For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા પીએમ મોદી, આપ્યું રાજીનામું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા પીએમ મોદી, આપ્યું રાજીનામું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામની ઘોષણા થયા બાદ પીએણ મોદીએ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે પોતાનું અને તેમના મંત્રિમંડળના સભ્યોનું રાજીનામું સોંપી દીધું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પીએમ મોદીનું રાજીનામું સ્વીકારી લીધું છે પરંતુ તેઓ નવી સરકાર બને ત્યાં સુધી પીએમ પદ પર બન્યા રહેશે. સંવૈધાનિક પ્રક્રિયા મુજબ ચૂંટણીના પરિણામોની ઘોષણા બાદ વડાપ્રધાન અને તેમના મંત્રિમંડળે રાજીનામું આપવાનું હોય છે, જે બાદ નવી સરકાર બને છે.

pm modi

જણાવી દઈએ કે ચૂંટણી પંચની સત્તાવાર ઘોષણા મુજબ ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીએ 302 સીટ પર જીત નોંધાવી લીધી છે, જ્યારે 1 સીટ પર આગળ ચાલી રહી છે. એટલે કે ભાજપ 303 સીટ જીતી રહ્યું છે. જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો ફરી એકવાર કોંગ્રેસે શર્મનાક હારનો સામનો કરવો પડ્યો છે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન પણ ભાજપને કંઈક ખાસ પડકાર ન આપી શક્યું, અહીં પણ ભાજપે જબરદસ્ત જીત નોંધાવતા ગઠબંધનને બહારનો રસ્તો દેખાડી દીધો છે. બસપાના ખાતામાં 10 સીટ આવી ચૂકી છે. જ્યારે સપા માત્ર પાંચ સીટ પર જ જીત નોંધાવી શકી છે. જ્યારે ભાજપ અને તેના સહયોગી દળોએ યૂપીમાં 64 સીટ પર જીત નોંધાવી છે.

આ પણ વાંચો- ભાજપને છપ્પરફાડ સીટ અપવનાર અમિત શાહને મળી શકે છે મોટી જવાબદારી

English summary
narendra modi officially resigned as prime minister of india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X