For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'નરેન્દ્ર મોદી 100 ટકા ધર્મનિરપેક્ષ, તેમને પીએમ બનાવો'

By Super
|
Google Oneindia Gujarati News

narendra-modi
નવી દિલ્હી, 29 જાન્યુઆરીઃ ભાજપ નેતા અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ઘોષિત કરવાની દલીલ કરી છે. રામ જેઠમલાણીએ યશવંત સિન્હાના નિવેદનનું સમર્થન કરતા કહ્યું કે મોદીએ પીએમ પદ માટે સૌથી યોગ્ય કહ્યાં છે. જેઠમલાણીએ મોદીના વખાણ કરતા એવું પણ કહ્યું કે, મોદી 100 ટકા ધર્મનિરપેક્ષ છે. તેમણે કહ્યં કે રાજકારણમાં ધર્મનિરપેક્ષ અને સાંપ્રદાયિક શબ્દોનો દુરુપયોગ થયો છે.

રામ જેઠમલાણીએ એ સ્પષ્ટ કર્યું કે લોકતંત્રમાં બધાને પોતાના વિચારો રજૂ કરવાના અધિકાર છે, જો કે, તે પોતાની જ પાર્ટીના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજના નામ પર કંઇક કહેવાથી બચ્યા છે. તેમણે કહ્યું કે, હાલ દેશનો મૂડ નરેન્દ્ર મોદીના પક્ષમાં છે. જો ભાજપ તેમને પ્રોજેક્ટ કરે છે તો ચૂંટણીમાં પાર્ટીથી તેનો ફાયદો થશે.

બીજી તરફ મોદીને લઇને નીતીશ કુમારનો અસ્વિકાર કરતા કહ્યું કે, મોદી પર નીતીશના વિચારને ખોટા માનવામાં આવે છે. રામ જેઠમલાણીએ આ નિવેદનને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને ભાજપ નેતા સીપી ઠાકરનું સમર્થન મળ્યું છે. સીપી ઠાકૂરએ એકવાર ફરી મોદીની પીએમ પદના ઉમેદવારની દલીલ કરી છે.

સીપી ઠાકૂરે કહ્યું કે મોદીના ઉમેદવાર બનાવવાની માંગ વધી ગઇ છે અને હું પણ તેમના સમર્થન કરતા કહ્યું છે. સુષ્મા સ્વરાજ પણ સારા નેતા છે પણ હાલ માંગ નરેન્દ્ર મોદીને લઇને થઇ રહી છે. ભાજપ નેતાએ પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકની માંગ કરતા કહ્યું કે નામ નક્કી કરવામાં મોડું થઇ રહ્યું છે, તેવામાં પાર્ટીને ટૂંક સમયમાં સંસદીય બોર્ડની બેઠક બોલાવવી જોઇએ અને નિર્ણય લેવો જોઇએ. મોદીની ઉમેદવારીને લઇને સીપી ઠાકૂરે કહ્યું કે એકવાર જ્યારે ભાજપ નેતા પંસદ કરી લે તો ત્યાર બાદ એનડીએની આપાતકાલિક બેઠક બોલાવવી જોઇએ.

English summary
Ram Jethmalani upped the stakes once gain on Tuesday by declaring that the Gujarat Chief Minister is 100% secular.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X