સૂરજકુંડમાં સોનિયા પર નરેન્દ્ર મોદીએ કર્યા આકરા પ્રહારો

narendra modi
સૂરજકુંડ, 29 સપ્ટેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પર આજે હલ્લો બોલાવતાં કહ્યું હતું કે કોલસાની ફાળવણીમાં કૌંભાડ અને રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણના મુદ્દે સરકારે જવાબ આપવો પડશે. ભારતીય જનતા પાર્ટીની ત્રણ દિવસીય કારોબારી અને રાષ્ટ્રીય પરિષદની બેઠકના સમાપન બાદ આયોજીત કરવામાં આવેલી વિશાળ રેલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક વિદેશી પત્રિકામાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સોનિયા ગાંધી અહમદ પટેલની ભલામણ દ્રારા સરકારે કોલસા બ્લોક્સની ફાળવણી કરી હતી. ત્યારબાદ તેને પાછી ખેંચવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે સરકારે આ કેસ સાથે સંકળાયેલા બધા પ્રશ્નોના જવાબ આપવા પડશે. મોદીએ આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધી અમેરિકાથી પરત ફર્યાના બીજા દિવસે સીધા વિદેશી રોકાણ અંગેનો નિર્ણય લીધો હતો. સરકારે તેનો જવાબ આપવો પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X