પટનામાં નરેન્દ્ર મોદીએ એક કાંકરે બે પક્ષી માર્યા

પટનામાં એરપોર્ટ પર ભાજપના કાર્યકરો અને નરેન્દ્ર મોદીના સમર્થકોએ તેમનું જબરદસ્ત સ્વાગત કર્યું હતું. ભાજપના કાર્યકરોએ જારદાર સૂત્રોચ્ચાર કર્યા. જેમાં કાર્યકરોએ નરેન્દ્ર મોદીને ભાવિ પીએમ બનાવવાની માગણી કરી હતી. આ દ્વારા મોદીએ પોતાની લોકચાહનાનો પરચો આપ્યો હતો અને પીએમ પદ માટેની તેમની યોગ્યતા કેટલી પ્રબળ છે તે દર્શાવ્યું હતું.
બીજી તરફ એનડીએના સાથી પક્ષ જેડીયુના અગ્રણી નેતા અને બિહારના મુખ્યમંત્રી તથા તેમના કટ્ટર વિરોધી નીતિશ કુમારને પણ જોરદાર ઝટકો આપ્યો હતો. તેઓનો બિહારમાં પ્રવેશ અને લોકપ્રિયતાને કારણે નીતિશ ઝાંખા પડી જશે તેવો આડકતરો સંકેત આપ્યો હતો.
પોતાની શ્રધ્ધાંજલિ મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ સ્વર્ગીય કૈલાસપતિ મિશ્ર વિશે જણાવ્યું કે "ભાજપની વિકાસ યાત્રામાં કેટલાંક પાયાના પથ્થર હતા તેમાંથી એક કૈલાસપતિ મિશ્રા હતા. અમારા જેવા લાખો કાર્યકરો માટે તેમનુ જીવન પ્રેરણારૂપ હતું. મારું સદભાગ્ય રહ્યું તે મિશ્રએ ગુજરાતના રાજ્યપાલ બનીને દેશને સંવેધાનિક સંસ્થાઓની ગરિમા કેવી રીતે વધે તેનું ઉદાહરણ રજૂ કર્યું હતું. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સેતુની ભૂમિકા કેવી હોઇ શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતું. તેમના આત્માને પરમાત્મા ચીર શાંતિ પ્રદાન કરે તે માટે પ્રાર્થના કરું છું."












Click it and Unblock the Notifications
