મેનકા ગાંધીએ કહ્યું, ‘રાહુલ ‘ચકલી’ તો મોદી ’સિંહ’ છે’

Posted By:
Subscribe to Oneindia News

કાનપુર, 16 જાન્યુઆરીઃ ભારતીય જનતા પાર્ટીના નેતા મેનકા ગાંધીએ કહ્યું કે, કોઇ પણ ગાંધી હવે મેદાનમાં આવી જાય પરંતુ તે કોંગ્રેસ પાર્ટીને બચાવી શકશે નહીં, કારણ કે આ પાર્ટી હવે કિંગ માઇનસ પાર્ટી થઇ ગઇ છે. તેમણે કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કોંગ્રેસ પાર્ટી સાથે નથી કારણ કે તે હવે ક્યાંય નથી. મેનકા ગાંધીએ કહ્યું કે, રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે કોઇ મુકાબલો નથી. જો રાહુલ ગાંધી ચકલી છે તો મોદી સિંહ છે. 10 વર્ષથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ જ દેશને ચલાવ્યો છે. મેનકા ગાંધીએ કહ્યું કે, હવે કોંગ્રેસ લૂંટ અને ભ્રષ્ટાચાર બંધ કરે.

maneka-gandhi
કાનપુરમાં આજે વન્ય જીવ સરંક્ષણ તથા પ્રબંધન વિષય પર એક કાર્યશાળામં આવેલી મેનકા ગાંધીએ પત્રકારોને પૂછ્યું કે કોંગ્રેસ રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યાં છે, તેના પર તેમણે કહ્યું કે, કોંગ્રેસ હવે કોઇપણ ગાંધીને પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવે, આ પાર્ટી હવે બીજી વાર ઉભી નહીં થઇ શકે. પહેલાના જમાનામાં રાજા કોઇ પણ વસ્તુ પર હાથ રાખી દેતા હતા તો તે સોનું થઇ જતુ હતુ, પરંતુ કોંગ્રેસમાં એવો કોઇ રાજા રહ્યો નથી.

તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો કોંગ્રેસ સાથે લોકસભા ચૂંટણીમાં કોઇ મુકાબલો થવાનો નથી, તેમને પૂછવામાં આવ્યું કે પછી મુકાબલો કોના સાથે થશે, તો તેમણે કહ્યું કે, આ અંગે તમે જ વિચારો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કરતા ભાજપના સાંસદે કહ્યું કે, કેજરીવાલે દિલ્હીની જનતાને પાણી, વિજળીના ઝાળામાં ઉલજાવીને જનતા સાથે છળ કર્યું છે. વચનો તો ઘણા કર્યા અને સત્તામાં પણ આવી ગયા, પરંતુ જો હવે વચનો પૂરા કરવામાં નહીં આવે તો પ્રજા પ્રશ્નો પૂછશે. 

English summary
Maneka said Congress has hit such a low that it would not be able to fight BJP in the upcoming Lok Sabha elections.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.