કાપવાની શું જરૂર હતી, અમે બિલ ભરીશું.

'કોઇ બિલ પેન્ડિંગ નથી, સરકારે કનેક્શન પણ કાપ્યું નથી'

આ સમગ્ર વિવાદ અંગે AAP સરકારે સ્પષ્ટતા કરી કે, ન તો શહીદ ભગતસિંહના પૈતૃક ઘરનું વીજળીનું કનેક્શન કાપવામાં આવ્યું છે કે, નતો કોઇ પ્રકારનું વીજળીનું બિલ બાકી છે.

English summary
Mann government said - the electricity connection of Shahid Bhagat Singh's house was never cut
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X