For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એર હોસ્ટેસના વાંકે પાયલોટને ડામ.. હવામાં રમી હોળી જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 માર્ચ: હોળીના દિવસે સ્પાઇસ જેટની એર હોસ્ટેસનો ડાંસ કરવો ખૂબ મોંઘો પડી ગયો છે. હોળીના દિવસે અને એ પણ ઉડાન દરમિયાન પોતાના વિમાનોમાં ડાંસ કરવો અને હોળીની ઉજવણી કરવી સ્પાઇસજેટ માટે દંડનું કારણ બની ગયું છે.

ગોવાથી બેંગલોર જઇ રહેલી સ્પાઇસજેટની ફ્લાઇટમાં કેબિન ક્રૂના લોકો ઊડાન સમયે ડાંસ કરતા રહ્યા. એર હોસ્ટેસ અને વિમાનના ક્રૂ મેમ્બર બલમ પિચકારી ગીત પર ઠૂમકો લગાવવા લાગ્યા. આ ફ્લાઇટનો વીડિયો વાયરલ થતા જ નાગર વિમાનન નિયામકે સ્પાઇસજેટ એરલાઇનને કારણ બતાઓ નોટિસ જારી કરી દીધી છે અને પૂછ્યું છે કે આપના લાયસન્સને સસ્પેન્ડ કરી દેવામાં આવે.

પોતાની ફ્લાઇટમાં થયેલી આવી હરકતની જાણ થતા સ્પાઇસજેટે કડક વલણ અપનાવતા બે દોષી પાયલટોને સસ્પેન્ડ કરી દીધા છે. ઇંટરનેટ પર ફ્લાઇટના અંદરની વીડિયો અપલોડ થતા જ એ યૂટ્યૂબ અને અન્ય માધ્યમોમાં વાયરલ થઇ ગયો. આ વીડિયોમાં કેબિન ક્રૂ એક ગીત પર ડાંસ કરતી દેખાઇ રહી છે.

air hostess
અત્રે નોંધનીય છે કે સ્પાઇસજેટના કેબિન ક્રૂએ ઉડાન દરમિયાન ફિલ્મ 'યે જવાની હે દીવાની'નું એક ગીત 'બલમ પિચકારી..' પર ડાંસ કરીને હોળીની ઊજવણી કરી હતી. આ દરમિયાન કોઇ યાત્રીએ તેનો વીડિયો બનાવીને તેને યૂટ્યૂબ પર પોસ્ટ કરી દીધો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ખૂબ જ વાઇરલ થયો.

ડીજીસીએએ આ વીડિયોને પૂરાવા તરીકે ઉપયોગ કરી નોટિસ જારી કરી દીધી છે. તેમણે પોતાની નોટિસમાં જણાવ્યું છે કે કેબિન ક્રૂ મેમ્બરની આ હરકતથી અન્ય મેમ્બર પર પણ આની અસર પડી શકતી હતી અને લોકોના ડાંસ કરવાથી વિમાનમાં હાજર અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકાઇ શકતા હતા. ડીજીસીએએ સ્પાઇસજેટને જવાબ આપવા માટે 15 દિવસનો સમય આપ્યો છે.

સમગ્ર ઘટના જુઓ વીડિયો...

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/MgjHTF0VbBM" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
The Directorate General of Civil Aviation has issued a show-cause notice to SpiceJet, asking as to why the airline’s permit should not be suspended after safety violations on board its flights on Holi came to the regulator’s notice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X