For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મીડિયાએ તમામ હકીકતોની ચકાસણી કરીને જવાબદારીપૂર્વક વર્તવુ જોઈએઃ શશિ શેખર

પ્રસારભારતીના સીઈઓ શશિ શેખર વેમ્પતીએ કહ્યુ કે મીડિયાએ તમામ હકીકતોની ચકાસણી કરીને જવાબદારીપૂર્વક વર્તવુ જોઈએ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સાર્વજનિક પ્રસારક સંસ્થા પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે શનિવારે પોતાના ટ્વિટ દ્વારા એ મીડિયા રિપોર્ટ પર સ્પષ્ટીકરણ જાહેર કર્યુ છે જેમાં દૂરદર્શન કેન્દ્રોને બંધ કરવાની વાત કહેવામાં આવી છે. શશિ શેખરે આ દાવાઓને પાયાવિહોણા ગણાવીને કહ્યુ કે છત પર લાગેલા એન્ટેનાના માધ્યમથી ટીવી જોવાનો જમાનો ગયો માટે સમયની માંગ જોઈને દશકો પહેલા સ્થાપિત કરવામાં આવેલા એનાલૉગ ટ્રાન્સમીટરને તબક્કાવાર રીતે બંધ કરવા જરૂરી સુધાર છે.

prasarbharti

પ્રસારભારતીના સીઈઓ શશિ શેખર વેમ્પતીએ કહ્યુ કે મીડિયાએ તમામ હકીકતોની ચકાસણી કરીને જવાબદારીપૂર્વક વર્તવુ જોઈએ. દૂરદર્શન કલાબુરગી દ્વારા સામગ્રી નિર્માણમાં કોઈ ફેરફાર થયો નથી. ડીડી કલાબુરગીની સામગ્રી ડિજિટલ પ્લેટફૉર્મ અને સોશિયલ મીડિયા સિવાય તેના નિયત સ્લોટ પર @ddchandanabng પર પ્રસારિત થતી રહેશે. શશિ શેખરે વધુમાં કહ્યુ કે અપ્રચલિત ટ્રાન્સમીટરમાંથી આ રીતે મીડિયાના અમુક ભાગો દ્વારા ખોટી રીતે રજૂઆત કરવી બેજવાબદાર છે. ભારતમાં રૂફ ટૉપ એન્ટેના દ્વારા ટેલીવિઝન જોવાનુ હવે થતુ નતી. એનાલોગ ટ્રાન્સમીટર્સ જે તબક્કાવાર દાયકાઓ પહેલા સેટઅપ કરવામાં આવ્યા હતા તેમાંથી બહાર નીકળવુ જરૂરી સુધારો છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક વર્ષોમાં દૂરદર્શન અને ઑલ ઈન્ડિયા રેડિયોમાં પ્રસારણ સુધારાને લાગુ કરીને પ્રસાર ભારતી એનાલૉગ ટેરેસ્ટ્રીયલ ટીવી ટ્રાન્સમીટર જેવી અપ્રચલિત પ્રસારણ ટેકનિકોને ઝડપથી સમાપ્ત કરી રહ્યુ છે જેનાથી ઉભરતી ટેકનોલૉજી અને નવી સામગ્રીના ફેરફારનો માર્ગ મોકળો બની શકે.

અમુક મીડિયા આઉટલેટ્સમાં પ્રસિદ્ધ થતી ખોટી માહિતીની નોંધ લઈને પ્રસારભારતીએ સ્પષ્ટતા કરી છે કે અપ્રચલિત એનાલૉગ ટેરેસ્ટ્રીયલ ટીવી ટ્રાન્સમીટરને તબક્કાવાર દૂર કરવા માટે પ્રસારણ સુધારણ પગલાં ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. ડીડી સિલ્ચરના ચોક્કસ કેસ તરફ ધ્યાન દોરીને પ્રસાર ભારતીએ સ્પષ્ટ કર્યુ છે કે ડીડી સિલ્ચર આસામ-ડીડી આસામ રાજ્યને સમર્પિત દૂરદર્શનની સેટેલાઈટ ચેનલ પર પ્રસારણ માટે કાર્યક્રમ સામગ્રી બનાવવાનુ ચાલુ રાખશે.

નોંધનીય છે કે એનાલૉગ ટેરેસ્ટ્રીયલ ટીવી એક અપ્રચલિત ટેકનિક છે અને તેનુ તબક્કાવાર થવુ સાર્વજનિક હિત અને રાષ્ટ્રીય હિત બંનેમાં છે કારણકે આ વિજળી પર બિનજરૂરી ખર્ચને ઘટાડવા ઉપરાંત 5જી જેવી નવી અને ઉભરતી ટેકનોલૉજી માટે મૂલ્યવાન સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરાવે છે. અત્યાર સુધી બધા અનાલૉગ ટ્રાન્સમીટરોમાંથી લગભગ 70%ને તબક્કાવાર રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. બાકીના તબક્કાવાર રીતે ફેઝઆઉટ કરવામાં આવી રહ્યા છે. પ્રસારભારતી 31 માર્ચ, 2022 સુધી બાકીના અપ્રચલિત એનાલૉગ ટ્રાન્સમીટરોને તબક્કાવાર રીતે બંધ કરશે.

English summary
Media should conduct itself in a responsible manner: Shashi Shekhar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X