For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફકીર છે મોદી, દેશને ના લૂંટી શકે: રામદેવ

|
Google Oneindia Gujarati News

શિકાગો, 29 સપ્ટેમ્બર: સ્વામી વિવેકાનંદની 150મી જંયતીના અવસરે શિકાગો પહોંચેલા યોગ ગુરુ બાબા રામદેવે બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના જોરદાર વખાણ કર્યા. સાથે સાથે તેમણે યુપીએ સરકાર અને કોંગ્રેસ નેતૃત્વની ટીકા પણ કરી. મોદી સંબંધી સવાલો પર રામદેવએ જણાવ્યું કે હિન્દુસ્તાનના લોકો નરેન્દ્ર મોદીને પસંદ કરે છે.

તેમણે જણાવ્યું કે મોદી એક ફકીર છે, ફકીર ક્યારેય દગાબાજ ના હોઇ શકે, તે દેશને લૂંટી ના શકે. સાથે જ બાબા રામદેવે એકવાર ફરી જણાવ્યું કે મને લંડનમાં હેરાનગતી ભારત સરકાર દ્વારા થઇ. હવે ભારત સરકારની કોઇ પ્રતિષ્ઠા નથી બચી.

એક સમાચાર ચેનલના પત્રકારે જ્યારે તેમને પૂછ્યું કે આપને આવું કેમ લાગે છે કે લંડનમાં જે થયું તે ભારત સરકારના કારણે જ થયું. આ મુદ્દે રામદેવે જણાવ્યું કે 'લંડનમાં મને રોકનાર અધિકારીઓએ કહ્યું હતું કે મારા નામે રેડ એલર્ટ છે અને રેડ એલર્ટ કેવી રીતે જારી થાય છે તે સૌ જાણે છે.' તેમણે જણાવ્યું કે લંડનમાં તેમને રોકવા પર ઘણા સવાલો ઉઠ્યા છે અને ભારત સરકાર જાણીજોઇને તેમનું અપમાન કરી રહી છે.

baba ramdev
ઉલ્લેખનીય છે કે 20 સપ્ટેમ્બરના રોજ બાબા રામદેવને લંડનના હીથ્રો એરપોર્ટ પર રોકીને 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. બાબા રામદેવે મોદી સાથે જોડાયેલા સવાલો પર જણાવ્યું કે હિન્દુસ્તાનના લોગો નરેન્દ્ર મોદીને પસંદ કરે છે. તેમણે જણાવ્યું કે મોદી એક ફકીર છે, ફરીર ક્યારે દગાબાજ ના હોઇ શકે, તેઓ દેશને લૂટી ના શકે. તેમણે જણાવ્યું કે 'મોદી દેશનું પરાક્રમ ઓછું નહીં થવા દે. હું મુદ્દાઓના આધારે મોદીનું સમર્થન કરું છું.'

આ અવસરે બાબા રામદેવે જણાવ્યું કે મોદીને અમેરિકાના વિઝા નહી મળવાની પાછળ પણ ભારત સરકાર જ જવાબદાર છે અને તે મોદીનું અપમાન કરાવી રહી છે.

English summary
Narendra Modi can not be loot to country said Baba Ramdev in Chicago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X