
લતાજીનું ભારત રત્ન છીનવવાનું કહેનારાની ધરતી ખેંચી લોઃ મોદી
દુર્ગ, 14 નવેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા છત્તીસગઢમાં આજે બીજી ચૂંટણી રેલી દુર્ગમાં કરવામાં આવી હતી. જેમાં તેમણે ડો. રમણસિંહ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી હતી, તેમજ સાથો સાથ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આ તકે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને વડા પ્રધાન મનમોહન સિંહની ઝાટકણી કાઢી હતી.
આ તકે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, હું પહેલા અહીં આવતો ત્યારે અનુભવ થતું નહી કે આ દુર્ગ છે કે નહીં, પણ આજે આ વિશાળ સંખ્યા જોઇને કહીં શકુ છું કે છત્તીસગઢના વિકાસનું કોઇ દુર્ગ છે તો એ આ જ દુર્ગ છે. ચૂંટણીમાં અમે અનુભવ્યું છે કે, આજે દેશમાં કોઇપણ સરકાર બને, બે વર્ષની અંદર લોકોના રુઝાન બદલાઇ જાય છે. સામાન્ય માનવીને નિરાશા અનુભવાય છે અને એ સરકારના ચોથા અને પાંચમા વર્ષ એવા હોય છે, મંત્રી ક્યાં જવાનું પસંદ કરતા નથી, મુખ્યમંત્રી કંઇ કરતા નથી, બધુ સમાચાર પત્રો થકી થાય છે. દસ વર્ષ સરકાર ચલાવ્યા બાદ ડો. રમણસિંહ હજારો કિલોમિટરની યાત્રા કરે. ગામેગામ જઇને પોતાના કાર્યોનો હિસાબ આપે. જનતાની સામે રૂબરૂ થઇને વિસ્તારથી સત્ય રજૂ કરે અને છત્તીસગઢની જનતા તેમનું સ્વાગત અને સન્માન કરે. આ કોઇ નાની ઘટના નથી.
કેટલાક રાજ્યના મુખ્યમંત્રી ઉત્સાહ સાથે નીકળે તો છે પણ ચાર છ દિવસમાં જૂતા આવવા લાગ્યા છે. પહેલા ટમાટર અને ડૂંગળી આવતી પરંતુ મોંઘા થઇ જવાના કારણે કોઇ ફેંકતુ નથી. એક રમણ સિંહજી અપવાદ રહ્યાં. ભાજપના શિવરાજસિંહ અપવાદ રહ્યાં. તેઓ દસ વર્ષ પછી પણ જનતા વચ્ચે જાય છે. જ્યાં સત્ય છે ત્યાં લોકો તમને સ્વિકારે છે.

રમણ સિંહજી પોતાનો હિસાબ આપી રહ્યાં છે
આ ચૂંટણી છે. રમણ સિંહજી પોતાનો હિસાબ આપી રહ્યાં છે. દિલ્હીના મહેમાનો પણ આવે છે. આ દિલ્હી સરકારના જે લોકો આવે છે, તેમણે પોતાના કામનો હિસાબ આપવો જોઇએ કે નહીં, મોંઘવારી, નવયુવાનોને રોજગારી મળી કે નહીં, માતા બહેનોની ઇજ્જત લુટાઇ રહી છે, ચીન હિન્દુસ્તાનની ધરતી પર ઘૂસી જાય છે, જવાનોના સરકલમ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ તેમના દ્વારા કોઇ જવાબ આપવામાં આવતો નથી. લોકતંત્રમાં એમની જવાબદારી નથી, ઉલટું અહીં આવીને કંઇકને કંઇક સંભળાવે છે.

મોંઘવારીનો મ પણ બોલવા તેઓ તૈયાર નથી
મેડમ સોનિયાજી અહીં આવ્યા હતા. આ કોંગ્રેસ પાર્ટીએ ગત લોકસભાની ચૂંટણીમાં 100 દિવસમાં મોંઘવારી ઓછી કરવાનું કહ્યું હતું. પણ થઇ નથી. તેનો જવાબ આપવો પડે. વડા પ્રધાન, સહેજાદા અને મેડમ આવ્યા પરંતુ મોંઘવારીનો મ પણ બોલવા તેઓ તૈયાર નથી. આજે મોંઘવારીની સ્થિતિ એવી છે કે, ગરીબમાં ઘરમાં ચુલો નથી સળગતો. બાળક રોવે છે પરંતુ દેશના નેતાઓને ગરીબની રોટી, ગરીબની રોજી તે વિષયમાં એક શબ્દ બોલવાની ફુરસત નથી. મેડમ સોનિયાજી તમે તો માતા છો. બાળક ભૂખ્યા છે, બે દર્દ ભર્યા શબ્દ તો બોલી દેતા. તેમના પર મરહમ લગાવવાનો પ્રયાસ, તેમની પીડા ઓછી થાય તેવું વચન આપતા, શું કર્યું તેનો હિસાબ આપતા. એક માતા બાળકને ક્યારેય ભૂખ્યા ના જોઇ શકે.

કોંગ્રેસ પાર્ટીના લોકો સાતમા આસમાન પર
પરંતુ ખબર નથી કે, કોંગ્રેસ પાર્ટીના લોકો સાતમા આસમાન પર બેસેલા છે. અંહકારથી ભરેલા છે. તેઓ એવું માનીને જાય છે, આ રાજ્ય, સત્તા ખુરસી, તેમની સંપત્તિ છે. કોઇને પણ તેના વિષયમાં અવાજ ઉઠાવવાની તાકાત નથી. આ દિલ્હીમાં કોંગ્રેસ સરકાર ટકેલી છે, તે પોતાના સારા કામના કારણે નહીં, પરંતુ તે સીબીઆઇના જોરે ચાલી રહી છે. તેમને જ્યારે જરૂર પડે ત્યારે સપા તો ક્યારેક બસપા અને ડીએમકેના ઘરે ડેરાતંબુ નાખી દે છે, આ રીતે પોતાની સત્તા જાળવી રાખવા માગે છે. આ સીબીઆઇ એક એવી દવા છે, તે દરેક દુઃખો માટે ઉત્તમ ઉપાય છે. તેમને લાગ્યું કે, આ દવા મોદીને પણ લાગુ પડી જશે, તેમણે આ દવા સીબીઆઇ તેનો ડોજ મોદીને પણ આપવાનો પ્રયાસ કર્યો છે, હજુ પણ લાગેલા છે, તેમને લાગ્યું કે આ સીબીઆઇ મોકી કાંપી જશે, ડરી જશે, જેલ દેખાશે, મેડમ સોનિયાજી તમને માલુમ હોવું જોઇએ. હું મહત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિમાં જન્મયો છું, ખોટાની સામે ઝુકવું નહીં અને સત્ય માટે લડવું એ અમારી આદત છે. તમે અમને ડરાવી રહ્યાં છે.

દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે
જેટલી શક્તિ હોય તેટલી લગાવી લો અને હું જાણું છું કે તમે કંઇ બાકી નહીં રાખો, પરંતુ દેશની જનતા દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનું જાણે છે. તમારા કોઇ ખેલ ચાલશે નહીં, હિન્દુસ્તાનની સુરક્ષા સાથે કેવો ખિલાવડ તેઓ કરી રહ્યાં છે. અવાર નવાર પાકિસ્તાન ગોળીઓ ચલાવીને આપણા સેનાને મોતને ઘાટ ઉતારે, સર કલમ કરે અને દિલ્હી સરકાર પાકિસ્તાનના વડાપ્રધાનને ચિકન બિરયાણીનું લંચ કરાવે. અને પૂછવામાં આવે તો કહે છેકે આ તો પ્રોટોકોલ છે.

કોંગ્રેસ બોખલાઇ ગઇ
કોંગ્રેસ બોખલાઇ ગઇ છે. આ કોણ છે અમને પડકારનારા. યુપીએના એક નેતા, કોંગ્રેસના સાથી પક્ષના નેતાએ નિવેદન આપી દીધું. આ નિવેદન તેમની માનસિકતા જાહેર કરે છે. ચા વેંચનારો દેશનો વડાપ્રધાન કેવી રીતે બની શકે. સવાલ મોદીનો નથી. સવાલ એ વાતનો છે કે અમીર ઘરોમાં જન્મેલા, ગરીબોની મજાક ઉડાવી રહ્યાં છે અને આ ભાષાનો પ્રયોગ કરે છે. લોકતંત્રમાં તો રોડ પર બૂટ પોલીસ કરનારમાં ક્ષમતા હોય તો ભારતનો ભાગ્યવિધાતા બની શકે છે.

અમે ક્યારેય છૂપાવ્યું નથી
હું આ નેતાઓને જણાવી દઉ કે, અમે ક્યારેય છૂપાવ્યું નથી. નાનપણમાં રેલના ડબ્બામાં ચા વેચીને અમે અમારું પેટ ભરતા હતા, પણ અમે ક્યારેય ખિસ્સા કાપીને, ખોટા રસ્તા પર જઇને જીવન ગુજાર્યું નથી. આ લોકો કોઇને નથી છોડતાં, લતા મંગેશકરનું આ દેશ ઘણું સન્માન કરે છે. એ મેરે વતન કે લોગો ગીત સાંભળીને દેશ માટે મરનારાઓની યાદ આવે છે. જેમનું એક સ્વર આજે પણ દેશની પેઢીને પ્રાણ આપે છે.

ભારત રત્ન છીનવવા માગે છે તેમની ધરતી ખેંચી લો
તેમણે એટલું જ કહ્યું કે, મોદીજી દેશના પ્રધાનમંત્રી બને, ત્યાં તો મોટું તોફાન આવી ગયું. તેમનુ અહંકાર તો જુઓ. કોંગ્રેસના નેતા કહે છે કે તેમનું ભારત રત્ન પરત લઇ લો. જે કોંગ્રેસના લતા મંગેશકરનું ભારત રત્ન છીનવવા માગે છે તેમની ધરતી ખેંચી લો. તેમના પગ નીચેથી જમીન ખેંચી લો. શું આ દેશમાં લતાજીને પોતાની ભાવના પ્રગટ કરવાનો અધિકાર નથી. જો તે પોતાની ભાવના પ્રગટ કરે તો તમે કોણ છો કે તેમનું ભારત રત્ન પરત લેવાનું કહો છો.

મોદીને ગાળો બોલનારને સન્માન
2014માં નવી સરકાર બન્યા બાદ સત્ય બહાર લાવશે કે છેલ્લા 10 વર્ષમાં મનમોહન સરકારે કોને પુરસ્કાર આપ્યા છે. એમા એવા લોકો છે, જેમણે ગુજરાત અને મોદીને ગાળો આપી અને આ મહાન કામ માટે પદ્મ ભૂષણ આપવાનું કામ દિલ્હીમાં બેસેલી સરકાર કરી રહી છે. મોદીને ગાળો બોલનારને અનેક ગણું આપી રહ્યાં છે ને મોદીના વખાણ કરનારનું છીનવી લેવાનું કામ તેઓ કરી રહ્યાં છે, જે લોકતંત્રમાં ના ચાલે.

યુપીએ સરકારને પ્રશ્ન
તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં અમારી સરકાર બનશે તો એક કરોડ નવયુવાનોને દર વર્ષે રોજગારી આપીશું. હું પૂછવા માગું છું કે, અહીં કોઇને રોજગારી આપી છે ખરી. તમે જવાબ આપો. આજે પરિવાર વધી રહ્યો છે, જમીનના મોટા પરિવારમાં વેચાઇ રહી છે.

હિન્દુસ્તાન આજે સૌથી નવયુવાન દેશ છે
હિન્દુસ્તાન આજે સૌથી નવયુવાન દેશ છે, આ નવયુવાન પાસે બુદ્ધી અને સામર્થ્ય આપ્યું છે, જો તેમને તક આપવામાં આવે, તે હિન્દુસ્તાનને નવી ઉંચાઇએ પહોંચાડી શકે છે. તેમને તેની ચિંતા નથી. તેમને માત્ર પોતાની રોજગારીની ચિંતા છે. પોતાની ખુરશી સલામત રહે, રોજીરોટી ચાલ્યા કરે. એ જ તેમની કામના છે અને તેની આગળ તેઓ વિચારતા નથી.

દેશના અનેક રાજ્યો અંધકારમાં ડુબેલા છે
આજે દેશના અનેક રાજ્યો એવા છે, અંધકારમાં ડુબેલા છે. વિજળી નથી. બીજી તરફ 20 હજાર મેગાવોટ ઉત્પન્ન કરનારા કારખાનાઓને તાળા લાગેલા છે. આટલા મોટા કારખાના છે, રાજ્ય છે જરૂરિયાત માટેના ગામ છે, તેમ છતાં આવું છે કારણ કે, કોલસો નથી. તેઓ કોલસો અને કોલસાની ફાઇલ પણ ખાઇ ગયા. આજે દેશને વિદેશોમાંથી કોલસો લાવે છે, જે ઘરોમાં ચુલા સળગે છે, ત્યાં કોલસા હોય છે, તેમણે સાંભળ્યું છે કે, કોલસાની ચોરી થાય છે. આજે સ્થિતિ એવી આવી છે કે, કોલસા માટે લોકર ખોલાવવા પડી રહ્યાં છે.

તો આ 10 વર્ષમાં છત્તીસગઢને સાફ થઇ જાત
તેના કારણે વિજળી નથી, કારખાના લાગી રહ્યાં નથી અને તેના કારણે રોજગારી મળી રહી નથી. જેની પાછળનું કારણ કોંગ્રેસ પાર્ટી છે. હું છત્તીસગઢને શુભેચ્છા પાઠવું છું કારણ કે તેમણે છત્તીસગઢને બચાવી લીધું. જો તમે 2003 અને 2008માં ભાજપની સરકાર ના લાવ્યા હોત તો આ 10 વર્ષમાં છત્તીસગઢને સાફ કરી નાંખત. તમે છત્તીસગઢને બચાવી લીધું. પરંતુ જો આ દસ વર્ષથી ભૂખ્યા છે, તેમના હાથમાં છત્તીસગઢ આવી જશે તો તેઓ કંઇ વધારશે ખરા. તમને તો બરબાદ કરશે પણ તમારી આવનારી પેઢીને પણ બરબાદ કરશે. તેથી તમને આગ્રહ કરું છું કે તમે તમારી રાજી નારાજી હોઇ શકે છે, તેમ છતાં ભૂલથી પણ કોંગ્રેસ પાર્ટીને ઘુસવા દેતા નહીં. જેમણે દેશને લૂટ્યો છે, તેઓ છત્તીસગઢને કોઇપણ સ્થિતિમાં નહીં છોડે અને તેમને ભ્રષ્ટાચારની શરમ પણ નથી.

13થી 18નો સમય મહત્વનો
જ્યારે બેશરમીની હદ વટી જાય ત્યારે કંઇ નથી વઘતું, ત્યારે સામાન્ય નાગરીકે જાગરુક થવું પડે છે. છત્તીસગઢની ચૂંટણી ઘણી મહત્વની છે. રમણ સિંહના 10 વર્ષ તો કોંગ્રેસે કરેલા ખાડાઓ ભરવામાં ગયા છે. હવે સમય આવ્યો છે, મજબૂત પાયા નાંખવાના. જો આ તક ચૂકી ગયા તો ખાડાવાળો ખેલ ચાલું થઇ જશે. વ્યક્તિના જીવનમાં જેમ 13 વર્ષની ઉમરનું મહત્વ હોય છે. તેમ 13થી 18નો સમયગાળો રાજ્ય માટે પણ મહત્વનો હોય છે. છત્તીસગઢ 13માં પહોંચ્યું છે તને 18માં પહોંચવાનું છે. આ 13થી 18ના સમયને એવા હાથમાં આપો કે આવનારી પેઢીને કોઇ કારણ ના રહે.

વિકાસ સિવાય કઇ નથી
વિકાસ સિવાય કઇ નથી. વોટબેંકની રાજનીતિ ઘણી થઇ હવે દેશે વિકાસની રાજનીતિ કરવી પડશે. આજે ગુજરાતની વિકાસની રાજનીતિની વાતો થાય છે, કારણ કે અમે વોટબેંકની રાજનીતિને દફનાવી દીધી છે. તેથી ગુજરાતની જેમ તમે ડો. રમણસિંહને જવાબદારી આપો. તમે જેવું છત્તીસગઢ જોવા માગો છો, તેવું છત્તીસગઢ તમને અમે બનાવીને આપીશું.