For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન યુદ્ધ છે, ના શાંતિ, ચીન પાસેની સીમા પર સ્થિતિ પડકારરૂપઃ IAF ચીફ

ભારતીય વાયુસેના(આઈએએફ) ચીફ આરકેએસ ભદોરિયાએ કહ્યુ છે કે ઉત્તર સીમાઓ પર વર્તમાન સ્થિતિઓ ખૂબ જ પડકારરૂપ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય વાયુસેના(આઈએએફ) ચીફ આરકેએસ ભદોરિયાએ કહ્યુ છે કે ઉત્તર સીમાઓ પર વર્તમાન સ્થિતિઓ ખૂબ જ પડકારરૂપ થઈ ગઈ છે. તેમનો ઈશારો ચીન પાસેની સીમા તરફ હતો. તમને જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર ટકરાવ ચાલુ છે. આ દરમિયાન પાકિસ્તાન તરફથી પણ સતત ઘૂસણખોરીના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

mig

રાફેલથી મળેલી મજબૂતી આઈએએફ ચીફ, ચીફ એરમાર્શલ ભદોરિયાએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા પોતાના સંબોધનમાં કહ્યુ, 'અમારી ઉત્તર સીમાઓ પર વર્તમાન સુરક્ષા પરિદ્રશ્ય ખૂબ જ અસહજ છે, ના યુદ્ધ છે અને ના શાંતિવાળી સ્થિતિ અત્યારે છે. હાલમાં જ રાફેલ જેટના શામેલ થવા સાથે જ આઈએએફની ક્ષમતાઓમાં ઝડપથી રણનીતિક વધારો થયો છે.' પાંચ મહિનાથી પૂર્વ લદ્દાખમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર બંને દેશોની સેનાઓ સામ-સામે છે.

પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ) અને ભારતીય મિલિટ્રી ટેંક, મિસાઈલ સહિત દરેક જરૂરી લશ્કર સાથે એલએસી પર હાજર છે. ભારતીય વાયુસેના(આઈએએફ)ના ફાઈટર જેટ્સ પણ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા આઈએએફે સ્પષ્ટ કરી દીધુ છે કે તે બે મોરચ સ્થિતિને સંભાળવામાં સક્ષમ છે.

એઈમ્સનો પોસ્ટમોર્ટમ અને વિસરા રિપોર્ટ CBI માટે કેમ છે જરૂરી?એઈમ્સનો પોસ્ટમોર્ટમ અને વિસરા રિપોર્ટ CBI માટે કેમ છે જરૂરી?

English summary
No War No Peace yet present security situation is challenging: IAF Chief.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X