For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા જશે નરેન્દ્ર મોદી, વિવાદિત સ્થળ પર પૂજા કરશે!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અયોધ્યા, 18 જૂન: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ અઠવાડિયે અયોધ્યા જઇ શકે છે અને વિવાદિત સ્થળ પર પૂજા પણ કરી શકે છે. નરેન્દ્ર મોદીના આ પગલાંને એક મોટા રાજકીય ઘટનાક્રમ તરીકે જોવામાં આવે છે.

વિશ્વ હિંદૂ પરિષદના ઉત્તર પ્રદેશના પ્રવક્તા શરદ વર્માએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ માટે વિહિપ નેતા અશોક સિંઘલ, પ્રવિણ તોગડિયા, ગોરખપુરથી સાંસદ યોગી આદિત્ય નાથ અને યોગગુરૂ બાબા રામદેવ મંગળવારે અયોધ્યા પહોંચશે.

શરદ શર્માએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી બુધવાર અથવા શુક્રવારે અયોધ્યાની યાત્રાએ જઇ શકે છે. તે રામ મંદિરમાં પણ જશે. તેમને જણાવ્યું હતું કે વિહિપના 1990ના દાયકામાં રામ મંદિર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર હિંદૂ સંતોની બેઠક બોલાવવામાં આવી છે.

narendra-modi

વિહિપ નેતાએ કહ્યું હતું કે અયોધ્યાની ધરતીથી નરેન્દ્ર મોદી તેમની પાર્ટીના લોકો અને મતદારોને સંદેશ આગામી ચૂંટણી માટે મહત્વપૂર્ણ હશે. નરેન્દ્ર મોદી અયોધ્યામાં અનેક સંતોને મળશે જેમાં રામ જન્મભૂમિ ન્યાસ ટ્રસ્ટના મહંત નૃત્ય ગોપાલ દાસ પણ સમાવેશ થાય છે. અયોધ્યામાં વિવાધિત માળખાના વિધ્વંસ બાદ નરેન્દ્ર મોદીની આ પહેલી યાત્રા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર 1998માં લાલકૃષ્ણ અડવાણી સાથે અયોધ્યા આવ્યા હતા, પરંતુ તે મંદિરમાં ગયા ન હતા. વિહિપ નેતાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીનું અયોધ્યા જવું એ વાતનો સંકેત છે કે હિંદુત્વવાદી તાકતો સામાન્ય ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે તેમના નામ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યાં છે. એ વાતના સંકેત છે કે ગત લોકસભાની ચૂંટણીમાં રામ મંદિર મુદ્દા પર ભાર ન મૂકનાર ભાજપા આ વિષયને હવે ગંભીરતાથી લેશે.

English summary
In a move having big political significance, Gujarat Chief Minister Narendra Modi is likely to visit Ayodhya this week and will also offer prayer at the disputed site.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X