• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'હું કોઇ પદ માટે આશિર્વાદ લેવા નથી આવ્યો'

|

હરિદ્વાર, 26 એપ્રિલઃ 2014ની સામાન્ય ચૂંટણીમા ભાજપ તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકેના પ્રબળ દાવેદાર નરેન્દ્ર મોદી આજે હરિદ્વાર ખાતે બાબા રામદેવના પતંજલિ આશ્રમ ખાતે પહોંચી ગયા છે. જ્યાં તેમણે સંતો મહંતોની ઉપસ્થિતિમાં યજ્ઞ કર્યો હતો. જ્યાં તેમણે ઉપસ્થિત સંતો-મહંતો અને અનુયાયીઓને સંબોધતા આડકતરી રીતે કેન્દ્રની સરકાર અને પોતાના વિરોધીઓ પ્રહાર કર્યો હતો, સાથે જ તેમણે કહ્યું હતું કે તે અહીં કોઇ પદ માટે આશિર્વાદ લેવા માટે આવ્યા નથી.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એ સંતોના બગલમાં બેસવાનો જે અવસર મળે તે બેસનારાની શું હાલત થઇ હશે તેનો તમે અંદાજો લગાવી શકો છો. જેમની વાણી સાંભળવા માટે મીલો દૂરથી કષ્ટ ઉઠાવીને કરોડો લોકો પહોંચે છે. શબ્દરૂપી પ્રસાદ ગ્રહણ કરવા માટે પ્રતિક્ષા કરે છે. તેવા ઓજસ્વી, તેજસ્વી મા સરસ્વતીના ધની જેમના આસિર્વાદથી લાભાંનિત થયા તેવા મહાપરુષોની વચ્ચે ઉભા રહીને કંઇક કેહવાનો અવસર આવે ત્યારે તેની શું હાલત હોય છે તેનાથી તમે માહિતગાર છો.

ઇશ્વરે જ્યારથી મને વિશ્વને જાણવાનું સામર્થ્ય આપ્યું ત્યારથી જેટલા પણ કુંભના મેળા થયા તેમાં હું હાજર રહ્યો છું. અને ત્યારે એવો પણ સૌભાગ્ય મળ્યો કે આખો સમય ત્યાં રહ્યો હતો. પરંતુ આ વખતે પહેલો મેળો હતો કે જેમાં હું પહોંચી શક્યો નહોતો મનમાં એક પીડા હતી, હું શા માટે ના જઇ શક્યો. અને જ્યારે ગુરૂજી મળ્યા તો તેમણે પુછ્યું કે કુંભા શા માટે ના આવ્યા. પરંતુ આજે આ સમારોહમાં અને તે પણ ગંગાના તટ પર હરિદ્વારની ભૂમિમાં આ પવિત્ર સ્થળ પર આ સંતો-મહંતોના દર્શનનું મને સૌભાગ્ય મળ્યું તે કદાચ ઇશ્વરની કોઇ ઇચ્છા હશે કે મારી પીડા ઓછી થઇ અને મને અહીં આવવાનો અવસર મળ્યો.

સંતોની શક્તિ એવા ચશ્મા બનાવે જેથી એ લોકોને આ વાતો દેખાય

આ પણા દેશમાં કોઇના માટે કઇં પણ કહીં દેવું એ ઘણું સહેલું છે, શબ્દોનું મુલ્ય ના સમજીને કોઇના માટે કઇ પણ કહીં દેવું એ નવો સ્વભાવ ઉભો થયો છે અને તેટલા માટે અને કોના માટે કંઇ પણ કહેવામાં આવ્યું, એક સમૃદ્ધ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા પછી હું સાર્વજનીક રીતે મીડિયાની હાજરીમાં કહ્યું છું કે અહીં એક પણ સંત મહાત્મા એવા નથી કે જેણે ક્યારેય પણ ગુજરાતના મુખ્યમંત્રી પાસે આવીને કોઇપણ વસ્તુની માંગ કરી હોય. આ આપવામાં માગે છે ના કે લેવાની ભાવના છે. હું કહેવા માંગુ છું કે મને એક પણ સંત મહાત્મા મળ્યો નથી કે જેણે સરકાર પાસે કંઇ માગ્યું હોય. ઘણા હશે જેમને આ વાત નહીં દેખાય. સંતોની શક્તિ એવા ચશ્મા બનાવે જેથી એ લોકોને આ વાતો દેખાય.

એ અર્થમાં તેમની વાણીનું સામર્થ્ય હજારો ગણું વધી જાય છે. તેમણે જે મર્યાદા રેખા નક્કી કરી છે, તેની બહાર જવાનુ સાહસ કોઇ કરી શકતું નથી, તે કોઇ સત નહીં સાધના હોય છે. બાબ રામદેવને વર્ષોથી જાણું છું. જ્યારે તે સાઇકલ પર ફરતા ત્યારથી જાણું છું, નાની થેલીમાંથી કાજુનો કટકો આપતા તે પણ યાદ છે. તમે કલ્પના કરી શકો છો કે, એક વ્યક્તિ વન લાઇફ વન મિશનની જેમ નિરંતર દેશમાં ભ્રમણ કરતા રહે, દરરોજ લાખો લોકોને યોગના માધ્યમથી સ્વસ્થ રહેવા માટે પ્રેરિત કરતા રહે, જો બાબા રામદેવની આ મુવમેન્ટ અન્ય દેશમાં થઇ હોત તો ઘણી યુનિવર્સિટીએ તેના પર પીએચડી કરી હોત. હું ગ્રીનસ બુક વાળાઓને કહેવા માગુ છું કે તમે બધા રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા હશે, નાના કાર્યકાળમાં આટલા કરોડ લોકો સાથે વાત કરી હશે તે રેકોર્ડ વિશ્વમાં ક્યાંય નહીં હોય.

આ આપણું દુર્ભાગ્ય છે કે અહીં લોકો આપણા દેશના સામર્થ્યની ચર્ચા કરતા નથી. કોઇએ કલપ્ના કરી છે કુંભના મેળાની. તેની વ્યવસ્થા કેટલી જોરદાર હોય છે. ત્યાં સંતોના એક એક નાના નગર વસી જાય છે અને ગંગાના કિનારે યુરોપનો એક દેશ એકઠો થાય તેટલા ભક્તો એકઠા થાય છે અને છતાં પણ કોઇ લૂટ કે માર ધાડ કે બિમારી જોવા મળતી નથી. બે-બે ત્રણ ત્રણ મહિના સુધી કોઇ આમંત્રણ કે સુચના વગર કરોડો લોકો પહોંચે છે. શું કોઇ મેનેજમેન્ટ ગુરુએ વિચાર્યું છે કે આ કઇ વ્યવસ્થા છે. આ સંત શક્તિનું સામાર્થ્ય છે. પરંતુ આપણે સ્વાભિમાન ખોઇ ચુક્યા છીએ આત્મગૌરવ સાથે વિશ્વને આ સામર્થ્ય દર્શાવવાની જરૂર છે.

શ્રી અરંવિદે કહ્યું હતું કે અને તેને હું વેદવાક્ય માનું છું કે મને વિશ્વાસ છેકે મારી ભારત માતા આઝાદ જ નહીં પણ વિશ્વ કલ્યાણક બનશે. સ્વામી વિવેકાનંદના સ્વપ્નને કોણ પૂર્ણ કરશે શું તે આપણું દાયત્વ નથી, જે સ્વામી એ કહ્યું કે મારી માતા જગદગુરુના સ્થાને બિરાજમાન છે. તેમણે કહ્યું હતું કે મારી આશા દેશના યુવાનો છે. સો વર્ષ પહેલા તેમણે આ વાત જણાવી હતી અને આજે આખું વિશ્વનું યુવા દેશ હિન્દુસ્તાન છે, વિશ્વમાં ચર્ચા થાય છે કે 21મી સદી ભારતની સદી છે જ્ઞાનની સદી છે અને એટલા માટે જ્યારે માનવે જ્ઞાનયુગમાં પ્રવેસ કર્યો છે ત્યારે હિન્દુસ્તાનને નેતૃત્વએ કર્યુ છે અને આપણે એ દિશામાં જ્યાં પણ હોઇએ જેવા પણ હોઇએ તેનું કર્તવ્યનું પાલન કરવા માટે દેશ કરી શકે છે.

હું કોઇ પ્લાનિંગથી આગળ નથી વધતો

મે મીડિયાના માધ્યમથી જાણ્યું કે તેમાં જણાવાય છે કે, મોદી કેટલા પ્લાનિગં સાથે આગળ વધે છે, પરંતુ હું જણાવી દેવા માંગુ છું કે મારું કોઇ પ્લાનિંગ નથી. નવરાત્રીનો પર્વ પૂર્ણ થયો અને મારું સૌભાગ્ય છે કે હું આ કાર્યનો ભાગીદાર બની શક્યો. મારી ઇચ્છા હતી કે બેલુર મઠ જતો રહું , જે મઠો સાથે નાનપણ વિતાવ્યું ત્યાં જતો રહ્યું, બંગાળ કલકતા ગયો, બેલુર મઠ ગયો, સંતો વચ્ચે સમય વિતાવ્યો, કેરળથી સુચના આવી નારાયણગુરુ સ્થાને જવાનો અવસર મળ્યો. અને આજે અહીં આવવાનો અવસર મળ્યો છે. હું જાણું છું કે આજના અવસર પછી ઘણું સાંભળવા મળશે.

કપાલભાતી કપાળની ભ્રાન્તીને સમાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે

બાબા રામદેવ કપાલભાતી તરફ લઇ ગયા છે જેના કપાળમાં ભ્રાંતી પડી છે તે વધારે પરેશાન જોવા મળે છે., મને વિસ્વાસ છે કે આ કપાલભાતી કપાળની ભ્રાન્તીને સમાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે. હું કોઇ સંતને જોતો તો મને જીજ્ઞાસા જાગતી હતી કે લોકો કહેતા કે આ સાધુ લોકો ખાય છે અને ઉંઘે છે કંઇ કરતા નથી. પહેલા લોકો પુછતા કે, આ લોકો માટે સમય બરબાદ કરવાની જરૂર નથી તે જે કામ કરે છે તે બરાબર છે, પરંતુ હું માનુ છું કે રાષ્ટ્રસેવા પણ દરેક સંતે પોતાનું જીવન ઉપદેશો સુધી સમિતિ નથી રાખ્યું આચરણને બલ આપ્યું છે, કર્તવ્ય ભાવથી જે બન્યુ તે કરતા રહ્યાં છે. રામદેવને પુછ્યું હતું કે હું યોગની પરંપરા સાથે જોડાયેલો છે અને દોડી શકું છું તેમા યોગ યોગથી ઉર્જા પ્રાપ્ત થાય છે ઉમંગ રહે છે પરંતુ ચારોતરફથી યાતના આવે ત્યારે તેને જેલવાની તાકાત ક્યાંથી આવે છે તે તો બતાવો. શું લોકતંત્ર દેશમાં તમારા વિચારોથી વિપરિત વિચાર આપવા એ ખોટું છેુ

અંગ્રેજો પણ નહોતા દબોચી શક્યા તમારી શું તાકાત છે

દિલ્હીના શહેનશાહને પુછવા માગું છું કે દેશની ભલાઇ માટે ભક્તિપુર્વક જુલમની સામે ઝુજનારા અને ના જુકનારાઓ દિલ્હીના શહેશાહનો જવાબ માંગી રહ્યા છે. આ દેશ જુઓ કેટલાકને લાગતુ હતું કે દમનના જોરથી દુનિયાને દબોચી શકાય છે, તે કાન ખોલીને સાંભળી લે કે અંગ્રેજો પણ નોહોતા દબોચી શક્યા તમારી શું તાકાત છે. તમે શું છો, એકવાર નિકળો તો ખરા, જનતાને જવાબ આપવો અઘરો પડી જશે. બાબા રામદેવ આજે જે કંઇપણ કરે છે તે કોઇ યોજનાથી કરે છે, તે નિકળ્યા હતા નાગરીકોની સ્વસ્થતા માટે, યોગના માધ્યમથી ગરીબ વ્યક્તિ સ્વસ્થ રહે, પરંતુ 10 વર્ષ ભ્રમણ કરતા તેમણે જોયું કે સ્વસ્થ્યની સાથે રાષ્ટ્રના સ્વાસ્થ્યનું સંકટ છે અને તેથી તેમણે રાષ્ટ્રના સ્વાસ્થ્ય માટે અવાજ ઉઠાવ્યો.

તેમા સચ્ચાઇ છે, મને વિશ્વાસ છે ભલે તેમના પર અનેક આરોપો લગાવવાના પ્રયત્ન કરે છે, તેઓ મને કહે છે કે આપણે સગા ભાઇઓ છીએ, જે પ્રકારના જુ્લમ મારા પણ થાય છે તે તમારા પર પણ થાય છે, ફછી યુ યાદી બનાવું છું કે તેમના પર એક થયો તો મારો ક્યારે વઆરો આવશે, શું એ શાસનનું કામ છે. બીમારીની દવા અલગ શોધો છો

જે લોકો એ માને છે ભારતનો જન્મ 15 ઓગસ્ટે થયો તે ખોટા માર્ગે જાય છે

તો બુરાઇ વધતી જશે. શ્રેષ્ઠ શું છે ઉત્તમ શુ છે તેને નકારવાથી કામ નહીં ચાલે, આ દેશમાં એક નાનો વર્ગ ચછે કે હિન્દુસ્તાન 1947માં થયો અને જે લોકો એ માને છે 15 ઓગસ્ટે થયો તે ખોટા માર્ગે જાય છે, જે માને છે કે મહાન સાંસ્કૃતિકથી સમયના દરેક પહેલું અનુભવીને માર્ગ આગળ જઇ રહેલો સમાજ છે અને તેથી તો અનેક હસ્તિ મીટી ગયા પછી પણ આપણી હસ્તી મીટતી નથી.

અષપૃષ્યતા આવી તો ગાંધી આવ્યા, ઇશ્વરભક્તિમાં વ્યસ્ત હતા ત્યારે વિવેકાનંદ આવ્યા

જો આપણે તેને ગુમાવી દઇશું તો સમાજ ગમેતે હોય જો એ સમાજ ઇતિહાસની જડોથી પોતાને કાપી દે છે તો તે સમાજમાં ઇતિહાસ નિર્માણ કરવાની તાકાત રહેતી નથી, ઇતિહાસ એ જ સમાજ બનાવી શકે છે જે સમાજ ઇતિહાસમાંથી પ્રાણ શક્તિને પ્રાપ્ત કરી શકે છે. આપણે ઇતિહાસથી અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ, ત્યારે સ્વસ્થના નિર્માણમાં અડચણો આવી રહી છે. પરિવારભાવ જોઇન્ટ ફેમેલીથી દુર માઇક્રો પરિવાર બની રહ્યાં છીએ. આપણી સમાજ વ્યવસ્થા શુ હતી, કઇ વસ્તુ સારી છે અને કઇ ખરાબ છે તેને ઉખેડી ફેકવા એ આપણા સમાજની તાકાત છે. આપણે ભાગ્યવાન છીએ કે આપણી જાગૃત વ્યવસ્થા છે આપણી અંદર કમીઓ આવી તેને દૂર કરવા માટે બુરાઇઓની મુક્તિ માટે સમાજની તેજસ્વી ઓજસ્વી પ્રાણવાન પુરુષોનો જન્મ લીધો. અષપૃષ્યતા આવી તો ગાંધી આવ્યા, ઇશ્વરભક્તિમાં વ્યસ્ત હતા ત્યારે વિવેકાનંદ આવ્યા અને કહ્યું દેશભક્તિમાં લાગો.

ગુજરાતના વિકાસ પાછળ મોદી નથી, ગુજરાતની છ કરોડ જનતાનો પરસેવો

આ દેશ રાજનેતાઓનો નહીં સરકારો નહીં, પણ ઋષિમુનીઓ, શિક્ષકોએ બનાવ્યો છે, તેમના ત્યાગ અને સમર્પણથી આ દેશ બન્યો છે, પરંતુ આપણે આ બધી શક્તિને આપણે નકારી દીધી છે. જો આપણે આ શક્તિઓને જોડીએ અને બધી શક્તિઓનું મિલન હોય અને એ સંકલ્પ સાથે ચાલીશું તો ભારત માતાને જગદગુરુ બનતા અટવાકી શકે. હું આશાવાદી વ્યક્તિ છું. વિશ્વાસ મારી નસોમાં દોડે છે. મારો પરસેવો વિકાસતંત્રથી પુલકિત થાય છે અને તેથી હું કહું છું , નિરાશ થવાનું કોઇ કારણ નથી. મને યાદ છે 2001માં ભુકંપ આવ્યો ગુજરાત મોતની ચાદર ઓઢીને બેસું છે અધ્યાય પુર્ણ થઇ ગયો, જે ગુજરાત માટે સારુ ઇચ્છતા હતા તે પણ દુખી હતા, પરંતુ એ જ ગુજરાતે દેખાડ્યું કે વિશ્વ કહે છે કે ભુંકપમાંથી દેશોને સાત વર્ષ લાગે છે, આપણે ગરબી દેશોમાં ગણાય છે અને ગુજરાત ત્રણ વર્ષમાં દોડતુ થવા લાગ્યું હતું. આજે વિશ્વમાં ગુજરાતના વિકાસની વાત થાય છે. સંતોષનો ભાવ છે તો તે મોદી નહીં નથી નથી અને નથી, તો તે છ કરોડ ગુજરાતીઓનું પુરષાર્થ છે, સવાસો કરોડ વિશ્વમાં ચેતના લાવી શકે છે તેને લઇને આગળ વધવું જોઇએ.

હું બધાના સુખ અંગે વિચારું છું

આપણે જીવનમા લેવાના સપના જોયા નથી અમે ફકીરી લઇને ચાલાતા લોકો છીએ કાલે શુ હતું કાલે કઇ નહોતું તો આવતી કાલે કંઇક હોવું જોઇએ તેની કામના ના હોવી જોઇએ. જ્યા રાજા ન મને રાજ્યની કામના છે મને કામના છે તો પીડીતોના દુખને પોછવાની કામના છે, કેટલાક લોકો આપણા ઇરાદાઓ પર શંકાઓ કરે છે, અપને પરાયે જેવી દિવાલો ઉભી કરે છે હું એ તમને કહેવા માગું છું એ પરંપરામાં મોટો થયો છું જેણે મને મંત્ર શિખવ્યો છે કે મારા રાજકીય જીવનનું મેનીફેસ્ટો માગું છું, હું હિન્દુઓના સુખની વાત નહીં પણ બધાના સુખની વાત કરું છું. કોઇ સમાજ પાસે બે શબ્દોમાં માનવ વિકાસનું ચિત્ર ખેચાયું હોય તેવું ક્યાય નહીં હોય.

2002ની ચૂંટણી પછી ઘણા હોશમાં નથી આવ્યા

2002માં ચૂંટણી જીતીને આવ્યો ત્યારે તે બીજા માટે સદમો હતો તે હજુ હોશમાં નથી આવ્યા ત્યારનું ભાષણ જૂઓ ચૂંટણી જીત્યા પછી મે કહ્યું હતું કે રાજનીતિ પૂર્ણ થઇ ચૂકી છે, હવે આપણે બધાએ સાથે મળીને ગુજરાતને આગળ લઇ જવાનું છે, જેમણે વોત આપ્યા તે પણ મારા છે અને જેમણે વોટ નથી આપ્યા તે પણ મારે છે. એ વાતાવરણમાં પણ મે કહ્યું કે અભયમ એવું મે કહ્યું હતુ આજે 12 વર્ષ થઇ ગયા દંગોનું નામોનિશાન નથી. એક નાની અમથી જમાત રાષ્ટ્રને લલકારી રહી છે આપણે અનદેખી કરી એટલે ભોગવું પડ્યું છે, આ પ્રકારની વિકૃતિ નષ્ટ થઇ જાય.

મારે કોઇ પદ માટે આશિર્વાદ નથી જોઇતા

આજે મને સન્માન પત્ર આપવામાં આવ્યું, હું મારી જાતને પુછુ છું કે શું હું તેના માટે યોગ્ય છું અને મારી આત્મા કહે છે કે નહીં, હું તેના માટે ક્યારેય યોગ્ય નથી. પરંતુ સંતમનથી માના રૂપ હોય છે, સંતોની અંદર માનું વિરાટ રૂપ હોય છે, જે તેમની નજીક જાય છે તેની અનુભતિ જાય છે, માતા તેના બાળકને હિંમત આપે છે, મને લાગે છે મારી દોડ ઓછી પડી રહી છે મને લાગે છે કે હજુ પણ મારમા કંઇક કમી છે, અને સંતોએ આજે અલગ ઢંગથી મને અંકિત કર્યું કે આ બધું તારે પુર્ણ કરવાનું છે આ સન્માન પત્ર નહીં આદેશ પત્ર છે, મારા માટે તે પ્રેરણા પુષ્પ છે, પ્રેરણા પુષ્પ દરેકપળે કમીપુર્ણ કરવાની તાકાત આપે. ખુલ્લે આમ કહું છું કે સંતો પાસેથી એ આશિર્વાદ ના જોઇએ જે કોઇ પદ માટે હોય, અમે એ માટે નથી જન્મયા મને આશિર્વાદ જોઇએ કે હું ક્યારેય કંઇ ખોટું ના કરી દઉ. મારા હાથોથી કંઇ ખોટું ના થઇ જાય, મારા હાથોથી કોઇનું અહિત ના થાય, સંત મને એ આશિર્વાદ આપે, ગંગા મૈયા મનેએ સામર્થ્ય આપે હિમાલય મન પેરણા આપે, જનતા જનાર્દન જે ઇશ્વરનું રૂપ હોય છે, તેમના ચરણોમાં નતમસ્તક કરુ છું તેથી 125 કરોડ નાગરીકની જેમ ક્યારેય કોઇનું ખરાબ ના કરીએ. અને જે મહાન કાર્ય માટે યજ્ઞ ચાલે છે.

English summary
gujarat chief minster narendra modi today addressed patanajali yog pith
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X