Nirbhaya Case: જેલ પ્રશાસને ફાંસી માટે નવી તારીખ માગી, HCમાં આજે સુનાવણી
નવી દિલ્હીઃ પટિયાલા હાઉસ કોર્ટથી નિર્ભયાના દોષિતોના ડેથ વોરન્ટ પર અમલ રોક્યા બાદ કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસે દિલ્હી હાઈકોર્ટમાં અરજી આપીને કહ્યું કે નિર્ભયાના ચારેય દોષિતોએ કાનૂનની મજાક ઉડાવીને રાખી દીધો છે, અરજીમાં હાઈકોર્ટ સમક્ષ પટિયાલા હાઉસ કોર્ટના આદેશને તરત ફગાવતા ચારેયને જલદીમાં જલદી ફાંસી પર લટવવાના આદેશ આપવાની માંગ કરી છે. હાઈ કોર્ટ આજે સાંજે ત્રણ વાગ્યે આ અરજી પર વિશેષ સુનાવણી કરશે.

દોષિતો સમય બરબાદ કરવા માટે કાનૂનનો ફાયદો ઉઠાવી રહ્યા છે
અગાઉ કોર્ટ સમક્ષ સરકારી વકીલે કહ્યું કે દોષી સમય બરબાદ કરવા માટે કાનૂનનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આ લોકોએ કાલે ફાંસીની સજા અટકાવવા માટે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી લગાવી જેાં કોઈપણ ઠોસ કારણ આપવામાં નહોતું આવ્યું. આ કેસને યાદ કરવામાં આવશે કે કઈ રીતે દોષિતોએ કાનૂનનો ખોટો ઉપયોગ કર્યો હતો.

નિર્ભયાના પિતાએ દોષનો ટોપલો સીએમ કેજરીવાલ પર ઠાલવ્યો
જણાવી દઈએ કે શુક્રવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આગલા આદેશ સુધી નિર્ભયાના દોષિતોની ફાંસી પર રોક લગાવી દીધી છે, જણાવી દઈએ કે અગાઉ તમામ દોષિતોને એક ફેબ્રુઆરીની સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવવાની હતી પરંતુ હવે ફાંસી ટળી ગઈ, ફાંસી ટળ્યા બાદ નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોસતાં આરોપ લગાવ્યો છે કે નિર્ભયાના દોષિતોની ફાંસીમાં થઈ રહેલ વિલંબ માટે સીએમ કેજરીવાલ જ જવાબદાર છે.

એક દોષીનુ મોત થઈ ચૂક્યુ છે
અગાઉ નિર્ભયાની મા આશા દેવીએ મીડિયા સમક્ષ ભાવુક થતા કહ્યું કે દોષિતોના વકીલ એપી સિંહે મને પડકાર આપતા કહ્યું કે દોષિતોને ક્યારેય પણ ફાંસી નહિ અપાય. તેમણે કહ્યું કે હું મારી લડાઈ ચાલુ રાખીશ.
ઉલ્લેખનીય છે કે નિર્ભયા ગેંગરેપ મામલામાં છ દોષિતોમાંથી એકનું જેલમાં જ મૃત્યુ થઈ ચૂક્યું છે, જ્યારે એક સગીર દોષી સજા કાપીને જેલથી બહાર આવી ચૂક્યો છે, 16 ડિસેમ્બર 2012ની રાતે થયેલી આ બર્બર ઘટનાથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો.