For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવી ગયુ ભારતના સૌથી પ્રદુષિત શહેરોનું લિસ્ટ, દિલ્હી નહીં પણ આ શહેર સૌથી પ્રદુષિત છે!

હાલ ભારતમાં પ્રદૂષણને લઈને મોટી બબાલ ચાલી રહી છે. ભારતની રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા હવાના પ્રદૂષણને કારણે રાજનીતિ પણ ચાલી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : હાલ ભારતમાં પ્રદૂષણને લઈને મોટી બબાલ ચાલી રહી છે. ભારતની રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા હવાના પ્રદૂષણને કારણે રાજનીતિ પણ ચાલી રહી છે. આ તમામ ઘટનાઓ વચ્ચે હવે ભારત સરકારના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ભારતના સૌથી પ્રદુષિત શહેરોની યાદી જાહેર કરી છે. ચૌકાવનારી બાબત એ છે કે આ લિસ્ટમાં સૌથી ઉપર દિલ્હી નથી.

કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે યાદી જાહેર કરી

કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે યાદી જાહેર કરી

ભારત સરકારના કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ભારતના સૌથી પ્રદુષિક શહેરોની યાદી જાહેર કરી છે. આ યાદી મુજબ, 163 શહેરોમાં સૌથી વધુ પ્રદુષિત શહેર બિહારનું કટિહાર છે. કટિહારનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 360 નોંધાયો છે. કટિહાર પછી બીજા નંબરે દિલ્હી આવે છે.

દિલ્હી સૌથી પ્રદુષિત શહેર નથી

દિલ્હી સૌથી પ્રદુષિત શહેર નથી

દેશમાં દિલ્હીના પ્રદૂષણને લઈને સતત બબાલ ચાલી રહી છે ત્યારે હવે એ સાબિત થઈ ગયુ છે કે દિલ્હી સૌથી પ્રદુષિત શહેર નથી. આ યાદીમાં કટિહાર અને દિલ્હી પછી સૌથી ખરાબ હવા નોઈડામાં 328 અને ગાઝિયાબાદમાં 304 નોંધાઈ છે. આ સિવાય બિહારનું બેગુસરાય, હરિયાણાનું બલ્લબગઢ, ફરીદાબાદ, કૈથલ અને ગુરુગ્રામ સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ છે. ગ્વાલિયર જિલ્લો મધ્યપ્રદેશનું સૌથી પ્રદૂષિત શહેર છે. માહિતી અનુસાર, આ ડેટા વેક-અપ કોલ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે.

પરાળી સળગાવવાની કારણે પ્રદૂષણ વધી રહ્યુ છે

પરાળી સળગાવવાની કારણે પ્રદૂષણ વધી રહ્યુ છે

ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, પંજાબમાં પરાળી સળગાવવાના 3,634 કેસ નોંધાયા છે. પરાળી સળગાવવાને કારણે દિલ્હીનું પ્રદૂષણ સતત વધી રહ્યુ છે.

દિલ્હી સરકારે પડોશી રાજ્યોને વિનંતી કરી

દિલ્હી સરકારે પડોશી રાજ્યોને વિનંતી કરી

દિલ્હીમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે ત્યારે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે દિલ્હીના પડોશી રાજ્યો ઉત્તરપ્રદેશ અને હરિયાણાના મુખ્યમંત્રીઓને વિનંતી કરે છે કે, રાજધાનીની સરહદો પર ટ્રાફિક જામ ટાળવા પેરિફેરલ એક્સપ્રેસવે પર બિન-આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોને ડાયવર્ટ કરવાના પગલાં લે. આંકડા પર નજર કરીએ તો, શનિવારે દિલ્હીના PM2.5 પ્રદૂષણમાં પરાળી સળગાવવાનો હિસ્સો 30 ટકાથી ઘટીને 21 ટકા પર આવી ગયો છે.

English summary
Not Delhi but this is the most polluted city in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X