For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવાદિત લેખક રશ્દીને કોલકતા આવતા અટકાવાયા

By Super
|
Google Oneindia Gujarati News

Salman-Rushdie
કોલકતા, 30 જાન્યુઆરીઃ વિવાદાસ્પાદ લેખક સલમાન રશ્દીને કોલકતા આવતા અટકાવી દેવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસના દબાણના કારણે અંતિમ ક્ષણે રશ્દીને પોતાનો કોલકતા પ્રવાસ રદ કરવો પડ્યો છે. રશ્દી જાણિતા ફિલ્મ નિર્દેશિકા દીપા મહેતા સાથે ભારતના પ્રવાસે છે.

દીપા મહેતાએ રશ્દીના લોકપ્રીય નોવેલ મિડનાઇટ ચિલ્ડ્રન પર ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાની છે. રશ્દી દિલ્હી અને મુંબઇનો પ્રવાસ કરી ચૂક્યા છે. તેમણે દીપા મહેતા સાથે કોલકતાની એક ફાઇવ સ્ટાર હોટલમાં પ્રેસ કોન્ફરન્સ કરવાની હતી. પ્રેસ કોન્ફરન્સનું આયોજન ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર્સે કર્યું હતું.

એક સમાચાર પત્રમાં છપાયેલા અહેવાલ અનુસાર ઇન્ટેલિજન્સ બ્રાન્ચ અને પોલીસે પીવીઆરને જણાવ્યું કે જો રશ્દી કોકલતા આવશે તો તેમને બીજી ફ્લાઇટથી જ પરત મોકલી આપવામાં આવશે. રશ્દી કોલકતા આવતા હોવાના અહેવાલના પગલે 200 મુસ્લિમ પ્રદર્શનકારીઓ સવારથી જ વિરોધ માટે કોલકતા એરપોર્ટ પર પહોંચી ગયા હતા. નોંધનીય છે કે, ગયા વર્ષે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં રશ્દીને લઇને વિવાદ થયો હતો.

રશ્દીને ફેસ્ટિવલમાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ મુસ્લિમ સંગઠનોના વિરોધ પ્રદર્શનના કારણે તે જયપુર નહોતા આવ્યા. બાદમાં તેમણે વીડિયો કોન્ફ્રેસિંગ રાખવામાં આવી પરંતુ વિરોધના કારણે વીડિયો કોન્ફ્રેસિંગ પણ નહોતી થઇ શકી. આ વચ્ચે ચાર લેખકોએ રશ્દીની પ્રતિબંધિત બૂક સેટેનિક વર્સેઝના અંશ વાંચીને નવો વિવાદ ઉભો કર્યો હતો.

English summary
Writer Salman Rushdie’s visit to Kolkata on Wednesday has been called off because of objections raised by the state government and the police, The Telegraph newspaper reported.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X