For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7.7ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજ્યું ઉ. ભારત, નેપાળમાં તબાહીનું મંજર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 એપ્રિલ: દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે. લગભગ 2 મિનિટ સુધી લોકોએ આ ઝટકાઓ અનુભવ્યા હતા. લોકો ડરીને ઘરોથી બહાર નીકળી આવ્યા હતા.

અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર ભૂકંપના ઝટકા ખૂબ જ ઝડપી હતા. દિલ્હી, રાંચી, જયપુર, પટના, ગુવાહાટી, લખનઉ, કોલકાતા, અસમ સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં લગભગ 2 મિનિટ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેપાળના પોખરામાં નોંધાયું છે. જાણકારી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.4ની આંકવામાં આવી છે.

નેપાળની રાજધાની કાઠમાંડૂના 85 કિમી દૂર પોખરાની પાસે ભૂકંપનું કેન્દ્ર રહ્યું. ભૂકંપની તીવ્રતા વધારે હોવાના કારણે ભારે નુકસાનની વાતો સામે આવી રહી છે. ઘણા ઘરો તૂટી ગયા છે. રાજધાની કાઠમાંડૂમાં પણ ઘણી ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. જાનમાલનું ભારે નુકસાન થયું છે. ભૂકંપના કારણે ભયભીત લોકો હજી સુધી પોતાના ઘરો અને ઓફિસમાં જતા કતરાઇ રહ્યા છે.

જાણકારી અનુસાર 5 મિનિટ બાદ એક વાર ફરીથી ભૂકંપના ઝટકા અનુભવાયા છે. લોકો ડરથી ઘરોથી નીકળીને માર્ગો અને ખુલ્લા મેદાનમાં એકઠા થઇ ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભૂકંપ બાદ ટ્વિટ કરીને નેપાળમાં ભૂકંપ અંગેની જાણકારી આપી છે.

  • નેપાળ હવાઇમથકને બંધ કરી દેવાયું

ભૂકંપને પગલે નેપાળ હવાઇ મથકને બંધ કરી દેવાયું છે. અને અત્રે આવનારી ફ્લાઇટ્સને ભારત તરફ ડાઇવર્ટ કરી દેવામાં આવી છે.

  • બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ અને ગુજરાત સુધી અનુભવાયા આંચકા.
  • શિલિગુડીમાં એક ઇમારત ધરાસાઇ થઇ, જાનહાનીની આશંકા છે.
  • બારાબંકીમાં બે મોત થયાના સમાચાર મળી રહ્યા છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપના પગલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાત કરી.
  • નેપાળમાં અત્યાર સુધી 100 લોકોના મોત થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
  • ભારતમાં 20 લોકોના મોત
    નેપાળમાં આવેલા જબરદસ્ત ભૂકંપને પગલે ભારતમાં પણ જાનમાલનું નુકસાન થયું છે. ભારતમાં 20 લોકોના મોત થયાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જ્યારે નેપાળમાં કુલ મૃત્યુઆંક 150 પહોંચ્યો છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં બોલાવી હાઇ લેવલ બેઠક
  • ભારતમાં 20ના મોત
  • બિહારમાં 15ના મોત
  • પશ્ચિમ બંગાળમાં 3ના મોત
  • ઉત્તર પ્રદેશમાં 2ના મોત
  • નેપાળમાં કુલ મૃત્યુઆંક 150 પહોંચ્યો
  • નેપાળમાં મૃત્યુઆંક 1500 સુધી પહોંચ્યો, જ્યારે ભારતમાં 63 લોકોના મોત થયા છે.

ભૂકંપના કારણે નેપાળમાં તબાહીભર્યો માહોલ સર્જાયો છે, તેમજ ઉત્તર ભારતમાં પણ ક્યાંક ક્યાં ઇમારતો ધસવાની ઘટના સામે આવી છે. ભૂકંપની પળેપળની ખબર જુઓ સ્લાઇડરમાં...

નેપાળમાં ભૂકંપના કારણે તબાહી

અડધુ ભારત ધ્રુજ્યું 7.7ની તિવ્રતાના ભૂકંપથી, નેપાળમાં તબાહી

નેપાળમાં ભૂકંપના કારણે તબાહી

ભૂકંપના કારણે રસ્તાઓ ફાટી ગયા

નેપાળમાં ભૂકંપના કારણે તબાહી

ઇમારતો ધસવાથી ભારે નુકસાન, ઘણા લોકો ફસાયા

નેપાળમાં ભૂકંપના કારણે તબાહી

ભૂકંપ કાળ બન્યો નેપાળમાં, હતું નહતુ કરી દીધું.

ધરહરા મિનાર ધરાશાઇ

ધરહરા મિનાર ધરાશાઇ, આ મિનારમાં હજી 400 લોકો ફસાયેલા હોવાનું અનુમાન.

શિલિગુડી, પંશ્ચિમ બંગાળ

શિલિગુડી, પંશ્ચિમ બંગાળમાં દર્દીઓ હોસ્પિટલમાંથી બહાર આવી ગયા હતા.

આગરામાં બિલ્ડિંગ ધરાશાઇ

આગરામાં કોલેજનું બિલ્ડિંગ ધરાશાઇ

નેપાળમાં ભૂકંપ દરમિયાનના દ્રશ્યો

નેપાળમાં ભૂકંપ દરમિયાનના દ્રશ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી આપ્યું આશ્વાસન

લખનઉમાં પણ થયું નુકસાન

લખનઉમાં પણ થયું નુકસાન

આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી ગુજરાત

આનંદીબેન પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે ગુજરાતના પ્રવાસીઓ ત્યાં ફસાયા છે.

નેપાળમાં ભૂકંપના કારણે તબાહી

નેપાળમાં ભૂકંપના કારણે તબાહીભર્યું મંજર

લખનઉમાં પણ થયું નુકસાન

લખનઉમાં પણ થયું નુકસાન

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળના શિલિગુડીમાં બિલ્ડીંગ ધસી પડી

નેપાળમાં ભૂકંપના કારણે તબાહી

નેપાળમાં શક્તિશાળી ભૂકંપના કારણે તબાહી

નેપાળમાં ભૂકંપના કારણે તબાહી

નેપાળમાં ભૂકંપના કારણે તબાહી

નેપાળમાં ભૂકંપના કારણે તબાહી

મહત્વના કોંટેક્ટ નંબર.

નેપાળમાં ભૂકંપના કારણે તબાહી

નેપાળમાં ભૂકંપના કારણે તબાહીનું દ્રશ્ય

હજારો ઘાયલ

હજારો ઘાયલ થયા છે, સ્થાનિકો અને બચાવ કર્મચારીઓ લોકોને બચાવવામાં લાગી ગયા છે.

English summary
Massive earthquake with epicentre in Nepal rocks Delhi and National Capital Region. Earthquake was of 7.4 magnitude.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X