For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26/11 વરસી: ભારતીય રણનીતિથી પરિચીત હતા આતંકવાદીઓ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 26 નવેમ્બર: મુંબઇ પર હુમલો કરનાર ફિદાયીનને ના તો ફક્ત મુંબઇના ખુણેખુણાની જાણકારી હતી, પરંતુ તેમને એનએસજી કમાન્ડો અને પોલીસને ટ્રેનિંગ આપનારની પણ જાણકારી હતી, જેના લીધી તેમને ઘણીવાર એનએસજીના કમાન્ડો અને પોલીસને પાછા ફરવા પર મજબૂર કરી દિધા હતા.

આનાથી લશ્કરના તે દાવાને બળ મળે છે કે ભારતીય સુરક્ષા સંસ્થામાં તેના ભેદિયા હાજર છે. આ વાત 'ધ સીઝ: ધ એટેક ઑન ધ તાજ'ના લેખક એડ્રિયન લેવી અને કેથી સ્કોટ-કલાર્કે કહી છે. પુસ્તકનું પ્રકાશન પેંગુઇને કર્યું છે. લેખકોએ ઇ-મેલના માધ્યમથી આઇએએનએસને કહ્યું છે કે 26 નવેમ્બર 2008નો હુમલો થતાં પહેલાં સીઆઇએ ભારતીય ગુપ્તચર એજન્સીને આ હુમલા વિશે 26 ચેતાવણી આપી હતી.

ફિદાયીનના ત્રણ દિવસ સુધી મુંબઇની તાજ હોટલ પર કબજો કર્યો હતો અને તેના દ્વારા ચલાવવામાં આવેલા મોતના તાંડવમાં 166 લોકોના મોત નિપજ્યાં હતા, જેમાં વિદેશ નાગરિક પણ સામેલ હતા.

પુસ્તકનો દાવો

પુસ્તકનો દાવો

પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનના મેજર ઇકબાલે કહ્યું હતું કે નવી દિલ્હીમાં એક સુપર એજન્ટ હતો, જેને 'હની બી' નામ આપવામાં આવ્યું હતું અને જે ગુપ્ત દસ્તાવેજો અને ભારતીય પોલીસ તથા સેનાના કમાન્ડોની તાલીમના મેન્યુઅલને અહીં પુરી પાડતો હતો.

અમેરિકન અને બ્રિટીશ સુરક્ષા સૂત્રો દ્વારા માહિતી એકઠી કરી

અમેરિકન અને બ્રિટીશ સુરક્ષા સૂત્રો દ્વારા માહિતી એકઠી કરી

પુસ્તક મુજબ લશ્કર પાસે એનએસજીના કાઉન્ટર હોસ્ટેજ અભિયાન ટ્રેનિંગ નિર્દેશાવલી પણ હતી. પુસ્તકને તૈયાર કરવાની પ્રક્રિયામાં લેવી અને સ્કોટ-ક્લાર્કે ગુપ્ત દસ્તાવેજોનો અભ્યાસ કર્યો હતો. તેમને અમેરિકન અને બ્રિટીશ સુરક્ષા સૂત્રો દ્વારા માહિતી એકઠી કરી હતી. હજારો અપ્રકાશિત કોર્ટના દસ્તાવેજો અને ગોપનીય સંદર્ભોનો અભ્યાસ કર્યો. તેમને હજારો લોકોના ઇન્ટરવ્યું લીધા, જેમાં લશ્કરના આતંકવાદી અને મુંબઇ પોલીસ પણ સામેલ હતી.

પાંચ વર્ષ પહેલાં થયો હતો મુંબઇ પર આતંકી હુમલો

પાંચ વર્ષ પહેલાં થયો હતો મુંબઇ પર આતંકી હુમલો

મુંબઇમાં પાંચ વર્ષ પહેલાં થયેલા આતંકી હુમલાની યાદો શહેરના લોકોને ખરાબ સપના જેવી ભલે લાગતી હોય, પરંતુ તેની અસર ઓછી થવા લાગી છે. તેના ઘા રૂજાવામાં ઘણા વર્ષો લાગી જશે, પરંતુ હવે લોકો તેને ધીરે-ધીરે ભુલવા લાગ્યા છે. આ હુમલામાં શિકાર થયેલા લોકો અને તેમાં જીવિત બચેલા લોકોના પરિવારના સભ્યો તથા અન્ય લોકો જીવનની દોડમાં હુમલાની યાદોને લગભગ ભુલી ગયા છે.

પાકિસ્તાની આરોપીએ નવા વકીલ રોક્યા

પાકિસ્તાની આરોપીએ નવા વકીલ રોક્યા

મુંબઇ હુમલા કેસમાં સાત પાકિસ્તાની આરોપીઓએ પોતાના કેસને આગળ વધારવા માટે બે નવા વકીલ રોક્યા છે. આરોપીઓમાં લશ્કર-એ-તોઇબા કમાન્ડર જકીઉર રહમાન લખવીનો પણ સમાવેશ થાય છે. આરોપીએ ઇસ્લામાબાદના વકીલ જાહિદ હુસૈન તિરમીજી અને રાજા રિજવાન અબ્બાસીને કોર્ટમાં પોતાનો બચાવ કરવા માટે રાખ્યા છે જે ઇસ્લામાબાદમાં આતંકવાદ વિરોધી કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં તેમની પેરવી કરશે.

બ્રિટિશ પીડિતાએ તાજ પર કેસ ઠોક્યો

બ્રિટિશ પીડિતાએ તાજ પર કેસ ઠોક્યો

મુંબઇ આતંકવાદી હુમલા દરમિયાન પક્ષાઘાતના શિકાર એક બ્રિટિશ વ્યક્તિ તાજ મહેલ પેલેસ હોટલના માલિક પર કેસ ઠોક્યો છે. તેમનો આરોપ છે કે માલિકોએ આતંકવાદી હુમલાની ચેતાવણી આપી હોવા છતાં બિલ્ડિંગમાં યોગ્ય સુરક્ષા ગોઠવવામાં આવી ન હતી.

મુંબઇ આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ

મુંબઇ આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ

કિસાન પબ્લિક ઇન્ટર કોલેજમાં મુંબઇ આતંકવાદી હુમલામાં શહીદોની પાંચમી વરસીની પૂર્વ સંધ્યા પર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શૃંખલા બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

English summary
Five years ago on Tuesday, Mumbai’s palatial Taj Mahal Palace Hotel was at the centre of the most dramatic terror attack ever on Indian soil. which targeted prominent landmarks and left 166 people dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X