For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં નવા ટ્રાફિક નિયમ આવતા મહિનાથી થશે લાગુ, જાણો ક્યાં કેટલો વધી શકે છે દંડ?

નવી સરકાર બન્યા બાદ હવે આવતા મહિનાથી પંજાબમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ નવી સરકાર બન્યા બાદ હવે આવતા મહિનાથી પંજાબમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થઈ શકે છે. ટ્રાફિક પોલિસ દ્વારા ઓવરસ્પીડ અને ડ્રન્કન ડ્રાઇવ પર કડક કાર્યવાહી કરવા માટે જરૂરી સાધનો ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે પંજાબમાં નવા ટ્રાફિક નિયમો લાગુ કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. માહિતી આપવામાં આવી હતી કે ટ્રાફિક પોલિસ દ્વારા 203 અલ્કોમીટર અને તેને લગતી 350 કીટ ઉપરાંત 66 સ્પીડો મીટર ખરીદવામાં આવશે.

traffic

ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે દંડ વધારવાના નિર્ણય પર મહેસૂલ મંત્રી બ્રહ્મશંકર ઝિમ્પાએ કહ્યુ કે તેઓ ટ્રાફિકના નિયમો તોડનારાઓ પર દંડની રકમ બમણી કરવાના પક્ષમાં નથી. સરકારે આમાં ફેરફાર કરવો જોઈએ. ટ્રાફિકના નિયમો તોડનારા લોકોને તાલીમ આપવાની જરૂર છે. તેમને તક મળવી જોઈએ. ઝિમ્પાએ કહ્યુ કે જેટલો દંડ હોય છે તેટલાનુ તો વાહન હોય છે. તેથી લોકોને બીજી તક મળવી જ જોઈએ.

મંત્રી ઝિમ્પાએ કહ્યુ કે અમારા રાજ્યમાં ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરવાની પ્રક્રિયા યોગ્ય છે પરંતુ દંડની મોટી રકમ યોગ્ય નથી. તેનાથી સામાન્ય માણસ પરેશાન થશે. દંડની રકમ ચૂકવવા માટે લોકોએ લોન પણ લેવી પડી શકે છે. તે વાજબી નહીં હોય. એડીજીપી ટ્રાફિક એસ શ્રીવાસ્તવે કહ્યુ કે પંજાબમાં નવા ટ્રાફિક નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આદેશો આવતા જ તેનો અમલ કરવામાં આવશે.

દંડમાં કેટલો વધારો કરવાની તૈયારી?

  • મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ છે કે પંજાબમાં દારૂના નશામાં ડ્રાઇવિંગ કરવા પર પહેલીવાર 5 હજાર અને બીજી વખત 10 હજારનો દંડ થઈ શકે છે. સાથે જ 3 મહિના માટે ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે છે.
  • વધુ ઝડપે વાહન ચલાવવા માટે પ્રથમ વખત 1000 દંડ અને બીજી વખત 2000 દંડ પરંતુ બંને વખત લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે.
  • ટ્રાફિક સિગ્નલ કૂદાવવા બદલ પ્રથમ વખત 1000 અને બીજી વખત 2000 દંડ તેમજ 3-3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.
  • વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા બદલ પ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 દંડની સાથે ત્રણ મહિના માટે લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.
  • ટુ વ્હીલર પર ત્રણ સવારી માટે, પ્રથમ વખત દંડ 1000 અને બીજી વખત દંડ 2000 રૂપિયા છે.

English summary
New traffic rules will be implemented in Punjab, know about fine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X