''ઇટલીના મરિન્સને ના તો ફાંસી થશે, ના તો ધરપકડ કરાશે''
નવી દિલ્હી, 22 માર્ચ: માછીમારોની હત્યાના આરોપી ઇટલીના મરિન્સને તેમના ભારત પુનરાગમન દરમિયાન રાહત મળતી જોવા મળી રહી છે. સુપ્રિમ કોર્ટમાં સરકારે સોગંદનામું રજૂ કર્યું છે. વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે કહ્યું હતું કે આ બંને ઇટાલીયન મરિન્સ વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટના 18 જાન્યુઆરી 2013ના આદેશ મુજબ કેસની કાર્યવાહી ચલાવવામાં આવશે.
સરકારે ઇટલીને વિશ્વાસ અપાવ્યો છે કે ભારતીય માછીમારોની હત્યાના કેસમાં ઇટલીના મરિન્સોને ફાંસીની સજા અથવ મોતની સજા થશે નહી. આ સાથે જ ભારત પહોંચતા તેમની ધરપકડ પણ કરવામાં નહી આવે. કહેવામાં આવે છે કે બંને આરોપી ઇટલીયન નૌ સૌનિક કાનૂની પ્રક્રિયા દરમિયાન નવી દિલ્હી સ્થિત ઇટલીના દૂતાવાસમાં રહેશે.
બે ભારતીય માછીમારોની હત્યાના આરોપી ઇટાલીયન મરિન્સ કેસની સુનાવણી માટે શુક્રવારે ભારત પરત ફરી રહ્યાં છે. બંને મરિન્સ વિશેષ વિમાનથી શુક્રવરે સાંજે સાડા ચાર વાગે ભારત પહોંચશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇટલીના બંને મરિન્સ પર આરોપ છે કે 15 ફેબ્રુઆરી 2012ના રોજ અરબ સાગરમાં ભારતીય માછીમારોની હોડીને સમુદ્રી લુંટારા સમજીને તેના પર ગોળીબાર કર્યો હતો જેમાં બે માછીમારોના મોત નિપજ્યાં હતા. આ મુદ્દે તેમના વિરૂદ્ધ અહીં કેસ ચાલી રહ્યો છે.













Click it and Unblock the Notifications
