For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢમાં મોદીઃ મેડમ સોનિયા પર કર્યા પ્રહાર

|
Google Oneindia Gujarati News

બેમેતરા, 14 નવેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ દ્વારા ઘોષિત લોકસભા ચૂંટણી 2014ના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા આજે છત્તીસગઢમાં પાંચ જાહેરસભાઓ સંબોધવામાં આવી રહી છે. જે અનુસંઘાને તેમણે આજે બેમેતરામાં પોતાની પહેલી સભા સંબોધી છે. જેમાં તેમણે કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવી રહેલા જુઠ્ઠાણા પર આકરા પ્રહારો કર્યા હતા, તેમજ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી પર વેખક શાબ્દિક બાણ ચલાવ્યા હતા. આ સાથે જ તેમણે ડો. રમણસિંહ દ્વારા કરવામાં આવેલા વિકાસ કામોને બિરદાવ્યા હતા.

આ તકે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બેમેતરા જિલ્લો બન્યા બાદ અહીં વિકાસ વધ્યો છે.ડો. રમણસિંહજી અને પાર્ટીને અભિનંદન પાઠવું છું, કારણ કે તેમણે વિકાસના સદંર્ભમાં આ સારું પગલું ઉઠાવ્યું છે. છત્તીસગઢના પહેલા ચરણની ચૂંટણીમાં મને છત્તીસગઢ આવવાનું સૌભાગ્ય મળ્યું હતું, આજે હું બીજા ચરણની ચૂંટણી માટે આવ્યો છું, પહેલા ચરણનું મતદાન જ્યાં થયું ત્યાં માઓવાદીઓએ મતદાતાઓને મોતને ઘાટ ઉતારી દેવાની ધમકી આપી હતી, લોકશાહીમાં વિશ્વાસ ધરાવનારાઓએ છત્તીસગઢના પહેલા ચરણને ગૌરવ સાથે જોવાની જરૂર છે. મારા આદિવાસી ભાઇઓ માઓવાદી ધમકી, બંદૂકના રાજકારણમાં લોકશાહીમાં વિશ્વાસ રાખીને 75 ટકા મતદાન કર્યું છે, તે બદલ તેમને અતઃકરણ પૂર્વક બધાઇ આપું છું.

પહેલા પોલિંગ પાર્ટીના કેટલાક સભ્યોને મારી દીધા, કેટલાક આજે પણ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત છે. આ માઓવાદીઓએ હુમલો કરીને જેમને મોતને ઘાટ ઉતાર્યા છે, તેઓ માત્ર સુરક્ષા બળ જ નહીં પરંતુ લોકતંત્રના રક્ષક છે, તેમણે મારા અને તમારા અધિકારની રક્ષા માટે પોતાની બલી આપી, એ શહિદોને હું નમન અને આદરપુર્વક અજંલિ આપું છું.

ચૂંટણી પંચને આજે અનુરોધ

ચૂંટણી પંચને આજે અનુરોધ

હું ભારતના ચૂંટણી પંચને આજે અનુરોધ કરવા માગુ છું, તેમની વેબસાઇટ પર એક વિશેષ પ્રકારનું ચેપ્ટર શરૂ કરવામાં આવે, જેમાં લોકતંત્રને અવાજ રાખવા માટે, ચૂંટણીને એ શહિદોનું હંમેશા સ્મરણ થાય, દેશ અને દુનિયા જોવે તેવું કરે તેવું અનુરોધ છે.

ભારતનું ચૂંટણી પંચ એક સારું કામ કરે છે

ભારતનું ચૂંટણી પંચ એક સારું કામ કરે છે

દર વર્ષે ભારતનું ચૂંટણી પંચ એક સારું કામ કરે છે. ચૂંટણી પ્રક્રિયા સારી રીતે ચલાવનારાનું સન્માન થાય છે. મતદાતા દિવસના રૂપમાં તેને મનાવવામાં આવે છે. ચૂંટણી પંચે સારી શરૂઆત કરી છે. તેમને હું પ્રાર્થના કરવા માગું છું. તમે આ અવસરનું માહ્તમ સમજીને મનાવો છો. આવનારા દિવસમાં વર્ષ ભરમાં લોકતંત્ર અને ચૂંટણી પ્રક્રિયા માટે જે જે શહિદ થયા છે, તેમના પરિવારજનોને બોલાવીને આ શહિદોને મર્ણોત્તર સન્માન આપવું છે. કારણ કે, જેટલું મહત્વ ચૂંટણી કરવાનું જીતવાનું છે તેના કરતા મતદાન માટે પોતાનો જીવ હોમી દેવાનું ડ્યુટી પર રહેવાનું કામ મહત્વનું છે.

કોંગ્રેસ પાર્ટી દગો કરી રહી છે

કોંગ્રેસ પાર્ટી દગો કરી રહી છે

આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ખરાબ રીતે તમારી સાથે દગો કરી રહી છે. આ ચૂંટણી કોંગ્રેસે છત્તીસગઢની જનતાની આંખમાં ધુળ જોખનારું બનાવી નાંખ્યું છે. છત્તીસગઢની જનતાને ગુમરાહ કરવાની ચૂંટણી બનાવી નાખી છે. છત્તીસગઢનું મીડિયા, જાગરુક નાગરીક, રાજકિય દળ વારંવાર પૂછી રહ્યાં છે કે, કોંગ્રેસ પાર્ટી ઘોષિત કરે કે, તેમના મુખ્યમંત્રીના ઉમેદવાર કોણ છે. હું હેરાન છું કે, જો કોંગ્રેસના લોકોનું સ્ટિંગ ઓપરેશન કરો, ખાનગી રીતે પૂછો તો તેઓ નામ આપે છે, અજીત જોગી.

શા માટે સીએમનું નામ નથી જણાવતા

શા માટે સીએમનું નામ નથી જણાવતા

આવી શું વાત છે, આ નામને છૂપાવીને રાખો છો. એવું કયું રહસ્ય છે કે, તમને એ નામ ઘોષિત કરવાથી ચૂંટણી હારવાનો ભય લાગે છે. પાપની કથાઓ, જુલ્મ સિતમની વાતો છે, જેને બતાવવા માટે તૈયાર નથી. આ પાછલા બારણે ઘુસવાનું કામ કરો છો. લોકશાહી ખુલ્લા પુસ્તક જેવું છે. અમે કહ્યું કે, અમારી પાર્ટીનું નેતૃત્વ ડો. રમણસિંહ કરશે, પણ કોંગ્રેસ શા માટે નામ છૂપાવી રહી છે. તમે ગમે તેટલું નામ છૂપાવો પરંતુ છત્તીસગઢની જનતા તમને સારી પેઠે જાણે છે.

એક તરફ છત્તીસગઢી છે તો બીજી બાજુ ધોખાધડી

એક તરફ છત્તીસગઢી છે તો બીજી બાજુ ધોખાધડી

તેથી આ ધોખાધડીનો મામલો છત્તીસગઢીને કામ નહીં આવે. એક તરફ છત્તીસગઢી છે તો બીજી બાજુ ધોખાધડી છે. આજ કાલ દિલ્હીથી ઘણા લોકો અહીં આવે છે. મેડમ આવ્યા હતા, સહેજાદા આવ્યા હતા અને હું હેરાન છું કે તેઓ આવીને કહીં રહ્યા છે કે આટલા હજાર કરોડ છત્તીસગઢને આપ્યા છે. શું છત્તીસગઢના લોકો ભીખની કટોરી લઇને ઉભા છે, કે આ કઇ ભાષા બોલી રહ્યાં છે. હું સહેજાદાને પૂછવા માગુ છું કે આ પૈસા આપ્યા તેવું કહેવા માગુ છું કે તમે આ મામાના ઘરેથી લઇને આવ્યા હતા. આ હિન્દુસ્તાન અને છત્તીસગઢની જનતાનું અપમાન કરો છો. તમે માલિક નથી, તમારા દિમાગમાં અંહકાર છે, તેને આ દેશ ક્યારેય સ્વિકારશે નથી.

દિલ્હીમાં બેસીને પણ છત્તીસગઢ માટે કંઇ કર્યું નથી

દિલ્હીમાં બેસીને પણ છત્તીસગઢ માટે કંઇ કર્યું નથી

તમે મને જણાવો કે હિન્દુસ્તાન પર અત્યારે કોણ રાજ કરી રહ્યું છે, સરકાર કોની છે, કોંગ્રેસની સરકાર છે, દેશ ચલાવવાની જવાબદારી તેમની છે, છત્તીસગઢ હિન્દુસ્તાનમાં છે, કોંગ્રેસવાળા જાહેરાત આપી રહ્યાં હતા કે કોંગ્રેસ લાવો છત્તીસગઢ બચાવો. છત્તીસગઢ હિન્દુસ્તાનમાં છે અને હિન્દુસ્તાનમાં તમારું રાજ છે, તો તેને બચાવવાની જબાવદારી તમારી છે, તો પછી તેને લાવવાની વાત શા માટે, કારણ કે તમે દિલ્હીમાં બેસીને પણ છત્તીસગઢ માટે કંઇ કર્યું નથી. તેથી તમારે આવા તર્ક આપવા પડે છે.

વચનો તોડવામાં માહેર

વચનો તોડવામાં માહેર

તેઓ વચનો તોડવામાં માહેર છે. તેઓ દરેક વખતે કોંગ્રેસના નેતા તમારી પાસે આવે છે તો તેમને એક પ્રશ્ન પૂછજો કે હિન્દુસ્તાનની સરકાર ક્યાં છે, મહારાષ્ટ્ર, આંધ્ર, રાજસ્થાન, દિલ્હીમાં છે, શું ત્યાં ચોખા મફતમાં આપે છે ખરા, પહેલાં ત્યાં તો શરૂ કરોને અહીં શા માટે ખોટા વચનો આપો છો. જ્યાં તમને જનતાએ સરકાર બનાવવા આપી છે, તેમના માટે તો કંઇક કરો પછી અમને કંઇક કહેજો.

પહેલા તમારા રાજ્યોમાં 24 કલાક વિજળી આપો

પહેલા તમારા રાજ્યોમાં 24 કલાક વિજળી આપો

તેઓ કહે છે કે અમે ચોવીસ કલાક વિજળી આપે છે, તેમને પૂછવા માગુ છું કે હિન્દુસ્તાનમાં તેમની જેટલી સરકાર છે કે, દિલ્હી કે જ્યાં તમે, સહેજાદા અને વડા પ્રધાન બેસે છે ત્યાં વિજળી ચોવીસ કલાક આવે છે, ગુજરાતમાં ચોવીસ કલાક વિજળી મળે છે. તમે બિમાર છો, પરંતુ તમારા પુત્રને કામ સોંપો અને તેઓ કોંગ્રેસના રાજના એક રાજ્યમાં ચોવીસ કલાક વિજળી આપીને બતાવો પછી છત્તીસગઢની વાત કરજો. આ કોંગ્રેસ પાર્ટીએ 100 દિવસમાં મોંઘવારી ઓછી કરવાનું કહ્યું હતું. 2009ની ચૂંટણીમાં મેડમે, વડાપ્રધાને કહ્યું હતું કે જો તેઓ દિલ્હીમાં સરકાર બનાવશે તો મોંઘવારી ઘટાડશે તેવું કહ્યું હતું, મોંઘવારી ઓછી થઇ નથી પરંતુ વધી છે. તેમણે આ ખોટો વાદો કર્યો હતો.

મેડમ સોનિયાજી તમે ગરીબની રોટલી છીનવી લીધી

મેડમ સોનિયાજી તમે ગરીબની રોટલી છીનવી લીધી

મેડમ સોનિયાજી તમે ગરીબની રોટલી છીનવી લીધી છે. તમે અહીં સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છો, ડો. રમણ સિંહને ગાળો આપો છો. પરંતુ આ જનતા તમારી પાસે જવાબ માગે છે કે તમે જે વાદા કર્યા હતા તેનું શું કર્યું. એટલું જ નહીં આ લોકો ગરીબીની મજાક ઉડાવે છે. મેડમ સોનિયાજી તમારી સરકાર કહે છે, જો ગામમાં તમે 26 રૂપિયા દરરોજ કમાઓ છો તો તમે ગરીબ નથી, તમે અમીર થઇ ગયા. 26 રૂપિયામાં કેટલી ડુંગળી આવશે. 26 રૂપિયામાં 300 ગ્રામ ડુંગળી મળશે. હવે તમે બતાવો કે જે ઘરમાં 300 ગ્રામ ડુંગળી મુશ્કેલીથી ખરીદી શકે છે, તેમના માટે તમે આવું કહીં રહ્યાં છો. તેઓ ગરીબોને મુર્ખ બનાવે છે, તેઓ માત્ર મત ખાતર ગરીબો અંગે વાતો કરી રહ્યાં છે.

મેડમ થોડુંક હોમવર્ક કરીને આવો

મેડમ થોડુંક હોમવર્ક કરીને આવો

છત્તીસગઢ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા, રાષ્ટ્રપતિ, નાણામંત્રી, વડાપ્રધાન તેના વખાણ કરી રહ્યાં છે અને મેડમ સોનિયા મતે છત્તીસગઢ વિષે આવી વાતો કરી રહ્યાં છો. અહીંની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. મેડમ થોડુંક હોમવર્ક કરીને આવો, દિલ્હીની સરકારે કયા કયા એવોર્ડ આપ્યા તે જાણીને આવો પછી કંઇક કહો.

ડો. રમણસિંહે વિપરિત સ્થિતિમાં છત્તીસગઢને આગળ વધ્યું

ડો. રમણસિંહે વિપરિત સ્થિતિમાં છત્તીસગઢને આગળ વધ્યું

ડો. રમણસિંહે ઘણી જ વિપરિત પરિસ્થિતિમાં છત્તીસગઢને આગળ વધાર્યું છે. એક તરફ માઓવાદ, નક્સલવાદ, જે છત્તીસગઢને તબાહ કરવા માગે છે, અને દિલ્હીમાં બેસેલી સરકારમાં માઓવાદ નક્સલવાદ સામે લડવાની હિંમત નથી. પાછલા બારણે તેમની સાથે સમજોતો કરીને ચાલી રહ્યાં છે. રમણસિંહ ચટ્ટાનની જેમ ઉભા છે. દિલ્હીની કોઇ પણ મદદ વગર લડી રહ્યાં છે. દિલ્હીમાં એવી સરકાર છે, જે છત્તીસગઢનું ભલું જોવા તૈયાર નથી. જેટલું જલદી છત્તીસગઢ બરબાદ થાય તેવું કરો, જેથી તેમની સરકાર આવી જાય. શું અહીંની જનતા વારંવાર ભાજપને જીતાડે છે, એટલા માટે તમે આવું કરી રહ્યાં છો.

દિલ્હીમાં 2014માં સરકાર બદલાવાની છે

દિલ્હીમાં 2014માં સરકાર બદલાવાની છે

દિલ્હીમાં 2014માં સરકાર બદલાવાની છે. 10 વર્ષનો કપરો સમય જવાનો છે. દિલ્હીમાં 2014માં ભાજપ અને એનડીએની સરકાર થવાની છે. આ ચૂંટણીમા છત્તીસગઢમાં ભાજપની સરકાર આવે અને દિલ્હીમાં પણ ભાજપની સરકાર હશે, તો તેથી તમને ફાયદો થશે, આ વખતે કોઇ ભૂલ કરતા નહીં કારણ કે આ વખતે અહીં અને દિલ્હીમાં તમારું ભલુ કરનારી સરકાર આવવાની છે. જનતાના મનમાં 2014માં આ સરકારને બહાર કરવાની ઇચ્છા જાગી છે અને તેથી જ તેમણે ઓપિનિયન પોલ પર રોક લગાવી દીધી છે.

આ ભયભીત લોકો નવા નવા હથકંડા અપનાવી રહ્યાં છે

આ ભયભીત લોકો નવા નવા હથકંડા અપનાવી રહ્યાં છે

આ ભયભીત લોકો નવા નવા હથકંડા અપનાવી રહ્યાં છે. આ જનતાએ જોયું છે કે ભાજપની જ્યાં સરકાર હોય છે, ત્યાં એક જ મંત્ર હોય છે અને એ છે વિકાસ. અમે ગરીબો, માતા મહિલા, નવયુવાનને રોજગારી, હિન્દુસ્તાનના દરેક ખુણે ખુશાલી આવે એ માટે કામ કરવાનું છે.

English summary
Narendra Modi address a Public Meeting in Bemetara, Chhattisgarh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X