For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજમેરમાં વરસ્યા મોદી કહ્યું- 'કોંગ્રેસ વંશવાદી, અમે રાષ્ટ્રવાદી'

|
Google Oneindia Gujarati News

અજમેર, 28 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને નરેન્દ્ર મોદી હાલમાં રાજસ્થાનના અજમેરમાંથી ચૂંટણી સભાને સંબોધી હતી. નરેન્દ્ર મોદી પોતાની આગવી અદામાં રાજસ્થાનની કોંગ્રેસ સરકાર અને કેન્દ્રની યુપીએ સરકાર પર ચાબખા માર્યા હતા. મોદીને સાંભળવા અજમેરમાં ઉમટી પડેલી ભીડના મોદીએ વખાણ કર્યા હતા. મોદીએ કહ્યું કે તમારા લોકોનો આ ઉમંગ અને જોશ અને જુસ્સો જોઇને કોંગ્રેસની હાલત શું થતી હશે.

મિત્રો રાજસ્થાનના ઇતિહાસમાં આપ ભાજપને જોરદાર અને શાનદાર જીત અપાવવાના છો. આપ એક તારીખે મતદાન કરીને રાજસ્થાનનું ભાગ્ય નક્કી કરવાના છો.
આઝાદીના 60 વર્ષો બાદ જે રીતે આપે જીંદગી વિતાવવી પડી શું આપ ઇચ્છો છો કે આપના બાળકો પણ એવી જ મુશ્કેલીઓમાંથી પસાર થાય? શું આપ નથી ઇચ્છતા કે રાજસ્થાનને નવી ઉંચાઇઓ પર લઇ જવામાં આવે? કોંગ્રેસે વિકાસની રાજનીતિ કરી હોત તો અજમેરનો યુવાન રોજગાર માટે ના ભટકતો હોત. અજમેરમાં પીવાના શુદ્ધ પાણીની તકલીફ ના હોત. પરંતુ ભાગલા પાડો અને રાજ કરો એ કોંગ્રેસ પાર્ટીના ચરિત્રમાં છે. કોંગ્રેસે અંગ્રેસની વિરાસત પર 60 વર્ષો સુધી રાજ કર્યું છે. અને તેમને ખુરશી અને સત્તા મેળવવા માટે ભાગલા પાડવામાં શરમ નથી આવતો.

કોંગ્રેસ પાર્ટીએ જાતિવાદનું ઝેર દેશમાં એટલું બધું ફેલાવ્યું કે તેણે નદીઓના નામે એક રાજ્યને બીજા રાજ્ય સાથે લડાવ્યું. તેમણે ઉત્તરને દક્ષિણ સામે લડાવ્યા છે. એટલું જ નહીં તેમણે શહેરને ગામડાની વિરુધ્ધ કરી દીધું. મિત્રો જો દેશને એકતાથી જોડવું હોય, તો કોંગ્રેસને સદા સદા માટે રાજનીતિમાંથી હટાવી દેવું પડશે.

અટલજીની સરકાર હતી ત્યારે તેમણે છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડનું નિર્માણ કર્યું. મધ્ય પ્રદેશમાંથી છત્તીસગઢ અલગ પડ્યું ત્યારે બંને મીઠાઇ વહેંચી રહ્યા હતા. જ્યારે ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ છૂટુ પડ્યું ત્યારે બંને રાજ્યો મીઠાઇ વહેચી રહ્યા હતા. જ્યારે બિહારમાંથી ઝારખંડ અલગ થયું ત્યારે પણ બંને મીઠાઇ વહેંચી રહ્યું હતું. પરંતુ કોંગ્રેસે હાલમાં આંધ્રપ્રદેશમાંથી એક અલગ તેલંગાણા રાજ્યના નિર્માણની કંઇક એવી નીતિ અપનાવી છે કે તેલંગાણા પણ સળગી રહ્યું છે અને સીમાંધ્ર પણ સળગી રહ્યું છે. જે લોકો માતાના દૂધમાં પણ તિરાડ પાડી શકે છે તે લોકો દેશને કેટલો બરબાદ કરી શકે તેનું અનુમાન તમે લગાવી શકો છો.

ગઇકાલે અહીં મેડમ સોનિયાજી આવ્યા હતા. ગઇ કાલે મેડમ સોનિયાજી અહી આવ્યા હતા, તેઓ વિપક્ષને પૂછી રહ્યા હતા કે આપ લોકો પાંચ વર્ષ ક્યાં હતા? અમે છેલ્લા પાંચ વર્ષથી સુક્ષ્મદર્શક યંત્ર લઇને રાજસ્થાનની કોંગ્રેસ સરકારને શોધી રહ્યા હતા કે તેઓ ક્યાં છે, કયા ખૂણામાં છે? અમે જ નહીં પરંતુ આખું રાજસ્થાન શોધી રહ્યું છે, અને હવે તો આખું હિન્દુસ્થાન શોધી રહ્યું છે કે દિલ્હીમાં કેન્દ્ર સરકાર છે કે નથી?

મિત્રો આપ મને જણાવો કે રાજસ્થાનની કોંગ્રેસ સરકારે આપના કોઇ વચનો પાળ્યા છે. ચૂંટણીમાં જે વચનો આપ્યા હતા તે પૂરા કર્યા છે. લોકસભાની ચૂંટણી થઇ ત્યારે કોંગ્રેસે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું હતું પરંતુ મોંઘવારી ઘટી નથી. પરંતુ વધી છે. આ કોંગ્રેસની સરકારે એક વર્ષમાં એક કરોડ લોકોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું. શું કોઇને રોજગાર મળ્યો. શું નવયુવાન સાથે છેતરપીંડી છે કે નહીં. જેણે વચન તોડ્યું તેની સાથે સંબંધ તોડો.

મનમોહન સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી આ તમામ કોંગ્રેસી નેતાઓ અહીં આવીને મોટા મોટા ભાષણો કરી ગયા પરંતુ કોઇએ પણ મોંઘવારીનો 'મ' ઉચ્ચાર્યો હતો? સત્તામાં રહેલી સરકારે પોતાના કામનો હિસાબ આપવો જોઇએ કે ના આપવો જોઇએ? રાજસ્થાનની સરકારે કેન્દ્રની કોંગ્રેસ સરકારે હિસાબ આપવો જોઇએ કે નહીં? નથી આપતા તેમનામાં અહંકાર આવી ગયો છે.

મિત્રો અહીં ગરીબના ગરમાં ચૂલો નથી સળગતો. બાળકો અશ્રુ પીને રાત્રે સૂઇ જાય છે. મેડમ સોનિયાજી આપતો માતા છો માતા. એક માતાની રીતે આ ગરીબ બાળકો માટે બે શબ્દો તો બોલવાતા. શહેજાદાજી કહે છે કે ગરીબી જેવું કઇ હોતું જ નથી આ બધું તો માત્ર એક મનની અવસ્થા હોય છે. જે ગરીબીમાં જીવ્યા નથી તેમને શું ખબર કે ગરીબી શું હોય છે.

મિત્રો આ કોંગ્રેસ સરકાર એવું કહે છે કે ભાજપ ઝેર ફેલાવી રહ્યું છે. મિત્રો વસુંધરા રાજેએ કે કોઇ ભાજપીએ આપને એક ગ્રામ પણ ઝેર આપ્યું છે? મિત્રો છ મહિના પહેલા આપના રાજસ્થાનમાં રાહુલ ગાંધીના 'રાજતિલક' માટેનો કાર્યક્રમ હતો. તેમા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'હું સવારે વહેલા ઉઠી ગયો અને માતાના ઓરડામાં ગયો અને માતા રોઇ રહ્યા હતા. અને માતાએ મને કહ્યું હતું કે સત્તા ઝેર સમાન હોય છે.' હવે તમે મને જણાવો કે દેશમાં સૌથી વધારે સત્તાનો સ્વાદ કોંગ્રેસે ચાખ્યો છે. તો પછી તમે જ નક્કી કરો કે સૌથી વધારે ઝેર કોણ ઓંકશે?

મિત્રો પહેલા છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનને બિમારુ રાજ્ય તરીકે માનવામાં આવતું હતું. પરંતુ શિવરાજસિંહની સરકારે મધ્ય પ્રદેશને બિમારુ રાજ્યમાંથી મુક્તિ અપાવી. અને છત્તીસગઢને રમણસિંહે બિમારુ રાજ્યમાંથી મુક્ત કરાવ્યું. શું અહીની સરકાર રાજસ્થાનને બિમારુ રાજ્યમાંથી મુક્તિ નહીં અપાવી શકે. મિત્રો આપ ભાજપને પાંચ વર્ષ આપો હું તમને વિશ્વાસ આપું છું કે રાજસ્થાનને બિમારુ રાજ્યમાંથી મુક્ત કરશે.

મિત્રો ભારતની સુપ્રીમ કોર્ટે અને રાજસ્થાનની હાઇકોર્ટે કોંગ્રેસની ગેહલોત સરકારને ફટકાર લગાવી કે તમને સત્તા કરતા ના આવડતું હોય તો મૂકી દો. કોર્ટે જણાવેલું કે રાજસ્થાનના ઇતિહાસમાં આ સૌથી નબળી સરકાર છે. સોનિયાજી તમારા જ ગવર્નરે વિરોધ કર્યો હતો કે તમને શાસન કરતા ના આવડતું હોય મને આપી દો હું આદીવાસીઓનો વિકાસ કરીશ.

અશોક ગેહલોતના રાજમાં 40થી વધારે રમખાણ થયા છે. હમણા જ્યારે ભરતપુરમાં રમખાણો થયા ત્યારે તે રાજસ્થાન સરકારને કહ્યા વગર જ ભરતપુર પહોંચી ગયા. અને તેઓ ચોરીની બાઇક પર હિસ્ટ્રીસીટરની સાથે ભરતપુર પહોંચી ગયા. શહજાદાને કોંગ્રેસના મુખ્યમંત્રી પર વિશ્વાસ નથી. આપ જણાવો કે આપની સરકારની ઇજ્જ ક્યા છે?

મિત્રો શહેઝાદા કહે છે કે આપણા દેશમાં બે વિચારધારા ચાલે છે. શહેદાજાજી ત્યાં તમારી વાત અટકી ગઇ, હું ત્યાંથી આજે શરૂ કરીશ...આપના વિચાર શું છે અને અમારા વિચાર શું છે.

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ભાજપના વિચારોની તુલના કરી

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ભાજપના વિચારોની તુલના કરી

આપના વિચારો છે ભારત મધમાખીનો પૂડો છે અને અમારા વિચાર છે ભારત અમારી માતા છે.

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ભાજપના વિચારોની તુલના કરી

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ભાજપના વિચારોની તુલના કરી

તમારા વિચાર પ્રમાણે ગરીબ એક માનસિક અવસ્થા છે અને અમારા વિચાર છે કે ગરીબ દરીદ્ર નારાયણ છે તેની પૂજા થવી જોઇએ.

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ભાજપના વિચારોની તુલના કરી

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ભાજપના વિચારોની તુલના કરી

આપના વિચાર છે ગરીબીની રાજનીતિ નથી કરતા તો અમને મજા નથી આવતી, અમારા વિચાર છે ગરીબની યાદ અમને ઉંઘવા નથી દેતો.

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ભાજપના વિચારોની તુલના કરી

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ભાજપના વિચારોની તુલના કરી

આપના વિચાર છે રૂપિયા ઝાડ પર નતી ઊંઘતા, અમારા વિચાર છે રૂપિયા ખેડૂતના ખેતરમાં ઊંગે છે, મજદૂરની મહેનથી ઊંગે છે.

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ભાજપના વિચારોની તુલના કરી

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ભાજપના વિચારોની તુલના કરી

તમારા વિચાર છે, સમાજ તોડો અને રાજ કરો, અમારા વિચાર છે સમાજને જોડો અને વિકાસ કરો.

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ભાજપના વિચારોની તુલના કરી

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ભાજપના વિચારોની તુલના કરી

આપનો વિચાર છે વંશવાદ છે, અમારા વિચાર છે રાષ્ટ્રવાદ.

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ભાજપના વિચારોની તુલના કરી

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ભાજપના વિચારોની તુલના કરી

આપનો વિચાર છે રાજનીતિ બધું જ છે, અમારા વિચાર છે રાષ્ટ્રનીતિ બધુ જ છે.

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ભાજપના વિચારોની તુલના કરી

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ભાજપના વિચારોની તુલના કરી

આપનો વિચાર છે સત્તા બચાવવાની, અમારા વિચાર છે દેશ બચાવવાની

માટે જનતા નક્કી કરશે કે કયો વિચાર દેશને આગળ વધારશે, યુવાનોને રોજગાર આપશે, વિકાસ સાધશે. 1 તારીખે મતદાન છે માટે ભારે મતદાન કરીને. મિત્રો કોઇ ખૂણામાં પણ પંજો બચવો જોઇએ નહીં. કારણ કે રાજીવ ગાંધીએ કહ્યું હતું કે દિલ્હીથી એક રૂપિયો નીકળે છે જે ગામડા સુધી પહોંચતા પહોંચતા 15 પૈસા થઇ જાય છે. આ એ જ પંજો છે જે રૂપિયના 15 પૈસા બનાવી દે છે. જો તમે ઇચ્છતા હોવ કે રાજસ્થાનમાંથી નીકળેલો રૂપિયો તમારા ગામ સુધી હેમખેમ પહોંચે તો ભાજપને વિજય બનાવો.

મોદીના ભાષણને સાંભળો વીડિયોમાં:


English summary
Narendra Modi addressing a Public Meeting in Ajmer, Rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X