For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણી : મોહન ભાગવત સાથે મોદીની મુલાકાત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narenadra-modi-mohan-bhagwat
અમદાવાદ, 21 ઑક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતને મળવા પહોંચી ગયા હતા. પોતાની અડધા દિવસની નાગપુર મુલાકાતમાં મોદી ભાગવત સહિત સંઘના અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.

આરએસએસના સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી આ બેઠકમાં ચૂંટણી મુદ્દે વિસ્તારથી ચર્ચા કરશે. આ ઉપરાંત ગયા સપ્તાહે સુરતમાં સંજય જોશીએ લીધેલી મુલાતાક અને તેના કારણે શરૂ થયેલી ચર્ચાઓ સામે પોતાની નારાજગી પણ વ્યક્ત કરશે. ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સામનો કરવા જઇ રહેલા નરેન્દ્ર મોદી સંઘના નેતાઓ સાથે મુલાકાત કરી બપોર સુધી પાછા ફરશે.

ગુજરાતના મુખ્યમંત્રી મોહન ભાગવતને એવા સમયે મળી રહ્યાં છે કે જ્યારે ભાજપના સાંસદ રામ જેઠમલાણીએ અઠવાડિયા પહેલાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવા જોઇએ.

English summary
Gujarat Chief Minister Narendra Modi is expected to meet the RSS Chief Mohan Bhagwat later on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X