• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMના પહેલાં આંતરરાષ્ટ્રીય એક્સક્લૂસિવ ઇંટરવ્યૂના મહત્વના સવાલ-જવાબ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની અમેરિકન યાત્રા પહેલા સીએનએનના વરિષ્ઠ પત્રકાર ફરીદ જકારિયાને એક્સક્લૂસિવ ઇંટરવ્યૂ આપ્યું. મોદીના આ ઇંટરવ્યૂને આજે દુનિયાના 80 દેશો જોયું. અહીં આપના માટે અમે લઇને આવ્યા છીએ આ ઇંટરવ્યૂના મહત્વના સવાલ-જવાબ...

ફરીદ જકારિયા: અમેરિકા અને ભારતમાં એવા તમામ લોકો છે જે વિચારે છે કે દુનિયાના સૌથી જૂના લોકતંત્ર અને સૌથી મોટા લોકતંત્રની વચ્ચે સારા સંબંધ બને, પરંતુ કોઇ કારણથી એવું બન્યું નહીં અને હંમેશા કંઇકને કંઇક મનદુ:ખ અને મુશ્કેલીઓ રહી? શું આપને લાગે છે કે અમેરિકા અને ભારત માટે અમેરિકા માટે એ શક્ય છે કે તેઓ વ્યૂહાત્મક રીતે સારા સંબંધો બનાવે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી: હું માત્ર એક શબ્દ જ કહીશ અને આખા વિશ્વાસથી કહીશ 'હા' હું આપને કહું છું કે ભારત અને અમેરિકાની વચ્ચે સમાનતા છે જો આપ છેલ્લી બે સદીઓને જુઓ તો બે વાતો સામે આવે છે અમેરિકાએ દુનિયાભરના લોકોને પોતાને ત્યાં સ્થાન આપ્યું અને દુનિયાના દરેક ખૂણે ભારતીય વસે છે. આ બંને સમાજની વિશેષતાઓ છે ભારતીય અને અમેરિકન પોતાના મિઝાજમાં એક બીજાથી જોડાયેલા રહ્યા છે એ સત્ય છે કે છેલ્લી એક સદીમાં અમારા સંબંધોમાં ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ 20મી સદીના અંતથી એકવીસમી સદી પહેલા દશકની વચ્ચે અમે મોટો ફેરફાર જોયો છે. અમારા સંબંધ ગાઢ બન્યા છે. ભારત અને અમેરિકા ઇતિહાસ અને સંસ્કૃતિના કારણે એક બીજા સાથે જોડાયેલા છે. આ સંબંધો વધું ગાઢ બનશે.

વધુ ઇંટરવ્યૂ વાંચો તસવીરોમાં...

2

2

ફરીદ જકારિયા: અત્યાર સુધી ઓબામા સરકારના ઘણા કેબિનેટ સભ્યો આપની પાસે આવ્યા છે. શું આપને લાગે છે કે વોશિંગ્ટન ખરેખર ભારત સાથે સારા સંબંધ બનાવવાની સાર્થક પહેલ કરવા ઇચ્છે છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી: ભારત અને અમેરિકાના સંબંધ માત્ર દિલ્હી અને વોશિંગ્ટન સુધી મર્યાદિત ના જોવાવા જોઇએ. તેનો વ્યાપ બહોળો છે, સારી વાત એ છે કે અમેરિકા અને ભારતનો મિજાજ સદભાવનો છે. બંને તરફથી તેમાં મહત્વની ભાગીદારી નિભાવવામાં આવી છે.

3

3

ફરીદ જકારિયા: અલકાયદા પ્રમુખ અલ જવાહિરીએ એક વીડિયો જારી કરીને દક્ષિણ એશિયા અને ખાસ કરીને ભારતમાં અલકાયદાની શાખા ખોલવાની અપીલ કરી છે. તેણે જણાવ્યું કે તે મુસલમાનોને ગુજરાત અને કશ્મીરમાં દમનથી આઝાદી અપાવશે. શું આપ તેને લઇને ચિંતિત છો, શું આપને ડલ છે કે એવું કંઇ થઇ શકે છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી: મારુ માનવું છે કે તેઓ મારા દેશના મુસ્લીમો સાથે અન્યાય કરી રહ્યા છે. જો કોઇ વિચારે છે કે ભારતીય મુસલમાન કોઇના ઇશારા પર નાચશે તો તે એની ભૂલ છે. ભારતીય મુસલમાન ભારત માટે જીવે છે અને ભારત માટે જ મરશે. તેઓ ક્યારેય ભારતનું ખરાબ નહીં ઇચ્છે.

4

4

ફરીદ જકારિયા: એક મોટું તથ્ય છે કે આપના ત્યાં લગભગ 17 કરોડ મુસલમાન છે અને તેમાંથી ઘણા ઓછા કે નહીં બરાબર અલકાયદા સાથે જોડાયેલા છે, જ્યારે અલકાયદા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ છે, પરંતુ અલકાયદા અત્રે પોતાના પગ પસારી શક્યું નહીં. આપને શું લાગે છે ભારતના મુસલમાન તેમના પ્રભાવમાં કેમ નથી આવ્યા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી: મને તેનો મનોવૈજ્ઞાનિક અને ધાર્મિક વિશ્લેષણ કરવાનો કોઇ અધિકાર નથી. પરંતુ સવાલ એ છે કે શું વિશ્વમાં માનવતાની સુરક્ષા ના થવી જોઇએ. શું માનવતામાં વિશ્વાસ રાખનારાઓએ એકત્રીત ના થવું જોઇએ. આ માનવતા માટે સંકટ છે નહીં કે કોઇ એક દેશ અને જ્ઞાતિ માટે. માટે આપણે તેને માનવતા અને ક્રૂરતાની વચ્ચેની લડાઇ માનવી જોઇએ બીજું કઇ નહીં.

5

5

ફરીદ જકારિયા: આપના વડાપ્રધાન બન્યા બાદ લોકો સવાલ કરી રહ્યા છે કે, જે છેલ્લા બે દાયકાઓથી ઊઠી રહ્યો છે, 'શું ભારત હવે પછીનું ચીન બનશે?'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી: ભારતે બીજું કંઇ બનવાની જરૂરિયાત નથી, ભારતે ભારત જ બની રહેવું જોઇએ. આ એ દેશ છે જેને એક જમાનામાં 'સોને કી ચિડિયા' કહેવામાં આવતું હતું. અને એકવાર ફરીથી ભારત પોતાના જૂના ગૌરવને હાસલ કરશે.

6

6

ફરીદ જકારિયા: લોકો હજી પણ એ વિચારે છે કે શું ભારત 8થી 9 ટકા વિકાસ દર પ્રાપ્ત કરી શકશે? ચીન 30 વર્ષથી એવું કરતું આવી રહ્યું છે અને ભારત માત્ર થોડા સમય માટે જ એવું કરી શક્યો છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી: ભારતમાં અમર્યાદિત પ્રતિભા છે, અમારા દેશમાં ઘણી બધી ક્ષમતા છે. મને સવા કરોડ ભારતીયોની ઉદ્યમિતા પર પૂરેપૂરો વિશ્વાસ છે અને મારી પાસે તેના ઉપયોગનો રોડમેપ તૈયાર છે.

7

7

ફરીદ જકારિયા: આપ ખાલી સમયમાં શું કરો છો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી: મારી પાસે ખાલી સમય ક્યારેય નથી રહેતો. હું હંમેશા કામ અંગે જ વિચારતો જ રહું છું. દરેક સમયે કંઇક નવું, સારુ કરવા અંગે હું વિચારતો રહું છું. મને તેમાં ખુશી અને આનંદ મળે છે.
8

8

ફરીદ જકારિયા: શું આપ યોગ અને મેડિટેશન કરો છો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી: મને આનંદ છે કે મારો જન્મ એ દેશમાં થયો જ્યાં યોગનો જન્મ થયો. એક જ સમયમાં દિમાગ, દિલ અને શરીર અલગ-અલગ કામ કરે છે. યોગ દિમાગ, દિલ અને શરીરને જોડે છે.
9

9

ફરીદ જકારિયા: પાછલા બે વર્ષમાં પૂર્વ ચીનના સમુદ્ર અને દક્ષિણી ચીનના સમુદ્રમાં ચાઇનાના વ્યવહારે તેના ઘણા પાડોશીયોને ચિંતામાં નાખ્યા છે. ફિલીપાઇન્સ અને વિયતનામમાં હેડ ઓફ ગવર્નમેંટ્સે આ ચિંતા વ્યક્ત કરતા ખૂબ જ કઠોર વક્તવ્ય આપ્યા છે. શું આપને તેની ચિંતા છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી: ભારતની માટી અલગ પ્રકારની છે. સવા સો કરોડનો દેશ છે. દરેક નાની મોટી વસ્તુઓથી ચિંતિત થઇને દેશ ના ચાલી શકે. પરંતુ સમસ્યાઓની તરફ આપણે આંખ બંધ કરીને પણ ના રહી શકીએ. આપણે અઢારમી સદીમાં ના રહી શકીએ, આ સહભાગીતાનો યુગ છે. દરેકે એકબીજાની મદદ કરવી અને લેવી પડશે. ચીન પણ ખૂબ જ જૂની સંસ્કૃતિવાળો દેશ છે. જે પ્રકારે તેણે આર્થિક વિકાસ સાધ્યો છે તે પ્રકારે તે વૈશ્વિક કાનૂનોનો સ્વીકાર કરશે, અને સૌને સાથે લઇને ચાલવામાં પોતાની ભૂમિકા નિભાવશે.

10

10

ફરીદ જકારિયા: શું આપ ચાઇનાને જોઇને એવો અનુભવ કરો છો, કે આ આટલી ઝડપથી વિકસિત થઇ શકે છે, વાસ્તવમાં માનવીય ઇતિહાસમાં સૌથી ઝડપથી, કારણ કે અત્રે ઓથોરિટેરિયન સરકાર છે, કારણ કે અત્રે સરકારની પાસે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, રોકાણ માટે ઇંસેટિવના નિર્માણની શક્તિ છે. શું આપ તેને જુઓ છો અને વિચારો છો કે ડેમોક્રેસીનું અત્રે મૂલ્ય ચૂકવવુ પડે છે, કે આપને તમામ વસ્તુઓ ધીરે ધીરે કરવી પડે છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી: જુઓ દુનિયામાં ચીન જેમ એક ઉદાહરણ છે, તેવી જ રીતે ડેમોક્રેટિક કંટ્રી પણ એક ઉદાહરણ છે. તે પણ એટલાં જ ફાસ્ટ ગ્રો થયા છે. એવું નથી કે ડેમોક્રેસી છે તો ગ્રોથ સંભવ નથી. આપણે આપણા લોકતાંત્રિક માળખામાં રહેવાની જરૂર છે, કારણ કે તે મૂળભૂત આપણું ડીએનએ છે. તેમાં આપણે કોઇ સમાયોજન ના કરી શકીએ.

11

11

ફરીદ જકારિયા: જો આપ ચાઇનીઝ સરકારની શક્તિને જુઓ, તો શું આપ નહીં ઇચ્છો કે આપની પાસે કંઇક તેવી ઓથોરિટી હોય?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી: જુઓ, મે લોકતંત્રની તાકત જોઇ છે. જો લોકતંત્ર ના હોત તો મોદી જેવો એક ગરીબ પરિવારમાં જન્મેલ બાળક અત્રે કેવી રીતે બેસતો? આ લોકતંત્રની જ તો શક્તિ છે.

12

12

ફરીદ જકારિયા: યૂક્રેનમાં રશિયાની કાર્યવાહીના સંબંધમાં ભારત કંઇ ખાસ સક્રિય નથી રહ્યો. આપ રશિયા દ્વારા ક્રીમિયા પર કબ્જો કરવા અંગે શું વિચારો છો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી: પહેલીવાત તો જે કંઇપણ ત્યાં બન્યું, વિમાન દુર્ઘટનામાં અસંખ્ય લોકો માર્યા ગયા તે દુ:ખદ છે. આજના યુગમાં માનવતા માટે આ સારી બાબત નથી. અમારા હિન્દુસ્તાનમાં એક કહેવત છે 'પહેલો પત્થર તે મારે જેણે કોઇ પાપ ના કર્યું હોય..' આવા સમયે દુનિયામાં આવા ઉપદેશ આપનારા ઘણા મળી જશે પરંતુ તેની અંદર જાખીને જોઇએ તો ખબર પડે કે તેણે પર પાપ કર્યું છે. ભારતનું એ જ દ્રષ્ટિકોણ છે કે બેસીને વાત કરીને સમસ્યાઓનું સમાધાન કરવાનો પ્રયાસ કરવો જોઇએ.

13

13

ફરીદ જકારિયા: એક મુદ્દો જેના માટે ભારત વિશ્વ સ્તરે ચર્ચામાં આવ્યો છે, અને તે છે મહીલાઓની વિરુદ્ધ હિંસા અને બળાત્કાર. આપ શું વિચારો છો, કે ભારતમાં મહિલાઓની વિરુદ્ધ હિંસા વધુ વ્યાપક ભેદભાવની સમસ્યા કેમ છે. અને તે અંગે શું કરી શકાય?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી: એક તો આ સમસ્યાનું મૂળ શું છે, અમે પોલિટિકલ પંડિતોએ તેમાં ઉલજવું ના જોઇએ, અને વધારે નુકસાન પોલિટિકલ પંડિતોના નિવેદનબાજીના કારણે થાય છે. ડિગ્નિટી ઓફ વૂમેન, આ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. પરિવારની સંસ્કૃતિને પણ આપણે એકવાર ફરી જીવીત કરવાની જરૂર છે. ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

14

14

ફરીદ જકારિયા: આજથી એક અથવા બે વર્ષ બાદ આપ શું વિચારો છો, કે લોકો શું કહે, કે નરેન્દ્ર મોદીની ઓફિસમાં તેમના કાર્યકાળ દરમિયાન શું સિદ્ધિઓ રહી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી: સૌથી મોટી વાત છે, દેશની જનતાનો વિશ્વાસ. આ વિશ્વાસ ક્યારેય તૂટવો જોઇએ નહીં. જો ભારતની જનતાને આ વિશ્વાસ અપાવવામાં હું સફળ રહીશ તો મારી વાણીથી નહીં, અમારા વ્યવહારથી, ભારતને આગળ વધારવામાં સવા સો કરોડના દેશવાસીઓ એકજુટ થઇ જશે.

15

15

ફરીદ જકારિયા: આપે યોગના ફાયદા અંગે લાંબુ ભાષણ આપ્યું હતું, જણાવો કે આપ તેને કયા રૂપે જુવો છો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી: જુઓ, આપે ક્યારેય પણ જોયું હશે કે આપણું મન એક કામ કરે છે, શરીર બીજું અને સમય આપણને ટકરાવની દિશામાં લાવી દે છે, જે મન, બુદ્ધિ અને શરીર ત્રણેયને સિંક્રોનાઇઝ કરી શકે છે, તે યોગ છે.

English summary
Read the Narendra Modi's first international exclusive interview taken by Fareed Zakaria(CNN).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X