Election Express: આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિરૂદ્ધ ગેંગરેપનો કેસ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 21 માર્ચ: લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે કવાયતમાં જોડાઇ ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. અને આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે અમે વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશું.

દિવસ દરમિયાન રાજકીય પટલ શું બની રહ્યું છે? તે જાણવા માટે માટે વનઇન્ડિયા પર સતત અપડેટ સમાચારો જાણવા સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિરૂદ્ધ ગેંગરેપનો કેસ

આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિરૂદ્ધ ગેંગરેપનો કેસ

ભોપાલ: લોકસભાની ચૂંટણીના ગરમાવા વચ્ચે આમ આદમી પાર્ટી માટે મુસિબત અને મુશ્કેલી ભરી સ્થિતી ઉપન્ન થઇ ગઇ છે. 30 વર્ષીય એક મહિલાએ બુધવારે દાવો કર્યો હતો કે ગુના સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલેન્દ્ર સિંહ કુશવાહા સહિત અન્ય ત્રણ કાર્યકર્તાઓએ તેમની સાથે ગ્વાલિયરમાં ગેંગરેપ કર્યો.

ગ્વાલિયરની રહેવાસી આ પીડિત મહિલાએ બુધવારે બપોરે કમ્પૂ પોલીસ સ્ટેશનમાં આ અંગે કેસ દાખલ દાખલ કરવ્યો છે. પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં પીડિતાએ કહ્યું છે કે કુશવાહાએ પાર્ટીના ત્રણ અન્ય કાર્યકર્તાઓ જિલ્લા કન્વીનર હિમાંશુ કુલશ્રેષ્ઠ, કિલા સચિવ અભિજીત વાધ અને જિલ્લા પ્રવક્તા મનુરાજ સક્સેના સાથે મળીને ડિસેમ્બર 2012 અને માર્ચ 2013 દરમિયાન તેની સાથે ત્રણ વાર ગેંગરેપ કર્યો હતો.

આચાર સંહિતાના મુદ્દે પાર્રિકરને ક્લીન ચિટ

આચાર સંહિતાના મુદ્દે પાર્રિકરને ક્લીન ચિટ

પણજી: ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકર વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવેલી આચાર સંહિતાની ફરિયાદને ચૂંટણી પંચના સ્થાનિક કાર્યાલયે નકારી કાઢ્યો છે.

ગોવા પ્રદેશ કોંગ્રેસ કમિટીએ મનોહર પાર્રિકરના ટ્વિટર અને ફેસબુક પર કરવામાં આવેલ તે પોસ્ટનો ઉલ્લેખ કરતાં તેમના વિરૂદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી જેમાં તેમણે લોકોને માહિતગાર કર્યા હતા કે નિવેશ સહ ઔદ્યોગિક નીતિની જાહેરાત આ મહિનાના અંતમાં કરવામાં આવશે.

મોદીની રેલી પહેલાં માઓવાદીઓએ કર્યો હુમલો

મોદીની રેલી પહેલાં માઓવાદીઓએ કર્યો હુમલો

ગયા: ભાજપ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ગુરૂવારે બે ચૂંટણી રેલીઓ પહેલાં માઓવાદીઓએ ગયા હુમલો કરી દિધો છે. જાણકારી અનુસાર ગયા જિલ્લાના બે વિસ્તારોમાં શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટ કરીને મોબાઇલ ટાવર ઉડાવી દિધા. તો બીજી તરફ ડુમરિયા બજારમાં બે કેન બોમ્બ મળી આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે ગયામાં નરેન્દ્ર મોદીની રેલીનું આયોજન છે.

પોલીસ કમિશ્નર નિશાંત તિવારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં ગઇકાલે રાત્રે લગભગ સો માઓવાદી એકઠા થયા અને તેમણે મંઝાવલી અને ડુમરિયા બજાર ગામમાં શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટ કરીને એક ખાનગી કંપનીના બે મોબાઇલ ટાવર ઉડાવી દિધા. માઓવાદીએ તાજેતરમાં જ ચતરમાં તેમના 10 સાથીઓ માર્યા ગયાની વિરૂદ્ધ રાજ્યના દક્ષિણ મધ્ય ભાગમાં માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં બંધનું આહવાન કર્યું છે.

નરેન્દ્ર મોદી આજે બપોરે માઓવાદ પ્રભાવિત સાસારામ અને ગયામાં બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરવાના છે. પોલીસ નિર્દેશક અભયાનંદે ગઇકાલે કહ્યું હતું કે અમે માઓવાદીઓ તથા આતંકવાદીઓના દરેક પ્રકારના ખતરાનું પૂર્વાનુમાન લગાવ્યું છે. તે અનુસાર સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

જાગૃતિ પંડ્યા રાજકારણમાંથી લેશે સંન્યાસ

જાગૃતિ પંડ્યા રાજકારણમાંથી લેશે સંન્યાસ

અમદાવાદ: ગુજરાતના પૂર્વ દિવંગત મંત્રી હરેન પંડ્યાની વિધવા જાગૃતિ પંડ્યા રાજકારણમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. જાગૃતિ પંડ્યાએ કહ્યું હતું કે 'મારું અન્ય કોઇ પક્ષમાં જોડાવવાનું પ્લાનિંગ નથી. હું ગુજરાત પરિવર્તન પાર્ટી સાથે જોડાયેલી હતી અને જ્યારે તેના નેતા ભાજપમાં પરત જતા રહ્યાં અને મેં રાજકારણમાં પૂર્ણ વિરામ લગાવવાનો નિર્ણય કર્યો.

લોકસભાની ચૂંટણી માટે ખર્ચ થશે 500 કરોડ રૂપિયા

લોકસભાની ચૂંટણી માટે ખર્ચ થશે 500 કરોડ રૂપિયા

નવી દિલ્હી: ચૂંટણી પંચે બુધવારે કહ્યું હતું કે ભારત આગામી લોકસભાની ચૂંટણીમાં 500 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરશે. સરેરાશ દરેક ચૂંટણી વિસ્તારમાં લગભગ 10 કરોડ રૂપિયા ખર્ચ થશે. ચૂંટણી કમિશ્નર એચએસ બ્રહ્માએ કહ્યું હતું કે ચાર રાજ્યો આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં લગભગ 1000 કરોડ રૂપિયા ખર્ચ થશે.

કમલનાથ છે 187 કરોડની સંપત્તિના માલિક

કમલનાથ છે 187 કરોડની સંપત્તિના માલિક

છિંદવાડા: કેન્દ્રિય મંત્રી કમલનાથે છિંદવાડા જિલ્લાના ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના સોગંધનામામાં 187 કરોડ રૂપિયાની સંપત્તિની જાહેરાત કરી હતી અને ચાર સોશિયલ મીડિયા ખાતાઓમાં પણ જાણકારી આપી હતી.

English summary
Narendra Modi's rally before blast in Gaya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X