આઈઆઈટીના છાત્રોને 1.5 કરોડનું પેકેજ આપી રહી છે માઈક્રોસોફ્ટ, ઉબર બીજા નંબરે
સતત ત્રીજા વર્ષે માઈક્રોસોફ્ટ આઈઆઈટી છાત્રોને સૌથી વધુ પેકેજ આપનારી કંપની બનીને ઉભરી છે. કંપની આઈઆઈટીના છાત્રોને અમેરિકામાં નોકરી માટે વાર્ષિક 1.5 કરોડનું પેકેજ આપી રહી છે. આઈઆઈટી અધિકારીઓએ જણાવ્યુ કે માઈક્રોસોફ્ટ બાદ કેબ કંપની ઉબર બીજા નંબર પર છે. જે વાર્ષિક 1 કરોડથી વધુ પેકેજ ઓફર કરી રહી છે. આ પેકેજ 2019માં ગ્રેજ્યુએટ થનારા છાત્રોને ઓફર કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચોઃ 2019માં મધ્યમ વર્ગ વચ્ચે પકડ જમાવવા કોંગ્રેસનો આ છે 'ખાસ પ્લાન'

1,49,50,109 રૂપિયાનું પેકેજ
આઈઆઈટીના પ્લેસમેન્ટ સેલના મેમ્બર્સે જણાવ્યુ કે અત્યાર સુધીમાં માઈક્રોસોફ્ટ અને ઉબર જ એવી કંપનીઓ છે જે છાત્રોને 1 કરોડ રૂપિયાથી ઉપરનું પેકેજ ઓફર કરી રહી છે. માઈક્રોસોફ્ટ $214,600 (1,49,50,109 રૂપિયા) નું પેકેજ આપી રહી છે. જેમાં બેઝ સેલેરી, પર્ફોર્મન્સ બોનસ અને બાકીની વસ્તુઓ શામેલ છે.

આઈઆઈટીમાં અસાધારણ પ્રતિભાની શોધ
ઈકોનોમિક્સ ટાઈમ્સના સમાચાર અનુસાર માઈક્રોસોફ્ટ ઈન્ડિયાની હ્યુમન રિસોર્સ હેડ ઈરા ગુપ્તાએ કહ્યુ કે ભારત માઈક્રોસોફ્ટ માટે એન્જિનિયરિંગ ટેલેન્ટનો એક સોર્સ છે. ‘આ વર્ષે અમે ભારતની ટોપ એન્જિનિયરીંગ કોલેજોમાં 400થી વધુ જોબ ઓફર પહેલેથી જ આપી ચૂક્યા છે અને 8 આઈઆઈટીમાં અસાધારણ પ્રતિભાની શોધ ચાલુ રહેશે જેના હાયરિંગ સ્લોટ 1 ડિસેમ્બરે ખુલશે.' જ્યાં નવા આઈઆઈટીમાં હાયરિંગની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યાં જૂના અને પ્રતિષ્ઠિત આઈઆઈટીમાં તે 1 ડિસેમ્બરથી શરૂ થશે.

ઉબર બીજા નંબર પર
માઈક્રોસોફ્ટ અને ઉબર ઉપરાંત ઘણી ગ્લોબલ કંપનીઓ પણ છાત્રોને ઈન્ટરનેશન રોલ ઓફર કરી રહી છે. ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ સ્કૉયરપોઈન્ટ કેપિટલ અને જાપાની કંપનીઓ જેવી કે વર્ક્સ એપ્લીકેશન્સ અને મરકરી પણ આઈઆઈટીના છાત્રોને નોકરી પર રાખી રહી છે.
આ પણ વાંચોઃ નિપાહ વાયરસ અંગે કેરળમાં ફરીથી એલર્ટ, અત્યાર સુધીમાં 17 લોકોના જીવ ગયા