For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીથી વારાણસી જતી ટ્રેન 18 માં ફરજીયાત ખાવાનું લેવું પડશે

ખુબ જ જલ્દી દિલ્હીથી બનારસ જતી ટ્રેન 18 (વંદે માતરમ એક્સપ્રેસ) માં યાત્રીઓએ ખાવાનું લેવું ફરજીયાત બની જશે.

|
Google Oneindia Gujarati News

ખુબ જ જલ્દી દિલ્હીથી બનારસ જતી ટ્રેન 18 (વંદે માતરમ એક્સપ્રેસ) માં યાત્રીઓએ ખાવાનું લેવું ફરજીયાત બની જશે. સામાન્ય રીતે ટ્રેનોમાં ખાવાનું લેવાનું કે નહીં લેવાનું તેનો વિકલ્પ યાત્રીઓને આપવામાં આવે છે. શતાબ્દી, રાજધાની અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં પણ ખાવાનું ખરીદવું કે નહીં તેનો વિકલ્પ યાત્રીઓને આપવામાં આવે છે, પરંતુ ટ્રેન 18 માં આવું નથી.

આ પણ વાંચો: Train 18 જેવી નવી ટ્રેનો લાવ્યુ રેલવે, ઈન્ટરસિટીમાં ચાલશે રાજધાનીની ઝડપે

કોને છૂટ?

કોને છૂટ?

આ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ફક્ત પ્રયાગરાજથી વારાણસી જતા યાત્રીઓ પાસે જ આઈઆરસીટીસી ઘ્વારા આપવામાં આવતા ભોજનને નહીં લેવાનો અધિકાર હશે. અહીં તેમના ટિકિટ લેતા સમયે જ ખાવાના પૈસા તેમાં નહીં જોડવામાં આવે. પરંતુ જો તેમને ખાવાનું મન થાય તો તેઓ ટ્રેનમાં 50 રૂપિયા આપીને ખાવાનું ખરીદી શકે છે. જયારે બીજા યાત્રીઓ માટે ખાવાના પૈસા ટિકિટમાં જ જોડી દેવામાં આવશે, જેને તેઓ ના નહીં કહી શકે.

15 ફેબ્રુઆરીથી શરૂ થશે

15 ફેબ્રુઆરીથી શરૂ થશે

આપને જણાવી દઈએ કે આ ટ્રેન 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને તેની પહેલી યાત્રા દિલ્હીથી વારાણસી વચ્ચે હશે. વર્ષ 2017 દરમિયાન આરઆરસીટીસી ઘ્વારા રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી ટ્રેનોમાં ખાવાનું લેવું વૈકલ્પિક બનાવી દીધું હતું. આ ખાવાની ગુણવત્તા સુધારવા, ખાવાનો બગાડ થતો રોકવા અને પૈસાની ફરિયાદ પર કાબુ મેળવવા માટે કરવામાં આવ્યું હતું. આ નિર્ણયને કારણે આ ટ્રેનોની ટિકિટમાં 250 રૂપિયા જેટલો ઘટાડો થયો હતો.

બે પ્રકારના ડબ્બા

બે પ્રકારના ડબ્બા

આપને જણાવી દઈએ કે ટ્રેન 18 માં બે પ્રકારના ડબ્બા હશે, જેમાં એક એક્ઝિક્યુટિવ અને બીજો ચેર ક્લાસ ડબ્બો છે. આ બંને ડબ્બાઓમાં ખાવાની કિંમત અલગ અલગ છે. દિલ્હીથી વારાણસી સુધી એક્ઝિક્યુટિવ યાત્રીઓને સવારના ચા નાસ્તા માટે 399 રૂપિયા આપવા પડશે જયારે ચેર ક્લાસ લોકોને 344 રૂપિયા આપવા પડશે. તેના સિવાય નવી દિલ્હીથી કાનપુર અને પ્રયાગરાજ જતા એક્ઝિક્યુટિવ યાત્રીઓને 155 રૂપિયા અને ચેર ક્લાસ યાત્રીઓને 122 રૂપિયા આપવા પડશે.

English summary
now its compulsory to choose food in train 18
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X