For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મુજફ્ફરનગરના રમખાણો ગુજરાત કરતાં પણ મોટા'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રામપુર, 13 ઓક્ટોબર: એક સમયે સમાજવાદી પાર્ટીના સહારે રાજકીય સફર શરૂ કરનારી ફિલ્મ અભિનેત્રી તથા રામપુરથી સાંસદ જયાપ્રદા હવે સપાની હિમાયતીમાં ખુલીને સામે આવી છે. જયાપ્રદાની નજરમાં મુજફ્ફરનગર રમખાણ અનેક રીતે ગુજરાતના રમખાણો કરતાં મોટા છે. તેમને સમાજવાદી પાર્ટીના કહ્યું હતું કે શાસન દરમિયાન સમયસર રમખાણો પર કાબૂ ન મેળવવાના કારણે આટલી બધી જાનહાનિ થઇ. જયાપ્રદા શનિવારે નૂરપૂરમાં ભાજપ ધારાસભ્ય લોકેન્દ્ર ચૌહાણના ભત્રીજાના લગ્નના કાર્યક્રમમાં ભાગ લેવા આવી હતી.

આ દરમિયાન તેમને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જનતાએ ઘણી આશાઓ સાથે સપાને પ્રદેશની કમાન સોંપી હતી, યુવા મુખ્યમંત્રી પાસે પણ ઘણી આશાઓ હતી, પરંતુ જનતાને નિરાશા હાથ લાગી છે. પ્રદેશની કાનૂન વ્યવસ્થા ઘણી બગડી ગઇ છે.

muzaffarnagar-riot

આરોપ લગાવવામાં આવ્યો કે પૂર્વ બસપા સરકારમાં તો ફક્ત ભ્રષ્ટાચાર જ હતો, પરંતુ સપા સરકારમાં મોટાપાયે જાનહાનિ થઇ રહી છે. કેન્દ્ર સરકાર પાસેથી મળેલી રકમ યોજનાઓ સમયસર પૂરી ન થતાં પાછી લેવામાં આવતાં પ્રદેશ વિકાસની બાબતે પાછળ રહી ગયો. તેમને પ્રશ્ન કર્યો હતો કે સપાના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ અને મુખ્યમંત્રી અખિલેશ યાદવ જનતાને જણાવે કે રમખાણના ગુનેગાર કોણ છે.

ભાજપમાં જોડાવવા અંગેના પ્રશ્નને હસતાં હસતાં ટાળતાં કહ્યું હતું કે લોકેન્દ્ર ચૌહાણને તે પોતાના ભાઇ માને છે તથા તે ફક્ત તેમના આમંત્રણ પર વર-વધૂને આશિર્વાદ આપવા માટે આવી છે. ફિલ્મોમાં ફરીથી જોડાવવાના પ્રશ્નનો જવાબ આપતાં તેમને કહ્યું હતું કે તેમને સારી સ્ક્રિપ્ટની રાહ છે.

લોકસભાની ચૂંટણી બાદ તે ફિલ્મોમાં અભિયનના વિષયમાં વિચારશે. આ દરમિયાન સીપી સિંહ, ધમેન્દ્ર જોશી, હરભજન સિંહ અમન, પ્રણય મનુ ગુપ્તા, બેગરાજ ચૌહાણ, રાજીવ ત્યાગી, ઠાકુર કપિલ દેવ વગેરે હાજર રહ્યાં હતા.

English summary
Muzaffarnagar riot bigger than Gujrat: Jaya Prada
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X