For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દંડકારણ્ય સ્પેશિયલ જોનલ કમિટીએ લીધી નક્સલી હુમલાની જવાબદારી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 મે: છત્તીસગઢમાં નક્સલી હુમલાની જવાબદારી નક્સલી સંગઠન દંડકારણ્ય સ્પેશિયલ જોનલ કમિટીએ લીધી છે. ગુડસા ઉસૈંડી નામના નક્સલીએ નક્સલી હુમલાની જવાબદારી લીધી છે. સંગઠનના પ્રવક્તા ગુડસા ઉસૈંડીએ પ્રેસ રિલીઝ જાહેર કરી આ હુમલાની જવાબદારી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુડસા ઉસૈંડી દંડકારણ્ય સ્પેશિયલ જોનલ કમિટીના પ્રવક્તા છે.

આ દરમિયાન છત્તીસગઢના બસ્તર જિલ્લામાં દરભા નક્સલી હુમલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ની ટીમ સોમવારે હુમલામાં ઘાયલ કોંગ્રેસ નેતાઓ અને પોલીસ કર્મચારીઓ સાથે મુલાકાત કરી જાણકારી મેળવી હતી.

naxal-attack

છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહે સોમવારે સ્વિકાર્યું હતું કે 'સુરક્ષામાં ખામીઓ'ના કારણે દરભામાં કોંગ્રેસી નેતાઓના કાફલા પર શનિવારે નક્સલી હુમલો થયો હતો. તેમને રાજ્યમાં નક્સલ હિંસાના સંઘર્ષમાં સેનાની ભૂમિકા અંગે મનાઇ કરી દિધી છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ઘટના બાદ તાત્કાલિક રાજ્ય સરકારે ન્યાયિક તપાસના આદેશ આપી દિધા છે અને કહ્યું છે કે તપાસમાં જો કોઇપણ પ્રકારના લાપરવાહી સામે આવી છે તો તેના વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ભલે તે ગમે તે સ્તરનો અધિકારી કે કર્મચારી હોય. તેમને કહ્યું હતું કે આ કેસની એનઆઇએ પણ તપાસ શરૂ કરી દિધી છે. છત્તીસગઢ નક્સલી હુમલામાં કુલ 27 લોકોના મોત નિપજ્યાં હતા.

English summary
The Maoists on Tuesday claimed responsibility for the deadly May 25 attack on a convoy of Congress leaders in Chhattisgarh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X