સલમાન ખાનના ઘરે લોન્ચ થઇ મોદીની ઉર્દૂ વેબસાઇટ

Google Oneindia Gujarati News

મુંબઇ, 16 એપ્રિલઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વેબસાઇટ હવે ઉર્દુ ભાષામાં પણ લોન્ચ કરવામાં આવી રહી છે. જેનું લોન્ચિંગ દંબગ અભિનેતા સલમાન ખાનના પિતા અને બૉલીવુડના જાણીતા લેખક સલીન ખાન દ્વારા લોન્ચ કરવામાં આવી છે. વેબસાઇટ સલમાન ખાનને ઘરે લોન્ચ કરવામાં આવી છે. વેબસાઇટનું ઉર્દુ સંસ્કરણ લોન્ચ કરવા પાછળનું એક કારણ એ પણ હોઇ શકે છેકે, હાલ દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે, ત્યારે દેશના મુસ્લિમ સમુદાયને પોતાની તરફ આકર્ષિત કરવા અને ગુજરાત મોડલને મુસ્લિમો સુધી પહોંચાડવા માટે મોદી દ્વારા આ સંસ્કરણ લોન્ચ કરવામાં આવ્યું છે.

સલમાન ખાનના પિતા સલીમ ખાન વર્ષોથી નરેન્દ્ર મોદીનું સમર્થન કરતા આવ્યા છે. તેઓ મોદી દ્વારા ગુજરાતમાં જે વિકાસ કરવામા આવ્યો છે તે અંગે પણ અનેકવાર વાત કરી ચૂક્યા છે, તેમજ 2002ના રમખાણોનો મુદ્દો હવે વારંવાર ઉઠાવવો ના જોઇએ તેવું પણ તેઓ બોલી ચૂક્યા છે. હાલ મોદીની વેબસાઇટ http://www.narendramodi.in અંગ્રેજી ઉપરાંત 10 ભારતીય ભાષાઓમાં છે. જેમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, કન્નડ, મલયાલમ, તેલગુ, તમિળષ મરાઠી, પંજાબી અને આસામી. તેમજ તેનું રશિયન, જાપાનીઝ, ચાઇનિઝ અને સ્પેનિશ સંસ્કરણ પણ છે. હવે આ વેબસાઇટ ઉર્દૂ સંસ્કરણમાં પણ જોવા મળશે.

મોદીના રાજમાં મુસ્લિમ સુરક્ષિતઃ સલિમ ખાન

મોદીના રાજમાં મુસ્લિમ સુરક્ષિતઃ સલિમ ખાન

મોદીની વેબસાઇટના ઉર્દૂ સંસ્કરણને લોન્ચ કરતી વખતે સલિમ ખાને કહ્યું કે, ક્યાં સુધી ગુજરાતમાં થયેલા રમખાણો અંગે ચર્ચા કરીશું. હવે જૂની વાતોને ભૂલીને આગળ વધવાની જરૂર છે. મોદીની રાજમાં ગુજરાતમા મુસ્લિમો સુરક્ષિત છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે અત્યારસુધી હું કોંગ્રેસને મત આપતો આવ્યો છું, પરંતુ આ વખતે અનેક મુદ્દાઓને લઇને હું કોંગ્રેસથી નારાજ છું.

આઝામ ખાન પર કર્યા પ્રહાર

આઝામ ખાન પર કર્યા પ્રહાર

આઝમ ખાન દ્વારા સંજય ગાંધીએ મુસ્લિમોની કરાવેલી નસબંધીને લઇને રાજીવ ગાંધી અને રાજીવ ગાંધી પર નિવેદનો કર્યા હતા, જેને લઇને સલિમ ખાન નારાજ થયા હતા અને તેમણે કહ્યું હતું, એક નેતા ટીવી પર નસબંધીનો મુદ્દો અને મંદિરમાં તાળું ખોલવાનો મુદ્દો ઉઠાવીને રાજકારણ કરી રહ્યાં છે, પરંતુ દેશના મુસ્લિમોને શું જોઇએ છે, તેમની સમસ્યાઓ શું છે, તે અંગે કોઇ વાત કરી રહ્યાં નથી, જ્યારે તેમની સમસ્યાઓ અંગે વાત કરવી જોઇએ.

સલમાન પણ કરી ચૂક્યો છે, મોદીના વખાણ

સલમાન પણ કરી ચૂક્યો છે, મોદીના વખાણ

જાન્યુઆરી મહિનામાં સલમાન ખાન પોતાની ફિલ્મ ‘જય હો'ને પ્રમોટ કરવા આવ્યો હતો, ત્યારે તેણે નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને મોદીને બેસ્ટ મેન ગણાવ્યા હતા. તેમજ ગુજરાતમાં થયેલા વિકાસ અંગે પણ ખુલીને વાત કરી હતી. ત્યારે હવે એવી ધારણા રાખવામાં આવી છેકે સલિમ ખાન દ્વારા મોદીની વેબસાઇટ લોન્ચ કરવામાં આવ્યા બાદ સલમાન પણ મોદીનું સમર્થન કરી શકે છે.

મોદીની વેબસાઇટ 10 ભાષામાં છે

મોદીની વેબસાઇટ 10 ભાષામાં છે

અત્રે એ વાત ઉલ્લેખનીય છેકે, મોદીની વેબસાઇટમાં ભારતની 10 ભાષાઓના સંસ્કરણ લોન્ચ કરવામાં આવ્યા બાદ એવો પણ પ્રશ્ન ઉઠ્યો હતો કે મોદીની વેબસાઇટને વિવિધ ભારતીય ભાષાઓ અને વિદેશી ભાષામાં લોન્ચ કરવામાં આવી છે પરંતુ તેમાં ઉર્દુ ભાષાનો સમાવેશ શા માટે કરવામાં આવ્યો નથી. જોકે, હવે વેબસાઇટનું ઉર્દુ સંસ્કરણ લોન્ચ કરીને મોદીને આવી ચર્ચાઓ પર પડદો પડી ગયો છે.

અત્રે એ વાત ઉલ્લેખનીય છેકે, મોદીની વેબસાઇટમાં ભારતની 10 ભાષાઓના સંસ્કરણ લોન્ચ કરવામાં આવ્યા બાદ એવો પણ પ્રશ્ન ઉઠ્યો હતો કે મોદીની વેબસાઇટને વિવિધ ભારતીય ભાષાઓ અને વિદેશી ભાષામાં લોન્ચ કરવામાં આવી છે પરંતુ તેમાં ઉર્દૂ ભાષાનો સમાવેશ શા માટે કરવામાં આવ્યો નથી. જોકે, હવે વેબસાઇટનું ઉર્દૂ સંસ્કરણ લોન્ચ કરીને મોદીને આવી ચર્ચાઓ પર પડદો પડી ગયો છે.

English summary
Shri Narendra Modi’s official website (http://www.narendramodi.in) will be launched in Urdu language. Noted Bollywood personality Salim Khan will launch the website today, on the morning of 16th April.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X