મારા બીજા ખુલાસાથી અરવિંદ કેજરીવાલનો અંત શરૂ થશે : કપિલ મિશ્રા

Posted By:
Subscribe to Oneindia News

દિલ્હીના ભૂતપૂર્વ જળ પ્રધાન કપિલ મિશ્રા હાલ અનશન પર બેઠા છે. તેની સ્થિતિ હાલ નાજુક છે. અને ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે. તેમ છતાં કપિલ મિશ્રાએ તેમનું અનશન ચાલુ રાખ્યું છે. આ તમામની વચ્ચે કપિલે કહ્યું છે કે રવિવારે તે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપ નેતા અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ અન્ય એક મોટો ખુલાસો કરવાના છે. જે બાદ તેમનું કહેવું છે કે લોકોનો અરવિંદ કેજરીવાલ પરથી વિશ્વાસ ઉઠી જશે. નોંધનીય છે કે કપિલને દિલ્હી સરકારના મંત્રીમંડળમાંથી નીકાળી દેવામાં આવ્યા છે. શુક્રવારે જ દિલ્હીના આ ભૂતપૂર્વ મંત્રી રાજઘાટ ગયા હતા અને તેમણે ત્યાંથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ભષ્ટ્રાચારના ગંભીર આરોપ લગાવ્યા હતા.

Kapil Mishra

તે પછી બુધવારે તે અનિશ્ચિતકાળની હડતાલ પર ઉતર્યા. વધુમાં તેમણે આમ આદમી પાર્ટીના પાંચ નેતાઓને વિદેશ પ્રવાસ પર મોકલવામાં આવ્યા છે તેની જાણકારી પણ માંગી છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે હું ખુબ જ એકલો અનુભવું છું. અને માટે જ રાજઘાટ આવ્યો છું. કાલે હનુમાન મંદિર જઇશ. અને રવિવારે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ અન્ય નવા ખુલાસા કરીશ જેના પછી દિલ્હી જનતાનો આપ પાર્ટી પરથી વિશ્વાસ જતો રહેશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના કેટલાક નેતા પણ શનિવારે કપિલ મિશ્રાની વિરુદ્ધ અનશન પર બેઠા છે.

English summary
Next expose will be begining of Kejriwal end prccess- Kapil Mishra.
Please Wait while comments are loading...