For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી ઇફેક્ટ: બિહારમાં રાજગ નબળું, પંજાબમાં સ્ટ્રોંગ

|
Google Oneindia Gujarati News

narendra modi
ચંદીગઢ, 14 જૂન : ભાજપાના સ્ટ્રોંગ મેન નરેન્દ્ર મોદીને પાર્ટીમાં ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ જાહાર કરાતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તથા જેડીયૂ નેતા આરજેડી સાથે પોતાનો છેડો ફાડવાની વાત કરી રહ્યા છે. તેની બિલકૂલ વિરુદ્ધ મોદીના સતત ઉપર આવવાથી અને તેમની લોકપ્રિયતા વધવાના કારણે પંજાબમાં સત્તારૂઢ અકાલી-ભાજપા વધુ મજબૂત થવાના સંકેતો મળી રહ્યા છે.

મોદીના રાષ્ટ્રીય રાજકારણના પાથ પર ઉભરવાથી અકાલી-ભાજપા ગઠબંધનના બંને પાર્ટનર ઉત્સાહિત છે. તેમનું માનવું છે કે મોદીની અપીલ રાજ્યના બધા વર્ગોના મતદાતાઓને પ્રભાવિત કરશે, જેનો લાભ તેમને 2014માં યોજાનાર લોકસભામાં ચૂંટણીમાં થશે.

અકાલી તથા ભાજપા નેતાઓનું માનવું છે કે નરેન્દ્ર મોદી દેશભરમાં વિકાસ પુરુષના નામથી ઓળખાય છે જેમણે ગત 10 વર્ષોમાં મુખ્યમંત્રી તરીકે ખૂબ જ મહેનત કરીને ગુજરાતની કાયાપલટ કરી નાખી છે. હવે ગુજરાતન વિકાસની હવા દેશના મુખ્ય ઔદ્યોગિક રાજ્યોમાં પ્રસરી છે. આ ઉપરાંત મોદી પ્રત્યે યુવા વર્ગ ખૂબ જ ઉત્સાહિત છે જેનો લાભ ભાજપાને પંજાબના શહેરો તથા ગામોમાં મળશે.

આ સમયે પંજાબ અને ભાજપા અંગે જનતામાં સામાન્ય પ્રભાવ છે કે ગઠબંધન સરકારમાં નહી ભાજપા મંત્રિયોને વિશેષ મહત્વ આપે અને નહી પાર્ટી કાર્યકર્તાઓને. ભાજપાના મોટાભાગના મંત્રિઓને પણ બાદલ સરકારે એક રીતે લાઇનમાં જ રાખ્યા છે. જેના કારણે પંજાબ ભાજપાનો ગ્રાફ ગત એક વર્ષમાં સતત નીચે ગયો છે. મોદીના આવવાથી ભાજપાઇઓને બળ મળશે જેનાથી તેમાં અકાલીઓને બરાબરના દર્જાથી ડીલ કરવાનું સાહસ મળશે.

English summary
Narendra Modi effect : NDA become weak in Bihar and punjab have become strong.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X