For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમે નહીં ભાજપે વિશ્વાસઘાત કર્યો છે: નિતિશ કુમાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nitish-kumar
પટના, 17 જૂન: બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે ભાજપ-જેડીયૂ ગઠબંધન તૂટવા માટે સીધી રીતે ભાજપને જવાબદાર ગણાવ્યા છે. તેમને કહ્યું હતું કે ભાજપના નેતા જો મળી જતા તો રસ્તો નિકળી શકતો હતો અને ગઠબંધન તૂટવાનો વારો ન આવત. નિતિશ કુમારે એનડીએથી અલગ થવા પર જેડીયૂ પર લાગેલા વિશ્વાસઘાત સંબંધી ભાજપના આરોપોનું ખંડન કર્યું હતું.

તેમને પટનામાં એક પત્રકાર પરિષદમાં સોમવારે કહ્યું હતું કે બહારના લોકોની દખલગીરીથી મુશ્કેલીઓ ઉભી થઇ રહી હતી માટે જેડીયૂએ આ ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય કર્યો. તેમને કહ્યું હતું કે ગઠબંધન મજબૂરીમાં થતું નથી અને અમે ગઠબંધન તોડવાનો નિર્ણય લેવા માટે મજબૂર કરવામાં આવ્યા છે.

નિતિશ કુમારે કહ્યું હતું કે ભાજપમાં અટલ બિહારી વાજપેય-લાલકૃષ્ણ અડવાનો દૌર સમાપ્ત થઇ ગયો છે. અમે નવા દોર સાથે સામંજસ્ય સ્થાપિત ન કરી શકીએ. તેમને કહ્યું હતું કે ભાજપમાં ઘરડાં નેતાઓ સન્માન આપવામાં નથી આવતું જ્યારે અમારા ત્યાં આવું નથી. નિતિશ કુમારે કહ્યું હતું કે ભાજપે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને વાતચીતના દરવાજા તેમને બંધ કરી દિધા. નિતિશ કુમારે ભાજપાના આરોપોનું ખંડન કરતાં કહ્યું હતું કે એનડીએથી છૂટા પડવાનો નિર્ણય ઉતાવળે લેવામાં આવ્યો નથી. આ નિર્ણય સારી રીતે વિચાર-વિમર્શ કર્યા બાદ યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે 2014ની લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપાના નેતૃત્વવાળા એનડીએને ઝટકો આપતાં જેડીયૂએ નરેન્દ્ર મોદીને ભાજપાની ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવાના વિરૂદ્ધમાં ભાજપાની સાથે ગઠબંધન તોડી દિધું અને આ પ્રમાણે રાષ્ટ્રીય રાજકારણમાં 17 વર્ષ જૂના મજબૂત ગઠબંધનમાં તિરાડ પડી ગઇ. બિહારમાં આઠ વર્ષ જૂની ગઠબંધન સરકારના નેતૃત્વ કરી રહેલ જેડીયૂએ રાજ્ય મંત્રીમંડળમાંથી ભાજપાના 11 મંત્રીઓને હટાવી દિધા છે અને નવી પરિસ્થિતીમાં 19 જૂનના રોજ વિધાનસભાના વિશેષ સત્રમાં વિશ્વાસ મત માટે પ્રસ્તાવ રાખવાનો નિર્ણય કર્યો છે.

English summary
Bihar Chief Minister Nitish Kumar on Monday rejected the opposition party's charge of betrayal and accused them of betraying and ignoring its own senior leaders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X