For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે નરેન્દ્ર મોદીનું ગણિતઃ આઇટી+આઇટી=આઇટી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 માર્ચઃ ટેક્નોસેવી કહેવાતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુગલ દ્વારા આયોજિત બિગ ટેન્ટ એક્ટિવેટ સમિટ 2013મા પણ છવાયા. ગુગલ હેંગઆઉટના માધ્યમથી વીડિયો કોન્ફ્રેસિંગ થકી તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે ઇન્ટરનેટ દેશ-દૂનિયાનો ખેલ બદલનાર ટૂલ છે. જો વાત વિકાસની કરવામાં આવો તો આઇટી પ્લસ આઇટી ઇક્વલ ટૂ આઇટી હોવું જોઇએ. તેમાં પહેલું આઇટી છે 'ઇન્ફોર્મેશન ટેક્નોલોજી', બીજુ આઇટી છે 'ઇન્ડિયાનું ટેલેન્ટ' અને આ બન્નેને મેળવીએ તો ત્રીજુ આઇટી થાય છે 'ઇન્ડિયા ટુમોરો'.

મોદીએ ગુગલ દ્વારા આયોજિત વીડિયો-કોન્ફ્રેસિંગ થકી કહ્યું કે, ઇન્ટરેટ ખેલ બદલાનરું માધ્યમ છે. સામાન્ય માનવી જ્યારે આ નીતિ નિર્ધારણ પ્રક્રિયાથી સીધો જોડાઇ શકે છે. ઇન્ટરનેટનું મહત્વ બતાવતા તેમણે કહ્યું કે, તેણે જનતાને સશક્ત કરી દીધી છે. તેના માધ્યમથી જનતા અને સરકાર વચ્ચે દ્વીતરફી સંવાદ સહેલું થઇ ગયું છે.

narendra-modi
મોદીએ કહ્યું છે કે પહેલા માત્ર નેતાઓ બોલતા હતા અને જનતા માત્ર સાંભળતી હતી, આજે આ પ્રોદ્યોગિકી માધ્યમથી જનતા પણ પોતાના વિચારો સરકાર સુધી સહેલાયથી પહોંચાડી શકે છે. મોદીએ કહ્યું કે, નાગરિકોમાં હવે સીધો સંવાદ સ્થાપિત થઇ ગયો છે. પહેલા આ પાંચ વર્ષમાં એકવાર અથવા તો તેના પહેલા ચૂંટણી થાય ત્યારે થતું હતું. ઇન્ટરનેટે વાસ્તવમા નાગરિકોને સશક્તિકરણ કરી દીધા છે.

મોદીએ કહ્યું કે આ ગણિત તમામ રાજ્યોની સરકારોએ જાણવું જોઇએ, તેથી ત્રીજુ આઇટી ' ઇન્ડિયા ટુમોરો' એક સારું ભારત બની શકે.

English summary
Chief Minister of Gujarat Narendra Modi, has given his mathematics of development through Information Technilogy during the Big Tent Activate Summit, 2013 on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X