For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત, દિલ્હીમાં અસુરક્ષિત

By Super
|
Google Oneindia Gujarati News

women-gujarat
મુંબઇ, 6 માર્ચઃ દેશમાં ચેન્નાઇ અને બેન્ગોલર મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર છે જ્યારે રાજધાની દિલ્હી અને હૈદરાબાદ આ યાદીમાં સૌથી નીચલા ક્રમાંક છે. દેશના પ્રમુખ પ્રબંધન સલાહકાર ફર્મ ટાટા સ્ટ્રેટેજિક મેનેજમેન્ટે આ સંબંધમાં કરવામાં આવેલા અધ્યન બાદ 2013ની મહિલા સુરક્ષા યાદી અને સારા જીવનની યાદી જાહેર કરી છે.

મહિલા સુરક્ષા યાદીમાં ગુજરાત અને પૂર્વોત્તર રાજ્ય મહિલાઓ માટે સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી સારા છે. જ્યારે હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, દિલ્હી અને રાજસ્થાન આ યાદીમાં સૌથી નીચે છે. જો કે, સારા જીવનની યાદીમાં દેશની રાજધાની, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, કેરળ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ બધાથી આગળ છે, જ્યારે છત્તીસગઢ, આસામ, ઝારખંડ અને બિહાર સૌથી નીચે છે.

તામિળનાડુ દેશનું એક માત્ર એવું રાજ્ય છે જે આ બન્ને યાદીમાં ટોપ 10માં સ્થાન મેળવવામાં સફળ નિવડ્યું છે. મહિલા સુરક્ષાની યાદી તૈયાર કરવાના મુખ્ય મુદ્દા સામાજિક હતા, જેમાં છ વર્ષની ઉમર સુધીના બાળકોનું શોષણ, દહેજના કારણે થયેલી હત્યા અને બળાત્કારને આધાર બનાવવામાં આવ્યા હતા.

આ યાદી દેશના તમામ જિલ્લાઓમાં કરવામાં આવેલા અધ્યયન બાદ તૈયાર કરવામાં આવી છે. સારા જીવનની યાદી તૈયાર કરવાનો આધાર ઘર, રસોઇ ઘર, સફાઇ, મનોરંજન, સંચાર, પરિવહન, શિક્ષા અને સ્વાસ્થ્યની કાળજી હતી.

English summary
Gujarat and most of the north eastern states emerged as the most secure ones for women in the Female Security Index
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X