હૈદરાબાદમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું,' યસ વી કેન- વી વીલ ડૂ'
હૈદરાબાદ, 11 ઑગસ્ટઃ ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય ચૂંટણી પ્રચાર સમિતિના વડા નરેન્દ્ર મોદી રવિવારે હૈદરાબાદના લાલબહાદુર સ્ટેડિયમ ખાતે પાર્ટીની વિરાટ રેલીને સંબોધિત કરી છે. આ તકે તેમણે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ પર આકરા પ્રહારો તો કર્યા જ હતાં પરંતુ તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સ્ટાઇલમાં એક સૂત્ર વહેતું કર્યું હતું કે યસ વી કેન- યસ વી ડૂ
આ તકે તેમણે જણાવ્યું કે, 17 સપ્ટેમ્બરે હૈદરાબાદ લિબરેશન દિવસ મનાવો છો અને મારું સૌભાગ્ય છે કે તે દિવસે મને તમારી વિશેષ યાદ આવે છે કારણ કે તે દિવસે મારો જન્મદિવસ છે. સાર્વજનિક જીવનમાં આવી દિલને સ્પર્શે તેવી ઘટના મનુષ્ય જીવનની મોટી પ્રેરણા બની જાય છે. એક શીખ પરિવાર આંધ્રપ્રદેશમાં રહે છે અને પુત્ર કેનેડામાં રહે છે, કેનેડાથી તેને પુત્ર ટ્વિટર પર લખે છે અને આજે મને એ માતાના ચરણ સ્પર્શ કરવા મળ્યા તે બદલ હું ભાગ્યશાળી છું. એ માતાના આશિર્વાદ હું તેમને નમન કરું છું. આ ઘટના મારા જીવનમાં સદા પ્રેરણાદાયક ઘટના બની રહેશે. જ્યારે દેશમાં રાજકારણ પરથી ભરોસો ઉઠી ગયો છે. દિલ્હીના એક પછી એક કારનામાએ હિન્દુસ્તાનના સામાન્ય માનવીના દિલમાંથી એક ભરોસો તોડી નાંખ્યો છે.
આટલા બધા નવ યુવાન આવ્યા છે, પરંતુ આના કરતા વધારે નવ યુવાનો બહાર છે. તેઓ અંદર નથી આવતા તેમની હું માફી માંગુ છું. હું તમને વિશ્વાસ અપાવું છું, સ્ટેડિયમમાં સ્થાન હોય કે ના હોય મારા દિલમાં તમારા માટે સ્થાન છે. તમારે મને વીડિયો અને ટીવીથી જોવું પડે છે કે મારું સૌભાગ્ય નથી કે હું તમને જોઇ શકતો નથી, મને જ્યારે પણ તક મળશે હું આંધ્રમાં બીજી વખત આવીશ જેમના દર્શન આજે નથી કરી શક્યો તેમના દર્શન બીજી વખત જરૂર કરીશ એ વિશ્વાસ અપાવું છું.
ગત સપ્તાહની જે ઘટનાઓ છે, તેણે દેશને હચમચાવી નાંખ્યું છે. પ્રશ્ન એ છે કે આપણે કોના પર વિશ્વાસ કરીએ. આપણા દેશની સેનાના જવાનોના માથા વાઢી નાંખે ત્યારે ભારતના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આવી ઘટના બીજી વખત થશે તો પાકિસ્તાન પાસેથી જવાબ આપીશુ. આ જ અઠવાડિયે પાકિસ્તાનની સેનાએ આવીને અમારા દેશના રક્ષા કરનારા આપણા દેશના સૈનિકોને મારી નાંખ્યા. દિલ્હીની સલ્તનતને હિન્દુસ્તાન પૂછી રહ્યું છે કે તમે વચન આપ્યું હતું કે તમે આવી બાબતને સહન નહીં કરો શું કારણ થયું પાકિસ્તાન એક પછી એક ઝુલમ કરી રહ્યું છે અને સવાસો કરોડનો દેશ ચૂપચાપ બધી વસ્તુઓ સહન કરી રહ્યો છે.

actor rana
actor rana

Balakrishns
Balakrishns

bjp leaders nagam janardhan reddy kishan Reddy
bjp leaders nagam janardhan reddy kishan Reddy

directo Raghavendra rao
directo Raghavendra rao
ફરી એકવાર દેશનો તૂટ્યો વિશ્વાસ
ગત દિવસોમાં એક પછી એક ઘટનાઓ ઘટી છે, તમે જુઓ દેશ કેવો સળગી રહ્યો છે. કાશ્મિરમાં ત્રણ દશકાથી જે ચાલી રહ્યું છે, આજે ભાજપના વિપક્ષના નેતા અરૂણ જેટલી કિશ્તવાડના પીડિતોના હાલ પુછવા જઇ રહ્યાં હતા પરંતુ ત્યાંની સરકારે સત્ય છૂપાવવા માટે અરૂણ જેટલીને જમ્મૂના એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યા. જમ્મૂના પહાડી વિસ્તારમાં આ ઘટનાને નાની ઘટના માનવામાં ના આવે, જે સંકટ કાશ્મિરે સહન કર્યું છે તેમાં નાપાક ઇરાદાની બુ આવી રહી છે. પ્રશ્ન ભારતના શાંતિપ્રિય નાગરીકોને સુખ ભર્યું જીવન જોઇએ છે પરંતુ ફરી એકવાર દેશનો વિશ્વાસ તુટી ગયો.
હિન્દુસ્તાનની સુરક્ષાની અણદેખી
દિલ્હીની સરકાર દેશને સુરક્ષા આપી શકે તેમ નથી. વોટ બેન્કના રાજકારણમાં ડુબેલી સરકાર હિન્દુસ્તાનની સુરક્ષાને અણદેખી કરી રહી છે. કોઇ બાંગ્લાદેશી ઘુસણખોર આવે છે , તેને રોકવા માગે છે, રોકાતો નથી, બીએસએફના જવાનોને સૂચના છે કે કોઇ પગલાં નહીં ભરવા. ઘુસણખોરોને રોકવા અંગે બીએસફના જવાનો પર રોક લગાવી દેવામાં આવી છે. બીએસફના જવાનો લડવાના બદલે અંદર આવવાની પરવનાગની આપી દે છે.
ચીનનાં મુદ્દે સરકારને ઘેરી
ચીને આપણી સીમામા આવીને અડીંગો જમાવ્યો, બધાએ જોયું કે ચીન કેવી રીતે આપણી ધરતી પર આવી રહ્યું છે કેવી રીતે જગ્યા બનાવી રહ્યું છે. ચીને પોતાની ધરતી પર જવાનું જ હતું અને એ ગયું, પણ સરકારે એવી સમજૂતી કરી કે હિન્દુસ્તાનનું નાક કપાઇ ગયું હિન્દુસ્તાનનીએ સેનાએ પણ પોતાની ધરતી પર પાછ ફરવાનો નિર્ણય કરવો પડ્યો એ દુર્ભાગ્યપૂર્ણ છે.
મોટા નિવેદનો કરીને ભારતના વિદેશમંત્રી ચીન ગયા અને ત્યાં આ હરકતો સામે અવાજ ઉઠાવવાનો હતો તેના બદલે હિન્દુસ્તાનના વિદેશ મંત્રીએ નિવેદન આપ્યું કે, બેઇજિંગ એટલું સારું શહેર છે કે મને અહીં રહી જવાની ઇચ્છા થાય છે. ડુબી મરવું જોઇએ તમે ઇજા પર મીઠું રેડી રહ્યાં છો. પાકિસ્તાને જ્યારે આપણા જવાનોના માથા વાઢી નાંખ્યા હતા ત્યારે ભારતના વિદેશ મંત્રી જયપુર જઇને પાકિસ્તાનના મહેમાનોને બિરયાની ખવડાવતા હતા અને કહે છે કે આ પ્રોટોકોલ છે. જે આપણા જવાનોના માથા કાપી લે તેની સાથે પ્રોટોકોલ હોય ખરું, શું હિન્દુસ્તાનની જનતાની પીડા પર મીઠું રેડવાનું કામ છે કે નહીં.
ઇટલીના મુદ્દે કોંગ્રેસને લીધી આડે હાથ
સવાસો કરોડના દેશમાં ઇટલીના લોકો કેરળમાં આપણા માછીમારોને ગોળી મારી દે, તેમની ધરપકડ કરવામાં આવે, હિન્દુસ્તાનો હોય તો તેને જામીન ના મળે, પણ ઇટલીના જવાનોને જામીન મળી જાય, પછી દેશ પહોંચ્યા બાદ ઇટલી સરકાર આંખ બતાવે અને કહીં દે કે તેઓ તેમના નૌસેનિકોને પરત નહીં મોકલે આપણી સરકાર કઇના કહીં શકે ત્યારે ભારતની સુપ્રિમ કોર્ટે આંખ લાલ કરવી પડી અને તેના કારણે ઇટલી ઝુક્યું હતું.
હું આ ઘટનાઓ એટલા માટે સંભળાવી રહ્યો છું કે દિલ્હીની સરકાર એકપણ વિષય પર ગંભીર નથી. તેમને દેશની સમસ્યાની ચિંતા નથી. મારા યુવાનો તમને દેશની અને મને દેશના યુવાનોની ચિંતા છે. આ દેશના યુવાનો ક્યાંજશે. કોંગ્રેસની સરકાર મહારાષ્ટ્રમાં પણ છે અને આંધ્રમાં પણ છે. કોંગ્રેસના નેતાઓ સાંભળી લે કે આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં રાજ કર્યું છે અને ત્યાં સૌથી વધારે આત્મહત્યા થઇ રહી છે. આપણા યુવાનોને ગ્લફ કન્ટ્રી જવું પડે છે અને ડિવાઇડ એન્ડ રૂલ હેઠળ 2004માં કોંગ્રેસ પાર્ટીએ આંધ્ર પ્રદેશની જનતાને વચન આપ્યું હતું તેલંગણા આપવાનું વચન કર્યું હતું. આંધ્રમાંથી આખા દેશમાંથી સૌથી વધુ એમપી આંધ્રમાંથી મળેલા એમપીથી મળી છે.
તેલંગણાના પક્ષમાં ભાજપ પહેલાથી છે
મધ્યપ્રેદશમાંથી છત્તીસગઢ બન્યુ હોય, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ અને બિહારમાંથી ઝારખંડ હોય બન્ને રાજ્યો ભાઇને જેમ રહીને મીઠાઇ ખાઇ છે. પણ આ કોંગ્રેસે એવા કારનામા કર્યા છે કે ભાઇ ભાઇ વચ્ચે દરાર કરી દીધી છે. આ પાપ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. તેલંગણાના પક્ષમાં ભાજપ પહેલાથી છે. અમે વચન આપ્યું હતું તેલંગણા બનાવવાનું વચન આપ્યું હતું. સિમાંદ્રની અનદેખી નહીં થાય. સિમાંદ્ર હૈદરાબાદ કરતા પણ વધારે પ્રગતિશિલ બને તેવી યોજના હોવી જોઇએ. હૈદરાબાદને બન્ને રાજ્યની રાજધાની બનાવીશું. તો 2004માં કેમ ના કર્યું કે 10 વર્ષની અંદર તેલંગણા માટે અલગ રાજધાની બની જાત.
ગુજરાત કરી શકે તો આંધ્ર અને તેલંગણા કેમ નહીં
આંઘ્રના લોકો સાથે અન્યાય કરવાનો તમને અધિકાર નથી. અમારા દિલમાં તેલંગણાનુ અને સિમાંદ્રનું એટલું જ મહત્વ છે. હું અહીં છું અને ગુજરાતની ધરતી પરથી આવ્યો છું. મહાત્મા ગાંધી, સરદાર પટેલની ભૂમિ પરથી આવ્યો છે. તેલંગણા અને આંદ્રના ભાઇઓને પ્રાર્થના કરું છું. કોંગ્રેસ ગેમે તે કરે પરંતુ તમારા વચ્ચે તકરાર ના થવી જોઇએ. હું આંધ્ર અને તેલંગણાના ભાઇઓનો પૂછવા માગું છું કે, શું માતાના દૂધમાં પણ દરાર હોઇ શકે, માતાના દૂધમાં દરાર ના થવી જોઇએ. અને મારા ગુજરાતમાં સુરતમાં ચાર લાખ તેલુગુ ભાષી ભાઇ બહેન રહે છે. અમદાવાદમાં છ લાખ તેલુગુ ભાષી ભાઇ બહેન રહે છે. અમે સાથ સાથ જીવીએ છીએ, કામ કરીએ છીએ, જો ગુજરાત રહી શકે તો.અમે તેલંગણા વારા આંધ્ર વાળા સાથે રહી શકે છે.
આપણા બધાનું લક્ષ્ય એવું હોવુ જોઇએ આંધ્ર અને તેલંગણા એટલી પ્રગતિ કરે કે તે ગુજરાતથી આગળ નીકળી જાય. વિકાસ જ એક માત્ર રસ્તો છે અને તેમાંજ આ સમસ્યાનું સમાધાન છે. પરંતુ કોંગ્રેસ સરકાર વિકાસના રસ્તા પર જવા માંગતુ નથી કારણ કે તે લોકોને જવાબ આપી શકે તેમ નથી. આજે શબ્દોમાં મશ્રિત થયેલો ગ્રોથ લોકપ્રિય છે. આ શબ્દ પહેલા હતો? શા માટે આ શબ્દનો આજે ઉપયોગમાં લેવાય છે. કોંગ્રેસે કંઇ મિશ્રિત કર્યું નથી માત્ર બહાર કાઢી રહ્યાં છે.
મોદીએ એનટીઆરને યાદ કર્યા
તેથી કોંગ્રેસ આ દેશ માટે ભારણ બની ગઇ છે. આજે હું આંધ્રમાં આવ્યો છું ત્યારે હું એનટીઆરને યાદ કરું છું, એનટીઆરએ દેશની ઘણી સેવા કરી હતી. હું આંધ્રમાં દરેક રાજકીય દળોને એનટીઆરને ઉત્તમમાં ઉત્તમ શ્રદ્ધાંજલિ કોંગ્રેસમુક્ત ભારતનું નિર્માણ કરીને થઇ શકે છે. અને જે એનટીઆરને માને છે તેમણે પહેલા હિન્દુસ્તાને કોંગ્રેસમુક્ત કરવા માટે જે કરવું પડે તે કરવું જોઇએ. કેન્દ્ર કાળું નાણું પરત લાવવા માટે ઉત્સાહી નથી. વિદેશની ધરતીમાંથી કાળુ નાણું પાછું લાવવા માટે અમારા વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ આખા દેશમાં પ્રવાસ કર્યો પરંતુ કેન્દ્ર કાળું નાણું પરત લાવવા માટે કંઇ કરી રહ્યું નથી.
શિવરાજ સિંહ, લાલ કૃષ્ણ અડવાણીના વખાણ
આજે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ તેમની સરકારોએ દેશમાં સુશાસનની મિશાલ બેસાડી છે. આખા વિશ્વમાં સ્કીલ ડેવલોપમેન્ટનું મહાત્મ્ય પ્રાથમિક બની ગયું છે પરંતુ આધ્રમાં જોવા મળતું નથી. તમને ગુજરાતથી નફરત છે ગુજરાતનુ નામ ના લો પંરતુ તમિળનાડુમાંથી તો કંઇક શીખો, આંધ્ર માટે કંઇક કરો. આજે પણ કેન્દ્રને ખબર નથી કે ગરીબની થાળીમાં રોટલી કેવી રીતે પહોંચે. પણ તે માટેનો રસ્તો અમારા છત્તીસગઢના મુખ્યમંત્રીએ ડો. રમણ સિંહે દર્શાવ્યો છે, ફૂડ ટૂ પાવર.પંરતુ કોંગ્રેસને કંઇક શીખવું કે સમજવું નથી. પુત્રીઓનું સન્માન કેવી રીતે થાય, કન્યા ગૌરવ કેવી રીતે થાય, મધ્યપ્રદેશમાં જાઓ અમારા શિવરાજ સિંહને જુઓ તેમણે કન્યાને હક અને વ્યવસ્થા આપી છે.
મોદીએ કહ્યું, યસ વી કેન, વી વીલ ડૂ
આ તકે મોદીએ કહ્યું કે, યસ વી કેન, યસ વી કેન, વી વીલ ડૂ, વી વીલ ડૂ કહીને બરાક ઓબામાના સૂત્ર થકી પોતાના સ્પષ્ટ વિચારો હૈદરાબાદમાં આવેલી હજારોની મેદની વચ્ચે વહેતા મુક્યા હતા.
<center><center><center><center><center><iframe width="600" height="338" src="//www.youtube.com/embed/yk_lR88bpsg" frameborder="0" allowfullscreen></iframe></center></center></center></center></center>હૈદ્રાબાદના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પર બધી તૈયારીઓ પૂરી થઇ ગઇ છે અને મંચના એક તરફ સરદાર વલ્લભભાઇ પટેલ અને બીજી તરફ સ્વામી વિવેકાનંદના મોટા-મોટા કટઆઉટ લાગેલા છે, જે યુવાનોને પ્રેરિત કરી રહ્યાં છે. આ ફક્ત હૈદ્રાબાદના જ નહી પરંતુ આંધ્ર પ્રદેશના બાકી ભાગોમાં તથા બેંગ્લોર, ચેન્નઇથી પણ હજારોની સંખ્યામાં લોકો નરેન્દ્ર મોદીને સાંભળવવા માટે પહોંચ્યા છે.
રસ્તાની ચારેબાજુ મોદી-મોદી અને ફક્ત મોદીની ગૂંજ છે. યુવાનોમાં એક જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો એકલા જ નહી પરંતુ પરિવાર સાથે આવ્યા છે. કેમ ન આવે કારણ કે નવી સોચ નવી આશા જો જાગી ગઇ છે.