For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિળોના મતે યુપીએમાં પીએમ પદ માટે કોઈ લાયક નથી

|
Google Oneindia Gujarati News

Rahul Gandhi
મુંબઈ, 14 સપ્ટેમ્બર : તામિળનાડુમાં વનઇંડિયા વેબ પોર્ટલ દ્વારા કરાયેલા એક સર્વેક્ષણ મુજબ યુપીએમાં વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધી સૌથી આગળ છે પણ મોટાભાગના લોકો એવું ઇચ્છે છે કે યુપીએના વડાપ્રધાન પદના ઉમેદવારોની યાદીમાંથી એકેય મુરતિયો લાયક નથી.

આ સર્વેમાં એવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે વડાપ્રધાન પદ માટે યુપીએના કયા ઉમેદવાર તમને યોગ્ય લાગે છે? એના જવાબમાં 45 ટકાથી વધુ લોકોનું એવું કહેવું હતું કે નવ મુરતિયામાંથી એક પણ પીએમ પદને લાયક નથી. આ સર્વેક્ષણમાં 36 કલાકમાં કુલ 20 હજાર 68 નાગરિકોનો અભિપ્રાય લેવામાં આવ્યો. જોકે, 9 હજાર 156 એટલે કે 14.8 ટકા નાગરિકોનું માનવું હતુ કે દેશમાં યુપીએ જો સત્તા ઉપર આવે, તો રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટે સૌપ્રથમ પસંદ હશે.
આ સર્વેમાં વર્તમાન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ અને યુપીએ પ્રમુખ સોનિયા ગાંધી ક્રમશઃ પાંચમા અને છઠા ક્રમે આવે છે.

જોકે પ્રિયંકા આ બંને કરતા બહેતર છે. મનમોહન સિંહને 875 (4.4 ટકા) અને સોનિયા ગાંધીને 597 (3 ટકા) લોકોએ ટેકો આપ્યો. તેમાં સૌથી વધુ વોટ 14.8 ટકા રાહુલ ગાંધીને મળ્યાં. 2 હજાર 973 નાગરિકોએ જણાવ્યું કે યુપીએના પીએમ પદના ઉમેદવાર તરીકે રાહુલ સૌથી બેસ્ટ છે. આ સર્વેમાં બીજા ક્રમે રહ્યા તામિળનાડુનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. કરુણાનિધિ. તેમની ઉપર 2 હજાર 388 એટલે કે 11.9 ટકા નાગરિકોએ પસંદગી ઉતારી હતી. તેવી જ રીતે 2 હજાર 165 (10.8 ટકા) વોટ સાથે પી. ચિદમ્બરમ ત્રીજા ક્રમે રહ્યાં.

English summary
No one else in best PM candidate in UPA, say Oneindia Tamil Web Portal's survey. It held for 36 hours and got the vote of 20,068 peaple.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X