નાના પાટેકરની માતાનો અંતિમ સંસ્કાર, બોલિવૂડથી કોઈ નહીં આવ્યું

બોલિવૂડ અભિનેતા નાના પાટેકરની માતા નિર્મલા પાટેકરનું દેહાંત થઇ ગયું છે. 99 વર્ષની ઉંમરમાં નાના પાટેકરની માતાનું નિધન થયું છે.

બોલિવૂડ અભિનેતા નાના પાટેકરની માતા નિર્મલા પાટેકરનું દેહાંત થઇ ગયું છે. 99 વર્ષની ઉંમરમાં નાના પાટેકરની માતાનું નિધન થયું છે. તેમનો અંતિમ સંસ્કાર મુંબઈના ઓશિવારા સ્મશાન ગૃહમાં થયો. પરંતુ ચોંકાવનારી બાબત હતી કે આ દુઃખની સ્થિતિમાં કોઈ પણ બોલિવૂડ કલાકાર તેમના ઘરે આવ્યા ના હતા. નાના પાટેકર અને તેમના દીકરા મલ્હાર સિવાય બોલિવૂડથી કોઈ પણ સ્ટાર તેમની માતાની અંતિમ યાત્રામાં જોડાયું ના હતું.

આ પણ વાંચો: નાના પાટેકર પર યૌન શોષણના આરોપ બાદ તનુશ્રી દત્તાનો વધુ એક ખુલાસો

નાના પાટેકરની માતાનું નિધન

નાના પાટેકરની માતાનું નિધન

નાના પાટેકરની માતાના નિધન વખતે નાના પોતે ઘરે હાજર ના હતા પરંતુ તેમને ખબર મળતા જ તેઓ જલ્દી ઘરે પહોંચી ગયા. નાના પાટેકર સાથે તેમનો દીકરો મલ્હાર હાજર રહ્યો. આ દરમિયાન બોલિવૂડના કોઈ પણ કલાકાર ત્યાં આવ્યા ના હતા.

બોલિવૂડથી કોઈ ના આવ્યું

બોલિવૂડથી કોઈ ના આવ્યું

ખરેખર તનુશ્રી દત્તા ઘ્વારા યૌનશોષણ આરોપ લગાવ્યા પછી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી તેમનાથી નારાજ છે. મી ટુ આરોપોને કારણે તેમની પાસે હાલમાં કોઈ જ કામ નથી. બોલિવૂડના કોઈ પણ પ્રોડ્યૂસર-ડાયરેક્ટર તેમની સાથે કામ કરવા માંગતા નથી. એટલું જ નહીં પરંતુ હાઉસફુલ 4 ફિલ્મનું શૂટિંગ પણ તેમને કરી લીધું હતું તેમ છતાં તેમને ફિલ્મમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા. માનવામાં આવી રહ્યું છે કે આવા આરોપોને કારણે કોઈ પણ બોલિવૂડ સ્ટાર તેમના દુઃખમાં ભાગીદાર બનવા નથી આવ્યું.

દીકરાના હાથમાંથી ફિલ્મ ગઈ

દીકરાના હાથમાંથી ફિલ્મ ગઈ

નાના પાટકરના ગુસ્સાને કારણે તેમના દીકરા મલ્હારના હાથમાંથી ફિલ્મ નીકળી ગઈ. ખરેખર પ્રકાશ ઝા પોતાની ફિલ્મમાં મલ્હારને લોન્ચ કરવા જઈ રહ્યા હતા. પરંતુ નાના પાટેકર સાથે વિવાદ થયા પછી તેમને મલ્હારને લોન્ચ કરવાની ના પાડી દીધી.

મી ટુ આરોપોમાં ઘેરાયા નાના પાટેકર

મી ટુ આરોપોમાં ઘેરાયા નાના પાટેકર

બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૌનશોષણના ગંભીર આરોપો લગાવ્યા હતા. તનુશ્રીના આરોપો પછી બોલિવૂડમાં મી ટુ કેમ્પેઈનની શરૂઆત થઇ જેના પછી ઘણા ખુલાસા થયા અને ઘણા અભિનેતાઓના નામ પણ બહાર આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X