• search

મોદી સરકારે લૉન્ચ કરેલ આ યોજનાઓએ દેશને નવી દિશા આપી

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  નવી દિલ્હીઃ 2014માં કરેલ મુખ્ય વાયદા મુજબ સુશાસન લાવવા માટે મોદી સરકારે કેટલીક યોજનાઓ લૉન્ચ કરી અને પહેલ પણ કરી છે. પછી તે પ્રધાનમંત્રી જન ધન યોજના હોય કે પછી ઉજાલા સ્કીમ હોય, પ્રગતિ આશાસ્પદ લાગી રહી છે. સરકારની સ્કીમો વિશે જનતાને જાગૃત કરવા માટે સરકારે ઓનલાઈન મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ કર્યો છે. ડિજિટલ ઈન્ડિયા થકી ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રોકડ વ્યવહારોમાં ઘટાડો થયો છે.

  modi sarkar

  દેશભરના 700થી વધુ રેલવે સ્ટેશનો પર ભારતીય રેલવે દ્વારા નાગરિકોને મફત વાઈ-ફાઈની સુવિધા પૂરી પાડવામાં આવી છે અને મહિને 80 લાખથી વધુ લોકો આ સર્વિસનો લાભ ઉઠાવે છે. ટેક ઝાયન્ટ ગૂગલના સહયોગથી આ સર્વિસ ઑફર કરવામાં આવી રહી છે. આ પણ વાંચો- જીએસટીને કારણે બહાર જમવું હવે સસ્તું થયું

  modi sarkar

  નરેન્દ્ર મોદીની આગેવાની વાળી એનડીએ સરકારના ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઈની દેશમાં ચાલતા આર્થિક વ્યવહારની રીતમાં બદલાવ આવ્યો છે. હવે રોકડ વ્યવહારોમાં ઘટાડો થયો છે અને તેના બદલામાં લોકો ઓનલાઈન ટ્રાન્જેક્શન કરતા થયા છે. લોકો હવે પેમેન્ટની નવી-નવી પદ્ધતિ અપનાવતા થયા છે.

  modi sarkar

  આ પણ વાંચો- ક્રૂડ ઓઈલના ભાવોમાં વૃદ્ધિ છતાં નિયંત્રણમાં છે ફુગાવો

  ડિજિટલ ટ્રાન્જેક્શન પર સરકારે ખાસ ભાર આપ્યો હતો જેનું કારણ એ જ હતું કે મનિ ફ્લોને મોનિટર કરી શકાય. આ પગલું ભરી સરકારે દેશમાં થતી કર ચોરી પર બ્રેક લગાવી દીધી છે. ઓનલાઈન ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન મળતાં કરચોરોએ નાછૂટકે કર ચૂકવવો પડી રહ્યો છે. તે કારણે જ 2018માં સૌથી વધુ આઈટી રિટર્ન ફાઈલ થયાં હતાં. ત્યારે જનકલ્યાણકારી યોજનાઓ પાછળ સરકાર વધુ પૈસા ખર્ચી શકે છે.

  modi sarkar

  આ પણ વાંચો- ડિજિટલ ઈન્ડિયાએ કેવી રીતે બદલી નાખી આપણી વ્યવહારની રીત, જાણો

  ઉપરાંત મોદી સરકારે ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઈન અંતર્ગત ડિજિટલર એટલે કે ડિજિટલ લોકર સર્વિસ આપવાની શરૂ કરી હતી. ક્લાઉડ આધારિત આ લોકરમાં લોકો પોતાના જરૂરી દસ્તાવેજો સાચવી શકે છે. જેમાં સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલ દસ્તાવેજોને સાચવવા માટે યૂઝર્સને 10MBની સ્પેસ ફ્રી આપવામાં આવી રહી છે. યૂઝર્સ આસાનીથી અહીં પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે અને રજિસ્ટર્ડ એજન્સી કે ડિપાર્ટમેન્ટ સાથે તેને શેર પણ કરી શકે છે.

  modi sarkar

  વિવિધ સર્વિસને એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવવા માટે મોદી સરકારે UMANG એટલે કે યૂનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ-એઝ ગવર્નન્સ નામની એપ્લિકેશન લૉન્ચ કરી હતી. મોદી સરકાર દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં લૉન્ચ કરવામાં આવેલ આ સર્વિસ અંતર્ગત તમે ગેસ બૂકિંગ કરાવી શકો, આધાર, ક્રોપ ઈન્સ્યોરન્સ, ઈપીએફ, નેશનલ પેન્શન સ્કિમ સિસ્ટમ વગેરે જેવી સર્વિસ પણ અહીંથી જ મેળવી શકો.

  આ પણ વાંચો- GSTની અસરઃ LED બલ્બ થયા સસ્તા, હજારો મેગાવોટ વીજળીની બચત પણ થઈ

  English summary
  Modi govt schemes ushering India into new age

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more