For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીએ ફોન કરી બિહાર ભાજપના નેતાઓને આપ્યું આમંત્રણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
પટના, 21 ઑક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર બિહાર ભાજપની ટીમ તેમના પ્રચાર માટે આવશે. આ મુદ્દે રવિવારે નરેન્દ્ર મોદીએ બિહાર ભાજપ અધ્યક્ષ ડૉ. સીપી ઠાકોરને ફોન કરી પાર્ટીની એક ટીમને મોકલવાનો આગ્રહ કર્યો હતો. બીજી જેડીયૂ પોતાની ટીમ મોકલવા માટે તૈયારી કરી છે. જેડીયૂ ગુજરાતમાં 30 સીટો પરથી ચૂંટણી લડી રહી છે અને જ્યાં ભાજપ સાથે તાલમેલ નથી.

પ્રદેશ ભાજપના અધ્યક્ષ ડૉ. ઠાકોરે પત્રકારોને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તેમને ફોન કર્યો હતો. ગુજરાતમાં બિહારના ભાજપ નેતાઓને ચૂંટણી પ્રચાર માટે આમંત્રણ આપવામાં આવ્યુ ન હોવાની વાત જાહેર કરી બિનજરૃરી ગૂંચવાડો ઉભો કરવામાં આવ્યો છે. ચૂંટણી માટે તમામ ભાજપ નેતાઓ અને કાર્યકરોને ગુજરાતમાં આવવા હું આમંત્રણ આપુ છું. ડૉ. ઠાકોરે જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપના ટોચના નેતા અને કાર્યકર્તાઓ ગુજરાત જશે. જોક નેતાઓના નામ અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

શાહનવાઝ હુસેને જણાવ્યું હતું કે ભાજપમાં બિહાર વિરુદ્ધ ગુજરાત જેવુ કંઇ નથી. દેશમાં કોઇ પણ જગ્યાએ ચૂંટણીમાં ભાજપનો વિજય થાય તે માટે અમે બધા સાથે મળીને કાર્ય કરીશું.

અત્રે ઉલ્લેખનીય છે નિતિશ કુમારની મનમાનીના કારણે નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે બિહાર જઇ શક્યા ન હતા. આ દરમિયાન ગુજરાતમાંથી 30 સીટો પરથી ચૂંટણી લડી રહેલ જેડીયૂએ પણ પોતાની એક ટીમને મોકલવાનો નિર્ણય કર્યો છે.

English summary
The doubts that the Bihar BJP top guns had been 'debarred' from campaigning in Gujarat got cleared on Sunday, as Bihar BJP chief Dr C P Thakur said the state party leaders would campaign there.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X