For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘરે જવા નીકળેલા મજૂરોએ હાઈવે પર ધમાલ મચાવ્યો, પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો

ઘરે જવા નીકળેલા મજૂરોએ હાઈવે પર ધમાલ મચાવ્યો, પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો

By Staff
|
Google Oneindia Gujarati News

યમુનાનગરઃ 53 દિવસથી ચાલી રહેલા લૉકડાઉનમાં કામ-ધંધા બંધ થઈ ગયા છે, જેને પગલે પ્રવાસી મજૂરો સમક્ષ વિકરાળ હાલાત છે. એવામાં તેમની પાસે ઘરે ફર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી બચ્યો, પરંતુ જાય તો જાય ક્યાં. રેલવે નથી ચાલતી, બસ પણ બંધ છે અને તેમની પાસે રૂપિયા પણ નથી વધ્યા. આ કારણે તેઓ પગપાળા તો કેટલાક વાહન લઈને પોતાના ગામ તરફ નીકળી પડ્યા છે.

રવિવારે પંજાબ, ચદીગઢ અને હિમાચલ પ્રદેશ તરફથી આવી રહેલા પ્રવાસી મજૂરોને યમુનાનગરમાં રોકવામાં આવ્યા તો તેમણે હંગામો મચાવી દીધો. હાઈવે નજીક આવેલ ગામની સરકારી સ્કૂલમાં પહેલાથી રોકાયેલા કેટલાક પ્રવાસી શ્રમિક પણ નેશનલ હાઈવે 344 પર આવી ગયા. જે બાદ આ પ્રવાસીઓએ હાઈવે પર જામ લગાવી દીધો. પ્રવાસીઓને પોલીસે સમજાવવાની કોશિશ પણ કરી પરંતુ તેઓ ના માન્યા અને પોલીસ સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા. કેટલાકે ત્યાં પથ્થરમારો કર્યો. સમજાવવા છતાં ના માનતા પોલીસે આખરે લાઠીચાર્જ કરી તેમને ત્યાંથી ભગાડ્યા.

મજૂરોએ રોડ જામ કર્યો

મજૂરોએ રોડ જામ કર્યો

જે બાદ પ્રવાીસ પોતાની સાઈકલ અને અન્ય સામાન છોડી ખેતરમાં ભાગતા જોવા મળ્યા અને તેમનો બધો સામાન ખેતરમાં જ છૂટી ગયો. જણાવી દઈએ કે બાહરી રાજ્યોથી આવી રહેલા પ્રવાસીઓને યમુનાનગરમાં રોકી એક સરકારી સ્કૂલમાં એકઠા કરવામાં આવી રહ્યા છે. પ્રશાસન અને ગ્રામીણ સરપંચ તરફથી તેમને એટલા માટે રોકવામાં આવ્યા હતા જેથી તેમને જલદી જ તેમના વતન મોકલી શકાય, પરંતુ તેમને અહીં રોકાયાના પાચ દિવસ થઈ ગયા અને બાદમાં તેમની ધરજ ખુટી.

પોલીસ લાઠીચાર્જ કરવો પડ્યો

પોલીસ લાઠીચાર્જ કરવો પડ્યો

પ્રવાસીઓનું કહેવું છે કે તેઓ પોતાના વતન જવા માંગે છે, પરંતુ સરકારે તેમને જવા ના દીધા. યૂપી બોર્ડરથી આગળ તેમને જવા દેવાતા નથી. મજૂબૂરીમા તેઓ અહીં રોકાયા છે. અગાઉ પણ પ્રવાસીઓએ રોડ જામ અને પથ્થરમારો કર્યો હતો.

આખરે સત્તાધીશ આટલા નિષ્ઠુર કઈ રીતે હોય શકે છે?

પ્રવાસી શ્રમિકો પર પોલીસ દ્વારા કરવામાં આવેલ લાઠીચાર્જનો એક વીડિયો યુગ કોંગ્રેસે ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કર્યો છે. વીડિયો ટ્વીટ કરતા લખ્યું, 'લાચાર મજૂરોને લાઠી-ડંડાથી પીટતી હરિયાણા પોલીસ. આખરે સત્તાધીશ આટલા નિષ્ઠુર કઈ રીતે હોય શકે છે? દિલ્હીની ઈમારતોની બારીમાંથી પોલીસનો આ ઉત્પાત જોઈ શકાય છે પરંતુ દિલ્હીની ખુરશી પર બેઠેલા લોકો તેમને રોકતા કેમ નથી?'

રાજ્ય સરકારને કેન્દ્રનો આદેશ- મજૂરોને ખોરાક, છત અને વિશેષ ટ્રેનની ટિકિટ આપોરાજ્ય સરકારને કેન્દ્રનો આદેશ- મજૂરોને ખોરાક, છત અને વિશેષ ટ્રેનની ટિકિટ આપો

English summary
migrant workers jammed the national highway In Yamunanagar then police lathi-charged
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X