પતિએ પોર્ન અને કોલગર્લ બુકિંગ સાઈટ પર પત્નીની ફોટો મૂકી

અલગ રહી રહેલા પતિએ જયારે સોશ્યિલ મીડિયા પર પોતાની પત્નીને ઓફિસ મિત્રો સાથે ખુશ જોઈ ત્યારે તેનાથી રહેવાયું નહિ.

અલગ રહી રહેલા પતિએ જયારે સોશ્યિલ મીડિયા પર પોતાની પત્નીને ઓફિસ મિત્રો સાથે ખુશ જોઈ ત્યારે તેનાથી રહેવાયું નહિ. તેને પોતાની પત્નીની ફોટો અને ફોન નંબર પોર્ન અને કોલ ગર્લ બુકિંગ સાઈટ પર પોસ્ટ કરી દીધી. ત્યારપછી મહિલાના નંબર પર અજ્ઞાત લોકોના ફોન આવવા લાગ્યા. પીડિતાની ફરિયાદ પર જયારે પોલીસે તપાસ કરી ત્યારે તેના જ પતિએ તેની ફોટો પોર્ન અને કોલ ગર્લ બુકિંગ સાઈટ પર મૂકી હતી. પોલીસે રવિવારે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. આખો મામલો નોઈડા સેક્ટર 27 નો છે. પોલીસ આઇટી નિયમ હેઠળ આરોપી પતિ સામે કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો: મહિલા ફેશન ડિઝાઈનરના શરીર પર 100 વાર ચૂપ્પૂથી હુમલો, આંતરડાઓ બાથરૂમમાં ફેંક્યા

બંનેએ લવ મેરેજ કર્યા હતા પછી વિવાદને કારણે અલગ થયા

બંનેએ લવ મેરેજ કર્યા હતા પછી વિવાદને કારણે અલગ થયા

પોલીસ અનુસાર, ઓડિશા નિવાસી પતિ એમબીએ પાસ છે અને સેક્ટર-3 મલ્ટીનેશનલ કંપનીમાં રિક્રૂઈંટ્મેન્ટ કન્સલ્ટન્ટ છે. પત્ની પણ નોઈડાની એક કંપનીમાં એન્જિનિયર છે. બંનેએ વર્ષ 2011 દરમિયાન લવ મેરેજ કર્યા હતા. હાલમાં કોઈ વાત પર વિવાદ થવાને કારણે બંને છેલ્લા 10 મહિનાથી અલગ રહી રહ્યા છે. આરોપી પતિએ પોલીસને જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાથી તે પોતાની પત્નીને સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ જોઈ રહ્યો હતો. તે પોતાના મિત્રો સાથે મસ્તી કરી રહી હતી. ઘણી જગ્યાઓ પર ફરવા પણ ગઈ હતી.

ફેસબૂક પર જોયું કે પત્ની મિત્રો સાથે ખુશ છે

ફેસબૂક પર જોયું કે પત્ની મિત્રો સાથે ખુશ છે

આ દરમિયાન પતિએ જોયું કે તેની પત્ની ઓફિસ મિત્રો સાથે આઉટિંગ પર ગઈ છે. તેને ફેસબૂક પર જોયું કે તેની પત્નીએ તેના સાથીઓ સાથે ઘણા ફોટો પણ શેર કર્યા છે. તેમાં તે ખુબ જ ખુશ જોવા મળી હતી. આ વાત પર ગુસ્સે થયેલા પતિએ પોતાની પત્નીના ફોટો અને ફોન નંબર પોર્ન સાઈટ પર અપલોડ કરી દીધા. ત્યારપછી તેની પત્ની પર અજ્ઞાત લોકોના ફોન આવવા લાગ્યા.

લોકો ગંદી ડિમાન્ડ કરવા લાગ્યા

લોકો ગંદી ડિમાન્ડ કરવા લાગ્યા

મહિલાને ફોન પર લોકો ગંદી ડિમાન્ડ કરવા લાગ્યા. ત્યારપછી મહિલાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસ જાંચમાં જાણવામાં આવ્યું કે મહિલાના ફોટો અને નંબર તેના જ પતિએ પોર્ન સાઈટ પર અપલોડ કર્યા હતા. મહિલા ઘ્વારા ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X