નોકરી મામલે, પરણિત મહિલાઓએ કુંવારી મહિલાઓથી બાજી મારી

Posted By:
Subscribe to Oneindia News

હાલ મહિલાઓ તમામ મામલે આગળ છે. તે નોકરીઓ પણ કરે છે અને ઘર પણ સાચવે છે. અને પુરુષો કરતા તમામ સત્તે સમકક્ષ થવાનો તે પ્રયાસ કરી રહી છે. ત્યારે જ્યાં તેવું માનવામાં આવે છે કે લગ્ન પછી ઘરની જવાબદારીઓ વચ્ચે મોટા ભાગની મહિલાઓ નોકરી છોડી દે છે. ત્યાં એક સર્વેમાં ચોકવનારી માહિતી બહાર આવી છે. જે આ વાતને નકારે છે. જનગણના 2011 રિપોર્ટના આ વાત સામે આવી છે કે પરણિત સ્ત્રીઓ કુંવારી મહિલાઓની સમકક્ષમાં વધુ નોકરીઓ કરે છે.

work

જનગણના 2011ની રિપોર્ટ મુજબ 41 ટકા પરણિત મહિલાઓ નોકરીઓ કરે છે. તો બીજી તરફ ખાલી 27 જ કુંવારી મહિલાઓ નોકરીઓ કરે છે. આ પાછળ જ્યારે કારણ જણાવાનો પ્રયાસ કર્યો તો ખબર પડી કે અનેક પરિવારો તેમની કુંવારી દિકરીઓને નોકરી કરવાની છૂટ નથી આપતા. ગ્રામીણ વિસ્તારોમાં ખાલી 22 ટકા મહિલાઓ નોકરીઓ કરે છે.


નોકરીયાત મહિલા ઓછા બાળકો
આ રિપોર્ટ મુજબ નોકરી કરતી વિવાહીત મહિલાઓને સામાન્ય રીતે ઓછા બાળકો હોય છે. અને નોકરીયાત મહિલાઓને બાળક તરીકે છોકરાની આશા વધારે હોય છે. રિપોર્ટ મુજબ 15 થી 49 વર્ષીય નોકરીયાત મહિલાઓને બાળક તરીકે છોકરાની આશ વધુ હોય છે.

English summary
How does marriage affect a womans job prospects, and later, how does she negotiate issues like the number of children and their gender? Recently released Census 2011 data offers some interesting insights.
Please Wait while comments are loading...