For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે Gmai નું સર્વર ડાઉન, યુઝર્સને મેઇલમાં પ્રોબ્લેમ આવી રહ્યાં છે!

ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ડાઉન થયા બાદ હવે ગૂગલનું જીમેઇલ ડાઉન થયુ છે. ઘણા વપરાશકર્તાઓએ જીમેલ સેવામાં ખામી અનુભવી છે. યુઝર્સને મેઇલ મોકલવા અને મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 ઓક્ટોબર ; ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ડાઉન થયા બાદ હવે ગૂગલનું જીમેઇલ ડાઉન થયુ છે. ઘણા વપરાશકર્તાઓએ જીમેલ સેવામાં ખામી અનુભવી છે. યુઝર્સને મેઇલ મોકલવા અને મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. જો કે આ સમસ્યા માત્ર ભારતમાં જ અનુભવાઈ રહી છે. ટ્વિટર પર લોકો જણાવી રહ્યાં છે કે તે ગૂગલની મફત ઇમેઇલ સેવાને અક્સેસ કરી શકતા નથી.

GMAIL

વિશ્વની સૌથી મોટી સર્ચ એન્જિન કંપની ગૂગલના જીમેઇલમાં ઘણા લોકોને પહેલી વખત આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. ટ્વિટર પર 18 ટકા વપરાશકર્તાઓએ સર્વર કનેક્શન અને 14 ટકા લોકોએ લોગિનમાં સમસ્યા હોવાનું જણાવ્યું. બીજી તરફ ઈન્ટરનેટ સર્વિસ આઉટેજ પર નજર રાખતી સાઇટ ડાઉન ડિટેક્ટર અનુસાર, 68 ટકા લોકોએ કહ્યું કે તેમને જીમેલ વેબસાઈટ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે ગુગલ વિશ્વમાં સૌથી મોટુ સર્ચ એન્જિન છે અને ગુગલ મેઈલ પર કરોડો લોકો પોતાના કામકાજ કરતા હોય છે ત્યારે જીમેેઈલ ડાઉન થતા લોકોને મોટી મશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં ઉલ્લેખનિય છે કે આ પહેલા ગયા અઠવાડીએ જ વિશ્વભરમાંથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, અને વોટ્સએપના સર્વર ડાઉન થયા હતા. ત્યારે હવે ફરીથી જીમેઈલ ડાઉન થયાના સમાચાર આવી રહ્યાં છે.

English summary
Now Gmai's server is down, users are having problems with mail!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X